• Home
  • News
  • 12 વર્ષની સોહિનીએ 40 નેશનલ ટાઈટલ જીત્યા તો 9 વર્ષના ફૂટબોલ ખેલાડી પ્રીતમની રમત જોઈને જર્મન ખેલાડી ઓજિલે જર્સી મોકલી
post

અંડર-15ના ખેલાડીનું નેશનલ-ઈન્ટરનેશનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 10:56:26

ભારતના જુનિયર ખેલાડી વિવિધ રમતોમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. 15 વર્ષથી નાની વયના અનેક ખેલાડી ભવિષ્યના સ્ટાર દેખાઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ટેનિસ, શૂટિંગ સહિત અનેક રમતોમાં પોતાનો દબદબો બતાવ્યો છે. તેમની પાસે આગામી સમયમાં ઓલિમ્પિકમાં મેડલની પણ અપેક્ષા છે. અમે આપને આવા જ કેટલાક ખેલાડી અંગે અહીં જણાવી રહ્યા છીએ....

સોહિની મોહંતી (12 વર્ષ)
12
વર્ષની સોહિની મોહંતી ઓડિશાની ટેનિસ ખેલાડી છે. તેણે 2019માં નેશનલ સુપર સીરિઝ ટૂર્નામેન્ટમાં અંડર-12 ગર્લ્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું. તેણે 40થી વધુ નેશનલ ટાઈટલ જીત્યા છે. તે અંડર-14માં પણ રમે છે.

પ્રીતમ બ્રહ્મા (9 વર્ષ)
બેબી લીગમાં ગુવાહાટી સિટી એફસી માટે રમતો પ્રીતમ મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી પસંદ થયો હતો. તેણે 18 ગોલની સાથે 16 આસિસ્ટ પણ કર્યા હતા. લેફ્ટ વિંગર પ્રીતમને જર્મનીના પૂર્વ સ્ટાર ફૂટબોલર ઓજિલે જર્સી મોકલી છે.

હંસિની રાજન(10 વર્ષ)
2020
માં ચેન્નઈની ટેબલ ટેનિસ ખેલાડી હંસિનીએ સ્વીડિશ મિની કેડેટ કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. શરત કમલને કોચિંગ આપી ચુકેલા મુરલીધર રાવની દેખરેખમાં ટ્રેનિંગ લઈ રહી છે. તે 2028માં ઓલિમ્પિકમાં મેડલની દાવેદાર મનાય છે.

અભિનવ શો (12 વર્ષ)
બંગાળનો અભિનવ શો શૂટર છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ગોલ્ડ જીતીને તે ગેમ્સમાં ગોલ્ડ જીતનારો સૌથી નાની વયનો ખેલાડી બન્યો હતો. જોયદીપની દેખરેખ હેઠળ ટ્રેનિંગ. તેનું નામ ઓલિમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાના નામ પર રખાયું છે.

લક્ષ્ય શર્મા (15 વર્ષ)
લક્ષ્ય શર્માને બેડમિંટનનું ભવિષ્ય મનાય છે. અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં તેણે પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 2019માં ગ્લાસગો યુથ ઈન્ટરનેશનલ જીત્યું અને સ્વિસ યુથ ઓપન ટૂર્નામેન્ટ જીતી હતી. તેના નામે અનેક નેશનલ મેડલ પણ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post