• Home
  • News
  • પ્રદૂષણ ઓછું થવાથી ચીનમાં 100 દિવસમાં 70 હજારના જીવ બચ્યા, યુરોપ-એશિયાની હવા હવે શ્વાસ લેવાને લાયક
post

એપલ અમેરિકા અને યૂરોપમાં 2 લાખ માસ્ક ઉપરાંત મેડિકલ ઉપકરણ પણ દાન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 09:22:05

વિશ્વના 183 દેશ અત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં છે. પરંતુ વિજ્ઞાનીઓએ તેની હકારાત્મક અસર શોધી કાઢી છે. પ્રદૂષણ ઓછું થવાથી ચીનમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું સ્તર ઘણું ઓછું થયું છે. આકાશ સ્વચ્છ દેખાય છે. ઈટાલીના વેનિસની નહેરોનું પાણી પણ સ્વચ્છ થઈ ગયું છે. અમેરિકામાં પણ પ્રદૂષણનું સ્તર ઓછું થયું છે.

ચીનમાં ક્રૂડ ઓઈલ, કોલસાની ખપત 36% ઘટી, પ્રદૂષણ 25 % ઓછું થયું
કોરોનાના ચેપને રોકવા ચીનમાં ઔદ્યોગિક ગતિવિધિ હંગામી રીતે રોકી દેવાઈ છે. એક મહિનામાં ચીનમાં ક્રૂડ ઓઈલ અને કોલસાની ખપત 36 ટકા ઘટી છે. સાથે જ ચીનમાં ફેબ્રુઆરીમાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન 20 કરોડ ટન ઓછું થયું છે. જે ગયા વર્ષ કરતાં 25 ટકા ઓછું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્શલ બર્ક કહે છે કે ચીનમાં છેલ્લા 100 દિવસમાં કોરોના વાઈરસને કારણે લૉકડાઉન થવાથી 50થી 70 હજાર લોકો પ્રિમેચ્યોર મોતથી બચી ગયા છે.

આ બાજુ પહેલીવાર  મુંબઈનું આકાશ સ્વચ્છ દેખાયું
આ બાજુ ભારતમાં પણ પ્રદૂષણ ઓછું થયું છે. કોરોનાની સુરક્ષાને કારણે ઘણા લોકો ઘરોમાં કેદ છે. કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા છે. એ સ્થિતિમાં મુંબઈમાં આકાશ અને હવા સ્વચ્છ થવા માંડી છે. લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે 10 વર્ષમાં પહેલીવાર આકાશ સ્વચ્છ દેખાયંુ છે.

નાસાએ સેટેલાઈટ પિક્ચર દ્વારા પ્રદૂષણમાં ફરક બતાવ્યો
હાલમાં જ નાસાએ સેટેલાઈટ ઈમેજ ઈસ્યૂ કરી છે તેમાં દુનિયાના અગ્રણી શહેરોમાં વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન દર્શાવાયું છે. માર્ચ મહિનામાં તે નહોતું.

અમેરિકામાં ટ્રાફિક ઘટ્યો, કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન 10 ટકા ઘટ્યું
કોરોનાનો ચેપ ફેલાવાથી અમેરિકાના અનેક શહેરોમાં પણ ઔદ્યોગિક ગતિવિધિ ઓછી થઈ છે. કોલંબિયા યુનિવર્સિટીના એક સંશોધનમાં જણાયું છે કે માત્ર ન્યૂયોર્ક શહેરમાં ટ્રાફિક 25 ટકા ઘટ્યો છે. કાર્બન મોનોક્સાઈડ 50 ટકા અને કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન 10 ટકા જેટલું ઘટ્યું છે.

પ્રભાવિત દેશોમાં એર ક્વોલિટીમાં સુધારો 
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનમાં આવતા દેશોમાં એર ક્વોલિટી પહેલા કરતા સારી થઈ છે. જો કે, હાલ તો એ ન કહી શકાય કે આવનારા દિવસોમાં સંક્રમણ પર આની શું અસર પડશે. કોરોના વાઈરસ ચીનના વુહાનથી શરૂ થયો હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સેટેલાઈટ ઈમેજીસ બતાવે છે કે ફેબ્રુઆરીમાં વુહાનની હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ(NO2)નું પ્રમાણ વધારે હતું. આ જ કારણે વાહનો, કારખાના અને થર્મલ સ્ટેશનોના કારણે થતું પ્રદુષણ હતું. 

પાકિસ્તાનઃ અમે ગરીબ દેશ, રાહત આપી દો 
વડાપ્રધાન ઈમરાન ખાન બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ દેવામાં રાહતની માંગ કરી છે. ડોન ન્યૂઝસાથેની વાતચીતમાં કુરૈશીએ કહ્યું, ‘પાકિસ્તાન જેવા ગરીબ દેશ માટે કોરોના વાઈરસ સામે લડાઈ લડવી સરળ વાત નથી. દેશ પર વિદેશી દેવું વધારે છે. અમે ઈચ્છીએ છીએ કે દુનિયાના મોટા દેશો અને નાણાકીય સંસ્થા આ વખતે અમારી મદદ માટે આગળ આવશે. થોડી દેવા માફી કરવામાં આવે અન્ય કેસમાં રાહત આપવામાં આવેકુરૈશીએ શનિવારે જર્મની વિદેશ મંત્રી હેઈકો મેસ સાથે વાતચીત કરી હતી. શનિવાર સાંજ સુધી પાકિસ્તાનમાં સંક્રમણના કુલ 653 કેસ સામે આવ્યા હતા. 3 લોકોના મોત થઈ ગયા છે. 

