• Home
  • News
  • પૂણેમાં 12 હજાર પોઝિટિવ કેસ, ખાનગી કંપની અંતિમ સંસ્કાર કરતી હોય તેવું એકમાત્ર શહેર
post

કોરોના દર્દીને જ નહીં, સંબંધોને પણ મારી રહ્યો છે, સ્વજનો અંતિમ દર્શન માટે પણ નથી આવતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 10:26:16

પૂણે: મારે અત્યારે બે મહિનાના બાળકના અંતિમ સંસ્કાર કરવા જવાનું છે. તેના પરિવારમાંથી કોઇ તો આવી શક્યું હોત પણ તેમણે અંતિમવિધિ અમારા પર છોડી. માતા-પિતા ક્વોરેન્ટાઇન થયાનું કહીને ના પાડે છે જ્યારે પોલીસની મદદથી તેઓ આવી શક્યા હોત. છેલ્લા બે મહિનામાં મેં તમામ સંબંધોને ખતમ થતા જોયા છે. હું 370 અંતિમ સંસ્કાર કરી ચૂક્યો છું.આ શબ્દો છે એસ. એ. એન્ટરપ્રાઇઝીસના ફાઉન્ડર અરુણ શિવશંકર જંગમના. પૂણેમાં તેમની કંપનીને તંત્રએ કોરોનાથી જીવ ગુમાવનારાઓના અંતિમ સંસ્કારનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. પૂણે દેશનું એકમાત્ર એવું શહેર છે કે જ્યાં ખાનગી કંપની આ કામ કરી રહી છે.  

કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓના અંતિમ સંસ્કારની જવાબદારી સંભાળતા નગર નિગમના સ્વાસ્થ્ય અધિકારી કલ્પના બલિંવત કહે છે કે કોરોનાના દર્દીનું મોત થાય એટલે પરિવારજનો લાશો છોડીને ભાગતા હતા. કોઇએ ફોન સ્વિચ આૅફ કરી દીધા તો કોઇએ આવવાની ના પાડી. અંતિમ સંસ્કાર માટે એનઓસી આપવા પણ નથી આવતા.

નાયડૂ હોસ્પિટલમાં એક માતાનું મોત થયું તો તેમના દીકરાની અમે 12 કલાક રાહ જોઇ પણ બોલાવવા છતાં તે ન આવ્યો. ઉલટાનું તેણે ડૉક્ટર સાથે ગેરવર્તણૂક કરી. આવી ઘટનાઓ બાદ 3 ધાર્મિક સંસ્થા- પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઇ), એસએ એન્ટરપ્રાઇઝીસ અને આલ્ફા આગળ આવી અને મૃતકના ધર્માનુસાર અંતિમવિધિની જવાબદારી લીધી. પૂણેમાં બે મહિનાથી આ વ્યવસ્થા બરાબર ચાલતી હતી પણ થોડા દિવસ અગાઉ પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યા બાદ રાજકારણ રમાતાં પીએફઆઇની મંજૂરી રદ કરાઇ. પીએફઆઇ હવે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે અને મુસ્લિમોના અંતિમ સંસ્કારનું કામ હવે ઉન્નત સંસ્થાને સોંપાયું છે.

વૉટ્સઍપ ગ્રૂપ પર મેસેજ આવે એટલે ટીમ મૃતકના ધર્મ પ્રમાણે તૈયારી શરી કરી દે 
પૂણે નગર નિગમે એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું છે. તેમાં તમામ કોવિડ હોસ્પિટલો, અંતિમવિધિ કરતી 3 સંસ્થા, એમ્બ્યુલન્સ, નિગમના અધિકારીઓ અને સ્ટાફને એડ કરેલા છે. કોરોનાના દર્દીનું મોત થાય એટલે ગ્રુપમાં તેની વિગતો મૂકી દેવાય તે પછી બધી તૈયારીઓ કરીને માર્ગદર્શિકાઓ અને મૃતકના ધર્મ પ્રમાણે સ્મશાનઘાટ કે કબ્રસ્તાનમાં અંતિમવિધિ કરાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post