• Home
  • News
  • ડ્રાઈવરલેસ મેટ્રોનું ઉદ્ધાટન:મોદીએ દેશની પ્રથમ ઓટોમેટેડ મેટ્રોની શરૂઆત કરી, 2 ટ્રેન એક જ ટ્રેક પર આવશે તો ચાલતી બંધ થઈ જશે
post

નેશનલ કોમન મોબિલિટી કાર્ડની શરૂઆત પણ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 11:46:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ પ્રસંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેનાથી મેટ્રોના સંચાલનમાં માણસથી થતી ભૂલની શકયતા ખત્મ થઈ જશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવરલેસ મેટ્રોમાં થોડો સમય ડ્રાઈવર બેસાડવામાં આવશે, જોકે પછીથી તેને હટાવી દેવામાં આવશે.

ડ્રાઈવરલેસ મેટ્રોની 3 મુખ્ય ખાસિયત
1.
એની સિસ્ટમ એટલી સેફ છે કે ક્યારેક બે મેટ્રો એક જ ટ્રેક પર આવી જાય તો એક નક્કી અંતરે એ પોતાની જાતે જ બંધ થઈ જશે.
2.
મેટ્રોમાં મુસાફરી દરમિયાન જે ઝાટકાનો અનુભવ થાય છે એ ડ્રાઈવરલેસ ટ્રેનમાં થશે નહિ.
3.
ટ્રેનમાં ચઢવા-ઊતરવા દરમિયાન પેસેન્જર્સને કોઈપણ પ્રકારની મુશ્કેલી થશે નહિ.

એની સિસ્ટમ કઈ રીતે કામ કરે છે ?

·         ડ્રાઈવરલેસ મેટ્રોની મુસાફરી કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડાયેલી છે.

·         આ સિસ્ટમ એક વાઈ-ફાઈની જેમ કામ કરે છે. એ મેટ્રોને સિગ્નલ આપે છે, જેનાથી એ ચાલે છે.

·         મેટ્રો ટ્રેનમાં લાગેલા રિસીવર સિગ્નલ મળ્યા પછી મેટ્રોને આગળ વધારે છે. વિદેશની ઘણી મેટ્રોમાં આ સિસ્ટમને યુઝ કરવામાં આવે છે.

બાદમાં મેટ્રોના ત્રીજા ફેઝની તમામ લાઈનો પર ચાલશે
DMRC
ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર(કમ્યુનિકેશન), અનુજ દયાલના જણાવ્યા મુજબ, મેજેંટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. અનુજ દયાલે જણાવ્યું હતું કે જ્યારે પિન્ક અને મેેજેંટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.

નેશનલ કોમન મોબિલિટી કાર્ડની શરૂઆત પણ થશે
મોદી એરપોર્ટ મેટ્રો પર સંપૂર્ણ રીતે સંચાલિત થનારા નેશનલ કોમન મોબિલિટી કાર્ડનું ઉદઘાટન પણ કરશે. છેલ્લા દોઢ વર્ષમાં 23 બેન્ક તરફથી બહાર પાડવામાં આવેલા રૂપે ડેબિટ કાર્ડથી કોઈપણ વ્યક્તિ એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર મુસાફરી કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રો નેટવર્ક પર મળવા લાગશે. એ પછી સ્માર્ટ કાર્ડ સાથે જ ડેબિટ કાર્ડથી પણ મુસાફરો મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post