• Home
  • News
  • 62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ
post

કેરળથી થઈ સંક્રમણની શરૂઆત, 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો, 11 માર્ચે કર્ણાટકમાં પહેલું મોત થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 10:59:57

નવી દિલ્હી: દુનિયામાં ત્રાસદી ફેલાવ્યા પછી કોરોના વાઈરસે ભારતમાં પણ ઝડપથી અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે દેશમાં મૃત્યુઆંક 1000ને પાર થઈ ગયો છે. દેશમાં કોરોના વાઈરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં આવ્યો હતો. આંકડાઓ પર નજર નાખીએ તો પહેલો કેસ સામે આવ્યાના 62 દિવસમાં એટલે કે 31 માર્ચ સુધીમાં દેશમાં 50 લોકોના મોત થયા. પહેલું મોત 11 માર્ચે થયું હતું. ત્યારે ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા 1635 થઈ હતી. ત્યારપછી ઈન્ફેક્શન એવું ફેલાયું કે, 28 દિવસોમાં કોરોનાથી 961 લોકોના જીવ ગયા અને 29 હજાર લોકોને ઈન્ફેક્શન થઈ ગયું. આ રીતે 30 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં 1011 લોકોના મોત થયા છે, જ્યારે 30,635 લોકોને ઈન્ફેક્શન થયું છે.

 

28 એપ્રિલે સૌથી વધારે કેસ સામે આવ્યા અને રેકોર્ડ બ્રેક મોત થયા
દેશમાં કોરોના ઈન્ફેક્ટેડ અને તેનાથી થતી મોતની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે 28 એપ્રિલે રેકોર્ડ 1903 લોકોને ઈન્ફેક્શન થયું હતું. આ એક જ દિવસમાં સૌથી વધારે પોઝિટિવ કેસની સંખ્યા છે. આ પ્રમાણે મોતના આંકડામાં પણ મંગળવારનો દિવસ દેશ માટે ભારે રહ્યો હતો. એક દિવસમાં કોરોનાના કારણે રેકોર્ડ 71 લોકોના મોત થયા હતા. જોકે સારી વાત એ છે કે, કોરોના દર્દીઓની રિકવરીમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યારે 23.83 ટકા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 7412 લોકો સાજા થઈ ગયા છે. સ્વાસ્થય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 17 એવા જિલ્લા છે જ્યાં પહેલાં કેસ આવ્યા હતા પરંતુ છેલ્લા 28 દિવસમાં અહીં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

30 જાન્યુઆરીએ દેશમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો, પછી સતત વધતી રહી સંખ્યા

કેટલા દિવસમાં કેટલા કેસ

તારીખ

કુલ કેસ

45 દિવસમાં 100 કેસ 

30 જાન્યુઆરીથી 14 માર્ચ

102

16 દિવસમાં 1000 કેસ

15 માર્ચથી 29 માર્ચ

1139

11 દિવસમાં 5000 કેસ

30 માર્ચથી 9 એપ્રિલ  

6728

11 દિવસમાં 10,000 કેસ

8 એપ્રિલથી 19 એપ્રિલ

17,305

9 દિવસમાં 13,119 કેસ 

20 એપ્રિલથી 28 એપ્રિલ  

30,424  

 

ટોપ 5 રાજ્યો જ્યાં સંક્રમણ સૌથી વધારે છે

રાજ્ય

કેટલા કેસ

કેટલા સાજા થયા

કેટલા મોત

મહારાષ્ટ્ર

8590    

1282

397

ગુજરાત

3774   

434

181

દિલ્હી

3314

1078

54

રાજસ્થાન

2364

744

52

મધ્યપ્રદેશ

2387

373 

120

05 દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા

દિવસ

કેસ

23 એપ્રિલ

1667

25 એપ્રિલ

1835

26 એપ્રિલ

1607

27 એપ્રિલ

1561

28 એપ્રિલ

1903

6 દિવસમાં સૌથી વધારે મોત થયા

તારીખ

મોત

23 એપ્રિલ

44

24 એપ્રિલ

57

25 એપ્રિલ

37

26 એપ્રિલ

60

27 એપ્રિલ

54

28 એપ્રિલ

71

 

adv

Related News

post
post
post
post
post
post
post