• Home
  • News
  • મે મહિનામાં 2 કરોડ અને જૂનમાં 7 કરોડ નોકરીઓ સર્જાઈ, તેમાં 64%થી વધુ નાના દુકાનદારો અને મજૂરો
post

CIMEના ડેટા મુજબ, એપ્રિલમાં 12.2 કરોડ નોકરીઓ ગઈ, તેમાંથી મેમાં 2.1 કરોડ અને જૂનમાં 7 કરોડ નોકરીઓ પરત ફરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 12:01:39

નવી દિલ્હી: કોરોના ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશમાં 12 કરોડથી વધુ લોકોની નોકરીઓ ગઈ હતી. જોકે સારી વાત એ છે કે લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ આ પૈકીની 75 ટકાથી વધુ નોકરીઓ ફરી ઉપલબ્ધ થઈ છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમિ(CMIE)ના ડેટાના જણાવ્યા મુજબ, મે મહિનામાં 2 કરોડથી વધુ અને જૂનમાં 7 કરોડ નોકરીઓ આવી છે. તે મુજબ એપ્રિલમાં લોકડાઉનના કારણે જે 12.2 કરોડ નોકરીઓ ગઈ હતી, તેમાંથી 9.1 કરોડ નોકરીઓ બીજી વખત ઉપબ્ધ બની છે.

જોકે કોરોનાના કારણે દેશમાં હાલ પણ 2019-20ની સરખામણીએ નોકરીઓ ઓછી છે. આંકડાઓના જણાવ્યા મુજબ, 2019-20માં દેશમાં 40.4 નોકરીઓ હતી, જ્યારે જૂન 2020માં 37.4 કરોડ નોકરીઓ છે. એટલે કે ગત વર્ષ સુધીમાં લોકોની પાસે નોકરીઓ હતી, તેમાંથી 7.4 ટકા લોકોની પાસે હાલ રોજગાર નથી.

જૂનમાં 63 ટકાથી વધુ નોકરીઓ ડેલી વેજર્સને મળી
CMIE
ના ડેટા મુજબ જૂન 2020માં જે 7 કરોડ નોકરીઓ આવી છે, તેમાંથી 4.44 કરોડ નોકરીઓ ડેલી વેજર્સને મળી છે. એટલે કે એવા લોકો જે રોજ કમાણી કરે છે. તેમાં નાના દુકાનદાર અને ડેલી વેજર્સનો સમાવેશ થાય છે.

તેનો અર્થ એ થયો કે 7 કરોડ નોકરીઓમાંથી 63 ટકાથી વધુ નોકરીઓ ડેલી વેજર્સ માટે છે. જ્યારે મેમાં કુલ નોકરીઓમાંથી 68 ટકા નોકરીઓ ડેલી વેજર્સની હતી.

CMIEના CEO અને મેનેજિંગ ડાયરેક્ટર મહેશ વ્યાસના જણાવ્યા મુજબ, ભારતમાં જેટલા પણ રોજગાર છે, તેમાંથી 75 ટકાથી વધુ રોજગાર ડેલી વેજર્સના જ છે. એપ્રિલમાં જ્યારે સમગ્ર મહિનો કમ્પ્લીટ લોકડાઉનનો હતો, ત્યારે પણ 90 ટકાથી વધુ નોકરીઓ રોજ કમાનારની જ ગઈ હતી. હવે જ્યારે લોકડાઉન ખુલી ગયું છે તો આ નોકરીઓ ફરીથી ઉપલબ્ધ થઈ છે. મે અને જૂનમાં જેટલા પણ કુલ રોજગાર આવ્યા છે, તેમાંથી 64 ટકા રોજગાર ડેલી વેજર્સના જ છે.

ખેતીમાં સતત વધી રહી છે નોકરીઓ
એક તરફ જ્યારે લોકડાઉનમાં દરેક ક્ષેત્રમાં નોકરીઓ ઘટી રહી હતી, જ્યારે તેનાથી વિપરીત ખેતીના વ્યવસાયમાં નોકરીઓ વધી રહી હતી. એપ્રિલની સરખામણીમાં મેમાં ખેતીના વ્યવસાયમાં 14 લાખ નોકરીઓ સર્જાઈ હતી. જ્યારે જૂનમાં 1 કરોડથી વધુ નોકરીઓ આ ક્ષેત્રમાં આવી.  

