• Home
  • News
  • 19 વર્ષની યુવતીને મ્યાનમારની સેનાએ માથામાં ગોળી મારી દીધી, ખિસ્સામાં નીકળેલા પત્રથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું
post

9 વર્ષની એન્જલને મ્યાન્મારની સેનાએ માથામાં ગોળી મારી, યુવતીના ખિસ્સામાંથી નીકળેલી ચિઠ્ઠીથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠ્યું. જાણો એવું તે શું લખ્યું હતું પત્રમાં.

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 12:20:50

નવી દિલ્હી: ચીન (China) ની મદદથી લોકતંત્રને કચડવામાં લાગેલી મ્યાનમારની સેના (Myanmar Army) નો એક બિભત્સ ચહેરો બુધવારે સામે આવ્યો. સેનાએ દેશભરમાં લોહીની નદીઓ વહાવી અને 33 લોકતંત્ર સમર્થકોને ગોળીએ વીંધી નાખ્યા. આ અગાઉ સેનાએ રવિવારે 18 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. બુધવારે માંડલેમાં સેના વિરુદ્ધ મોરચો સંભાળનારી 19 વર્ષની એન્જલની પણ ગોળીથી હત્યા કરી નાખવામાં આવી. એન્જલ હવે આ દુનિયામાં નથી પરંતુ તેની તસવીરે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. એન્જલની આ તસવીરની સરખામણી ચીનના થ્યેનમાન સ્વેપર ટેન્ક સામે ઊભેલા તે પ્રદર્શનકારી સાથે થઈ રહી છે જેણે ડ્રેગનના ક્રૂર શાસન સામે વિરોધ કરવાની હિંમત બતાવી હતી. આવો જાણીએ કોણ છે આ એન્જલ અને શું છે તેની કહાની..

મને કઈ થાય તો દેહ દાન કરી નાખજો...
માત્ર 19 વર્ષની એન્જલે દાયકાઓ બાદ મ્યાનમારમાં આવેલા લોકતંત્રની ખુલી હવામાં હજુ તો શ્વાસ લેવાનું શરૂ કર્યું હતું ત્યાં એકવાર ફરીથી સેનાએ તખ્તાપલટ કરીને તેના સપના કચડી નાખ્યા. સેનાના આ દગાથી એન્જલથી રહેવાયું નહીં અને તેણે લોકતંત્રને બચાવવા માટે પોતાને પ્રદર્શનની આગમાં ઝોકી દીધી. એન્જલે જ્યારે માંડલેમાં પ્રદર્શનમાં ભાગ  લીધો તો તેણે એક ટીશર્ટ પહેરી રાખી હતી જેના પર લખ્યું હતું કે બધુ ઠીક થઈ જશે. એન્જલને આશંકા હતી કે તે દેશની સૌથી શક્તિશાળી તાકાત સેના સામે ટક્કર લઈ રહી છે અને તેની સાથે કઈ પણ અનહોની થઈ શકે છે. આજ કારણે એન્જલે પોતાના ખિસ્સામાં એક પરચી રાખી હતી જેના પર તેનું બ્લડ ગ્રુપ, એક સંપર્ક નંબર લખેલો હતો. આ સાથે જ એક અપીલ કરી હતી કે 'જો મારું મોત થઈ જાય તો મારા શરીરનું દાન કરી દેજો.' એન્જલને જે વાતની આશંકા હતી તે થયું. બુધવારે માંડલેમાં મ્યાનમારના સુરક્ષાદળો હેવાન બની ગયા અને લોકતંત્રની બહાલીની માગણી કરી રહેલી એન્જલને ગોળી મારી દીધી. એન્જલનું એક અન્ય નામ કાયલ સિન પણ હતું. સોશિયલ મીડિયા પર લોકતંત્ર માટે જીવ હોમી દેનારી એન્જલને ખુબ બિરદાવવામાં આવી રહી છે. 

