• Home
  • News
  • 17 વર્ષીય કિશોરનું કાર્ડિયેક એરેસ્ટને કારણે મોત:જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીમાં કામ કરતા સમયે ઢળી પડ્યો, લોકોએ CPR આપવાનો પ્રયાસ કર્યો, પણ કામ ન આવ્યો
post

અઠવાડિયા પૂર્વે નવસારીમાં શાળામાં જ એક વિદ્યાર્થિની ઢળી પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-03 17:58:31

જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય કિશોરનું આજે કાર્ડિયેક એરેસ્ટના કારણો મોત નિપજ્યું હતું. ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. સ્થાનિકો લોકોએ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશનું મોત નિપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ જિગ્નેશ વાજાનું મોત કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

કિશોર ઢળી પડતા લોકોએ CPR આપવાનો પ્રયાસ કર્યો
જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામના વતની જિગ્નેશ વાજા ચોરવાડ હોલીડે કેમ્પ નજીક આવેલી નાળિયેરની વાડીમાં કામ કરતા હતા. આજે સવારે જિગ્નેશ નાળિયેર ઉતારવાનું કામ કરી રહ્યો હતો અને નાળિયેર લઈને જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો હતો. જેથી અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને CPR આપવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તુરંત જિગ્નેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં થોડી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

અઠવાડિયા પૂર્વે નવસારીમાં શાળામાં જ એક વિદ્યાર્થિની ઢળી પડી હતી
જૂનાગઢના ચોરવાડ અને રાજકોટ જેવી જ ઘટના અઠવાડિયા પૂર્વે નવસારીમાં બની હતી. અહીંના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી શાળામાં જ રિસેસ દરમિયાન સીડી ચડતી સમયે ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું. તબીબ તપાસમાં તનિષાનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post