• Home
  • News
  • 20 વર્ષની એથ્લીટ હિમા દાસ ખેલ રત્ન માટે નોમિનેટ;આ એવોર્ડ માટે 6 નામ મોકલવામાં આવ્યા હતા
post

હિમા દાસ ઉપરાંત ક્રિકેટર રોહિત શર્મા, રેસલર વિનેશ ફોગાટના નામ પણ ખેલ રત્ન માટે મોકલવામાં આવ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 09:30:27

20 વર્ષની એથ્લીટ હિમા દાસ ખેલ રત્ન માટે નોમિનેટ થઈ છે. આસામ સરકારે રમત મંત્રાલયને આ માટે નામ મોકલ્યું હતું. આ વર્ષે આ એવોર્ડ માટે 6 ખેલાડી સ્પર્ધામાં છે. તેમા હિમા સૌથી યુવાન છે. આ ઉપરાંત રોહિત શર્મા (ક્રિકેટ), નીરજ ચોપડા (જેવલિન થ્રો), વિનેશ ફોગાટ (રેસલિંગ), મનિકા બત્રા (ટેબલ ટેનિસ) અને મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલના નામો ખેલ રત્ન માટે મોકલવામાં આવેલા છે.

ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેળવનારી દેશની પહેલી એથ્લીટ
હિમાએ વર્ષ 2018માં ફિનલેન્ડમાં યોજાયેલ અંડર-20 વર્લ્ડ એથ્લીટીક્સ ચેમ્પિયનશિપની 400 મીટર રેસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ટ્રેક ઇવેન્ટમાં આમ કરનારી દેશની પહેલી એથ્લીટ બની હતી. તેને 51.46 સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરી હતી.

જકાર્તા એશિયન ગેમ્સમાં પણ હિમાએ ગોલ્ડ મેળવ્યો હતો
આ ઉપરાંત તેમણે વર્ષ 2018ના જકાર્તા એશિયન ગેમ્સની 4x400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર જીત્યો હતો, જોકે ગોલ્ડ મેળવનારી ટીમ પર ડોપિંગને લીધે પ્રતિબંધ લાગતા ગોલ્ડ મેડલ ભારતીય ટીમને મળ્યો હતો. આ ઉપરાંત મહિનાઓની 4x400 રિલે રેસમાં પણ તેણે ગોલ્ડ જીગ્યો હતો.

·          વર્ષ 2019માં પણ તેણે સફળતાની આ યાત્રા જાળવી રાખી હતી. એક મહિનાની અંદર હિમાએ વિવિધ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં 5 ગોલ્ડ જીત્યા હતા.

·         2 જુલાઈ,2019: હિમાએ પોલેન્ડમાં પોજનન એથલેટિક્સ ગ્રા.પ્રીની 200 મીટર ઇવેન્ટમાં 23.64 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ જીત્યો

·         7 જુલાઈ, 2019: 5 દિવસ બાદ તેને કુટનો એથલેટિક્સ મીટના 200 મીટર ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો. હિમાએ આ રેસ 23.97 સેકન્ડમાં પૂરી કરી.

·         13 જુલાઈ, 2019: ત્યારબાદ તેમણે ચેક રિપબ્લિકમાં યોજાયેલ ક્લાડનો એથલેટિક્સ મીટના 200 મીટર ઇવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો. આ વખતે તેણે 23.43 સેકન્ડમાં આ દોડ પૂરી કરી હતી.

·         17 જુલાઈ, 2019: હિમાએ ટેબોર એથલેટિક્સ મીટમાં પણ 200 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો. તેણે 23.25 સેકન્ડમાં આ સ્પર્ધા પૂરી કરી.

·         20 જુલાઈ,2019: તેણે ચેક રિપબ્લિકનમાં આ સ્પર્ધાની 400 મીટર ઈન્વેન્ટ પૂરી કરવા 52.09 સેકન્ડનો સમય લીધો હતી.

·         હિમાએ દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પણ બોલાવવામાં આવી હતી. પણ ઈજાને લીધે તે જઈ શકી ન હતી. તેણે વર્ષ 2018માં અર્જુન એવોર્ડ મેળવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post