અમેરિકાઃ ન્યૂયોર્ક જેલમાં 38 કેદી પોઝિટિવ 
CNN
ના જણાવ્યા પ્રમાણે, શનિવાર સાંજ સુધી ન્યૂયોર્ક જેલમાં કુલ 38 કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ અધિક્ષક જૈકલીન શરમને કહ્યું-38 દર્દી પોઝિટિવ મળી આવ્યા છે. 58 શંકાસ્પદ છે. રવિવાર સુધી આ લોકોનો પણ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવશે. જેલમાં જ ક્વૈરેન્ટાઈન ફેસિલિટી બનાવવામાં આવી છે. કેદીઓને આમા રાખવામાં આવશે.

 

સ્પેનઃ 24 કલાકમાં પાંચ હજાર નવા કેસ 

 સ્પેનમાં કોરોના વાઈરસને અટકાવવાના પ્રયાસમાં હજુ સુધી સફળતા મળી નથી. અહીંયા શનિવારે પાંચ હજાર નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ 25,496 લોકો રવિવારે સવાર સુધી સંક્રમિત થયા છે. 1,378 લોકોના મોત પણ થયા છે. સરકારે લોકડાઉ કર્યું છે. પરંતુ શનિવાર અને રવિવારના આંકડા જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકડાઉનથી કોઈ ફાયદો થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે હેલ્થ કમિટિની બેઠકમાં વધુ કડક ઉપાયોની જાહેરાત કરી શકાય છે. 

ઈટલીઃફુટબોલ સ્ટાર અને દીકરો પણ સંક્રમિત 
ઈટલીના પૂર્વ ફુટબોલ સ્ટાર પાઓલો માલ્દિની અને તેમના દીકરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના ક્લબ એસી મિલાને આ માહિતી આપી હતી. માલ્દિનીને દુનિયાના બેસ્ટ ડિફેન્ડરમાંથી એક માનવામાં આવે છે. 51 વર્ષના માલ્દિન બાલ એસી મિલાનના ટેકનીકલ ડાયરેક્ટર છે. આ સાથે ઈટલીમાં રવિવારે સવાર સુધી સંક્રમણના કુલ 53, 578 કેસ સામે આવી ચુક્યા હતા. 4,825 લોકોના મોત થઈ ચુક્યા છે.

અમેરિકાઃ ઉપ રાષ્ટ્રપતિનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ 
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ અને પત્ની કૈરેન પેન્સનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેમના પ્રવક્તાએ શનિવારે મોડી રાતે ટ્વીટર પર આ અંગેની માહિતી આપી હતી. પેન્સ અને કૈરેન દક્ષિણ કોરિયાના એક પ્રતિનિધિમંડળને પણ મળ્યા હતા. તેના થોડા સભ્યો પછીની પોઝિટિવ મળી આવ્યા હતા. આ  સાથે જ અમેરિકામાં રવિવારે સવાર સુધી સંક્રમણના કુલ 26,112 કેસ સામે આવ્યા હતા. 325 લોકોના મોત થઈ ચુક્યા છે. 

અમેરિકાઃ એપલ 20 લાખ માસ્ક દાન કરશે
એપલ કંપનીના સીઈઓ ટીમ કુકે શનિવારે રાતે કહ્યું કે, કોરોના વાઈરસના કેસ આપણા દેશમાં વધી રહ્યા છે. એપલને નિર્ણય કર્યો છે કે તે અમેરિકા અને યૂરોપમાં કુલ 20 લાખ માસ્ક દાન કરશે. બાદમાં કંપનીએ એક નિવેદન પણ આપ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, 20 લાખ માસ્ક ઉપરાંત તેઓ જરૂરી મેડિકલ ઈક્વીપમેન્ટ્સ પણ દાન કરશે. કંપનીએ ચીનમાં તેમના સ્ટોર બંધ કરી દીધા છે. તેને સંક્રમણ લડવા માટે 15 લાખ અમેરિકન ડોલર આપવાની પણ જાહેરાત કરી છે. 

 કુવૈતઃ હવે સરકાર કડક 
કુવૈત સરકારે થોડા દિવસ પહેલા લોકોને ઘરમાં રહેવા માટે કહ્યું હતું. જેની કોઈ ખાસ અસર નહોતી થઈ કારણ કે લોકોએ અવર જવર પર સરકારના આદેશનું પાલન નહોતું કર્યું. હવે વડાપ્રઝાન અનસ અલે સાહેલે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારેનો કડક પગલા લેવા માટે મજબૂર થવું પડશે. રવિવારે 11 કલાકના કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે જે પણ નાગરિક કર્ફ્યુનું ઉલ્લંઘન કરશે, તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post