• Home
  • News
  • હૈદરાબાદને હરાવીને ચેન્નઈ ફરી બન્યું કિંગ્સ, જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચ્યું
post

ઋતુરાજ ગાયકવાડે શાનદાર 98 રન બનાવ્યા,તુષાર દેશપાંડેની 4 વિકેટ

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-29 10:38:28

ચેન્નઈ: IPLની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. ટીમે વર્તમાન સિઝનમાં પાંચમી જીત હાંસલ કરી છે. આ જીત સાથે, ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. CSK સતત બે મેચ હાર્યા બાદ જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદ સિઝનમાં પ્રથમ વખત સતત બીજી મેચ હારી ગયું છે. ચેપોક સ્ટેડિયમમાં રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નઈએ 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 18.5 ઓવરમાં 134 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈ તરફથી તુષાર દેશપાંડેએ 4 વિકેટ ઝડપી હતી. CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 54 બોલમાં 98 રન બનાવ્યા હતા જ્યારે ડેરીલ મિચેલે 32 બોલમાં 52 રન બનાવ્યા હતા.


SRHનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહીં

SRH તરફથી એડન માર્કરમે સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેન 20 રન બનાવીને આઉટ થયો હતો. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત મથિશ પથિરાના અને મુસ્તફિઝુર રહેમાનને 2-2 વિકેટ મળી હતી. તો શાર્દૂલ અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી. ડેરીલ મિચેલે આ મેચમાં પાંચ કેચ પકડ્યા હતા.