• Home
  • News
  • જન્મ અને રહેઠાણના પૂરાવા બનાવટી નીકળે તો ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ, અંડર-16 ટૂર્નામેન્ટમાં 14થી 16 વર્ષના ખેલાડીઓની જ નોંધણી કરાશે
post

2 વર્ષનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી પણ, આવા ખેલાડીઓ બોર્ડ અથવા રાજ્ય ક્રિકેટ એસોસિએશનની કોઈપણ વય જૂથ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 10:38:00

BCCIએ ક્રિકેટમાં ઉંમર અને ડોમિસાઈલને લગતી છેતરપિંડીને રોકવા માટે કડક પગલાં લીધાં છે. આ અંતર્ગત જો કોઈ ખેલાડી 2020-21 સીઝન દરમિયાન બનાવટી બર્થ (જન્મ) અને ડોમિસાઇલ (રહેઠાણ) સર્ટિફિકેટ બનાવવા માટે દોષી સાબિત થાય છે, તો તેના પર 2 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સમય દરમિયાન તે BCCI અથવા સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને લગતી કોઈપણ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં.

2 વર્ષનો પ્રતિબંધ પૂર્ણ થયા પછી પણ, આવા ખેલાડીઓ બોર્ડ અથવા રાજ્ય ક્રિકેટ એસોસિએશનની કોઈપણ વય જૂથ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. તે જ સમયે, હવે BCCIની અંડર -16 એજ ગ્રુપ ટૂર્નામેન્ટમાં ફક્ત 14થી 16 વર્ષની ઉંમરના બાળકોની નોંધણી કરવામાં આવશે.

રજિસ્ટર્ડ ક્રિકેટરો માટે વોલેન્ટરી ડિસક્લોઝર સ્કીમ શરૂ

·         BCCIએ ખોટી ઉંમર બતાવીને ક્રિકેટ રમતા ખેલાડીઓ માટે વોલેન્ટરી ડિસક્લોઝર સ્કીમ શરૂ કરી છે.

·         આ અંતર્ગત, ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવશે નહીં જો તેઓ જાતે જાહેર કરે કે તેઓએ અગાઉ તેમની જન્મ તારીખ સાથે બનાવટી અથવા ચેડાં કરાયેલા દસ્તાવેજો રજૂ કરીને હેરાફેરી કરી છે.

·         જો તેઓ તેમની સાચી જન્મ તારીખ જાહેર કરે છે, તો તેઓને યોગ્ય એજ ગ્રુપમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.

બોર્ડને 15 સપ્ટેમ્બર સુધીમાં ઉંમરની યોગ્ય માહિતી પ્રદાન કરવી આવશ્યક છે

·         આ માટે, ખેલાડીઓએ 15 સપ્ટેમ્બર પહેલા તેમના સહી કરેલા પત્ર અથવા ઇ-મેઇલ સાથે, તેમની સાચી ઉંમરથી સંબંધિત દસ્તાવેજો BCCIના એજ વેરિફિકેશન ડિપાર્ટમેન્ટને મોકલવાના રહેશે.

·         જો કે, જો નોંધાયેલા ખેલાડીઓ તથ્યો જાહેર કરતા નથી અને BCCIને લાગે છે કે તેમણે બનાવટી અથવા ચેડાં કરેલા દસ્તાવેજો બનાવ્યા છે, તો તેમના પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.

બોર્ડ દ્વારા લેવામાં આવેલા અન્ય પગલાં

·         વોલેન્ટરી ડિસક્લોઝર સ્કીમનો ફાયદો માત્ર ફેક બર્થ સર્ટિફિકેટ મામલે મળશે. ડોમિસાઇલ સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની છૂટ મળશે નહિ.

·         દોષી સાબિત થવા પર મહિલા અને પુરુષ બંને પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.

·         હવે BCCIની અંડર -16 એજ ગ્રુપ ટૂર્નામેન્ટમાં ફક્ત 14 થી 16 વર્ષની ઉંમરના બાળકોની નોંધણી કરવામાં આવશે.

·         અંડર-19 એજ ગ્રુપમાં જો કોઈ ખેલાડીનું રજિસ્ટ્રેશન તેના જન્મના 2 વર્ષ પછી બતાવવામાં આવે છે, તો આવામાં તે કેટલા વર્ષ ટૂર્નામેન્ટ રમશે, તેના પર પ્રતિબંધ મુકવામાં આવશે.

ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

·         આ મુદ્દે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે અમે દરેક એજ ગ્રુપના ખેલાડીઓને એક સ્તરની સ્પર્ધા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

·         તેથી, અમે વય-સંબંધિત છેતરપિંડીને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે વધુ કડક પગલાં લીધાં છે, જેને નવી ઘરેલુ સીઝનમાં લાગુ કરવામાં આવશે.

·         જે લોકો તેમની ભૂલ વિશે માહિતી આપશે નહીં, તેઓ પર 2 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવશે.

·         ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને વય-સંબંધિત કપટને રોકવા માટે BCCIએ ગયા વર્ષે 24 કલાકની હેલ્પલાઇન જારી કરી છે. કોઈપણ આ નંબર પર ફરિયાદ કરી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post