2019-20માં દેશમાં ખેતીના વ્યવસાયમાં સરેરાશ 11 કરોડથી વધુ લોકો કામ કરી રહ્યાં હતા. જેની સંખ્યા જૂન 2020માં વધીને 13 કરોડે પહોંચી ગઈ છે. આ એક રેકોર્ડ છે.

જોકે સેલેરાઈડ ક્લાસના લોકોની નોકરીઓ હજી પણ પરત ફરી નથી
2019-20
માં દેશમાં 8.6 કરોડ લોકો એવા વ્યવસાયમાં હતા, જેમને દર મહિને સેલેરી મળતી હતી. જોકે મે 2020માં તેની સંખ્યા ઘટીને 7 કરોડથી પણ ઓછી થઈ છે. એપ્રિલમાં 1.77 કરોડ અને મેમાં 1.78 કરોડ નોકરીઓ સેલેરાઈડ ક્લાસના લોકોની જ ગઈ હતી. એટલે કે કુલ સાડા 3 કરોડથી વધુ નોકરીઓ માત્ર એપ્રિલ અને મે મહિનામાં જ જતી રહી હતી.

બીજી એક વાત એ પણ છે કે જે લોકોની નોકરીઓ ગઈ, તેમાંથી માત્ર 39 લાખ લોકોની નોકરીઓ જ જૂનમાં આવી. આ પાછળનું કારણ એ છે કે સેલેરાઈડ ક્લાસને બીજી વખત નોકરી મળવામાં મુશ્કેલી આવે છે.
વધુ એક સ્ટડીમાં અનુમાન, લોકડાઉન-1 અને 2માં 19.5 કરોડ રોજગાર પર ખતરો
કોરોના ફેલાતો રોકવા માટે દેશમાં 4 લોકડાઉન આપવામાં આવ્યા હતા. પ્રથમ લોકડાઉન 25 માર્ચથી 14 એપ્રિલ સુધી અને બીજુ લોકડાઉન 15 એપ્રિલથી 3 મે સુધી રહ્યું. પછીથી 4 મેથી 17 મે સુધી ત્રીજું લોકડાઉન અને 18 મેથી 31 મે સુધી ચોથુ લોકડાઉન રહ્યું. પછીથી 1 જૂનથી દેશને અનલોક કરવાની પ્રોસેસ શરૂ થઈ.

લોકડાઉન-1 અને લોકડાઉન-2ની જોબ માર્કેટમાં કેટલી અસર રહી ? તેની પર ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેવલોપમેન્ટ રિસર્ચે એક સ્ટડી કર્યો હતો. આ સ્ટડીના જણાવ્યા મુજબ, બંને લોકોડાઉન દરમિયાન દેશમાં 19.5 કરોડ કામદારોની નોકરી જવાનો ખતરો હતો.

પ્રથમ લોકડાઉનમાં 11.6 કરોડ અને બીજા લોકડાઉનમાં 7.9 કરોડ કામદારોની નોકરી પર સંકટ હતું. સ્ટડી મુજબ જોઈએ તો દેશમાં 46 કરોડથી વધુ કામદાર છે અને તેમની નોકરીઓ પર ખતરો હતો, જેની સંખ્યા લગભગ 42 ટકા છે.

કામ ન હતું, તેનાથી 38 હજાર કરોડ રૂપિયા માસિક મજૂરીનું નુકસાન
એક સ્ટડીમાં એમ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન-1 અને લોકડાઉન-2માં કામદારોને કામ ન મળવાથી 33 હજાર 800 કરોડ રૂપિયા ન મળ્યા. એટલે કે સીધી રીતે જોઈએ તો નુકસાન કામદારોને થયું.

આ સિવાય સ્ટડીમાં એ પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો કામદારો અગામી 6 મહિના સુધી પણ કોઈ જગ્યાએ કામ કરતા નથી તો તેનાથી લગભગ 2 લાખ કરોડ રૂપિયાની માસિક મજૂરીનું નુકસાન થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post