• Home
  • News
  • સુશાંત કેસમાં CBIનો 13મો દિવસ:રિયાનાં માતાપિતાની આજે ફરી પૂછપરછ, ભાઈ શોવિક પર પિતા માટે ડ્રગ્સ ખરીદવાનો આરોપ, NCBએ એક ડીલરને અરેસ્ટ કર્યો
post

સુશાંત ડેથ કેસમાં CBI, ED અને NCB તપાસ કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 12:12:35

સુશાંત સિંહ ડેથ કેસમાં CBI તપાસનો આજ 13મો દિવસ છે. આજે ટીમ ફરી વાર રિયાનાં માતાપિતાને પૂછપરછ માટે બોલાવી શકે છે. મંગળવારે CBIએ તેમની સતત 8 કલાક પૂછપરછ કરી હતી. CBI આજે સુશાંતના ઘરે કામ કરનારા અને રિયાનાં માતાપિતાને સામસામે બેસાડીને સવાલ જવાબ કરી શકે છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મંગળવારે એક ડ્રગ ડીલરને પકડ્યો છે. તેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના સંબંધ રિયાના ભાઈ શોવિક સાથે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આજે શોવિકની NCB પૂછપરછ કરશે. NCB ટીમે ડ્રગ્સ પેડલરને મુંબઈના અંધેરી વિસ્તારમાં મોડી રાત્રે અરેસ્ટ કર્યો હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

પિતા માટે ડ્રગ્સ ખરીદવાનો શોવિક પર આરોપ

·         ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ, શોવિક અને એક ડ્રગ સપ્લાયર વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ પરથી ખબર પડે છે કે, શોવિકે તેના પિતા માટે અમુક ડ્રગ માગ્યા હતા. ચેટ પરથી લાગે છે કે પિતા ઇન્દ્રજીતને તેમના બાળકોની આદત વિશે ખબર હતી. તેઓ ખુદ ડ્રગ્સ લેતા હતા.

·         CBIએ ઇન્દ્રજીતને જ્યારે આ ચેટ વિશે પૂછ્યું તો મંગળવારે પૂછરપછ દરમ્યાન તે દલીલ કરવા લાગ્યા હતા, એવું રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે.

CBIએ તપાસની દિશા બદલી
સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંત કેસમાં CBIને અત્યાર સુધી હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી. હવે આત્મહત્યા માટે ઉશ્કેરવાના એન્ગલને લઈને તપાસ કરશે.

સુશાંત કેસમાં કોની કેટલી કલાક પૂછપરછ થઇ

વ્યક્તિ

કેટલા કલાક પૂછપરછ થઈ

રિયા ચક્રવર્તી

35

શોવિક ચક્રવર્તી

44

ઇન્દ્રજીત ચક્રવર્તી

08

સંધ્યા ચક્રવર્તી

08

સિદ્ધાર્થ પીઠાણી

104

સંદીપ શ્રીધર

9+

શ્રુતિ મોદી

20+

નીરજ સિંહ

98

સેમ્યુઅલ મિરાન્ડા

69

દીપેશ સાવંત

58

 

adv

Related News

post
post
post
post
post
post
post