એન્જલે સાથીઓને બચાવતા આપ્યો જીવ, 33 લોકોના મોત
માંડલેમાં જ્યારે પોલીસે ગોળી ચલાવી તો એન્જલે ત્યાં હાજર લોકોને બેસવા માટે કહ્યું પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને જ માથા પર ગોળી મારી દીધી. એન્જલી ગત વર્ષે જ પહેલીવાર મતદાન કર્યું હતું. તેને આશા હતી કે તેનો મત તેના જીવનમાં ખુશીઓ લઈને આવશે. મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્ધ બુધવારે પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળોના ફાયરિંગમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા. સોશિયલ મીડિયા અને સ્થાનિક ખબરોમાં મૃતકોની સંખ્યામાં આ જાણકારી આપવામાં આવી છે જો કે સ્વતંત્ર રીતે આ ખબરોની પુષ્ટિ થઈ શકી નથી. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે રવિવારે સુરક્ષાદળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા. મ્યાનમારમાં એક ફેબ્રુઆરીના તખ્તાપલટ બાદથી પ્રદર્શનકારીઓ સતત રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. લોકો આંગ સાન સૂ કી સહિત અન્ય નેતાઓને છોડી મૂકવા માટે જણાવી રહ્યા છે. 

ચીન અને રશિયાની મદદથી બચી રહ્યો છે મ્યાનમારનો 'તાનાશાહ'!
હિંસા વધવાની વચ્ચે મ્યાનમારમાં રાજનીતિક સંકટના સમાધાન માટે કૂટનીતિક પ્રયત્નો પણ થઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે મ્યાનમારના મામલે બેઠક થાય તેવી શક્યતા છે. બ્રિટને આ બેઠકની ભલામણ કરી છે. જો કે મ્યાનમાર વિરુદ્ધ કોઈ પણ સંભવિત કાર્યવાહી પર સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદના બે સ્થાયી સભ્યો ચીન અને રશિયા વીટો મારી શકે છે. કેટલાક દેશોએ મ્યાનમાર પર પ્રતિબંધો લગાવ્યા છે જ્યારે કેટલાક દેશ પ્રતિબંધ લગાવવા પર વિચારી રહ્યા છે. એક બાજુ જ્યાં દુનિયાભરમાં મ્યાનમારની સેનાના આ પગલાની ટીકા થઈ રહી છે ત્યાં ચીનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વાત જાણે એમ છે કે તખ્તાપલટના થોડા સમય પહેલા જ ચીનના રાજનયિક વાંગ યીએ મ્યાન્માર સેનાના કમાન્ડર ઈન ચીફ મિન આંગ લાઈંગ સાથે મુલાકાત કરી હતી. તખ્તાપલટ બાદ ચીનની પ્રતિક્રિયા ખુબ ઠંડી રહી અને  તે તો આને તખ્તાપલટ પણ માનતું નથી. ચીન સરકાર તેને સત્તા હસ્તાંતરણ માને છે. ચીને કહ્યું કે મ્યાનમાર તેનો મિત્ર અને પાડોશી દેશ છે. અમને આશા છે કે મ્યાનમારમાં તમામ પક્ષ બંધારણ અને કાયદાના માળખા હેઠળ પોતાના મતભેદ દૂર કરશે અને રાજનીતિક અને સામાજિક સ્થિરતા જાળવી રાખવી જોઈએ. ચીનની આ પ્રતિક્રિયાને શકની નજરથી જોવામાં આવી રહી છે. 

ચીને કર્યું છે ખુબ રોકાણ
વાત જાણે એમ છે કે ચીન મ્યાનમારનું મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે અને તેણે ત્યાં ખનન, આધારભૂત સંરચના અને ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. ચીને મ્યાનમારમાં ખુબ રોકાણ કરી રાખ્યુ છે. ગત વર્ષે રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે ત્યાં આવ્યા હતા ત્યારે તેમણે 33 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાંથી 13 ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંલગ્ન હતા. ચીને દેશના રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને ગત સૈન્ય તાનાશાહ સરકારની સાથે પણ રહ્યું. પરંતુ આંગ સાન સૂ કીના આવ્યા બાદ તેમની સાથે પણ ચીનના સંબંધ સારા રહ્યા. ચીન અને મ્યાનમાર વચ્ચે 2100 કિમીની સરહદ છે અને અહીં સરકાર અને અલ્પસંખ્યક વિદ્રોહી જૂથો વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે. પરંતુ ચીનની સેનાને એ વાતની ચિંતા પણ નથી કે મ્યાનમારની ઉથલપાથલની અસર તેના ક્ષેત્રમાં થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post