• Home
  • News
  • 200 કરોડની ખંડણીનો કેસ:ED મની લોન્ડરિંગ કેસમાં જેકલિનને આરોપી બનાવશે, આજે ચાર્જશીટ રજૂ થશે, જેકલીન હવે દેશ બહાર નહીં જઈ શકે
post

સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:03:28

એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ બરાબરની ફસાઈ છે. ED યાને કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એક્ટ્રેસને આરોપી બનાવવાની તૈયારી કરી રહી છે. તપાસ એજન્સી આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા પણ જોવા મળી રહી છે. ઈડીએ એપ્રિલમાં અભિનેત્રીની સાત કરોડથી વધુ સંપત્તિ ટાંચમાં લીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDનું એવું માનવું છે કે જેકલિન શરૂઆતથી જ જાણતી હતી કે સુકેશ ચંદ્રશેખર એક છેતરપિંડી કરનારી વ્યક્તિ છે અને તે ખંડણીખોર છે. છતાં તેણે તેની સાથે પોતાના ઘનિષ્ઠ સંબંધો ચાલુ રાખ્યા અને જાણ્યે-અજાણ્યે તેના કૌભાંડોનો ભાગ બની.

આ કેસમાં જેકલિનની ધરપકડની પણ સંભાવના
ED
એ હાલમાં જ તેની ચાર્જશીટમાં જેકલિનને આરોપી બનાવી છે. અલબત્ત, હાલમાં આ કેસમાં તેની ધરપકડ થઈ શકે એમ નથી, કારણ કે ઈડીએ હજુ સુધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી નથી. કોર્ટમાં સુનાવણી બાદ તેની ધરપકડ થઈ શકે છે. જોકે તેમને હજુ સુધી દેશની બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી.

જો રિપોર્ટ્સનું માનીએ તો જેકલિન અને સુકેશ રિલેશનશિપમાં હતાં. બંનેની ઘણી અંગત તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. એ બાદ ઇડીએ જેકલિનની પૂછપરછ કરી અને બંનેની તસવીરો સાબિતી તરીકે રાખી હતી. બીજી બાજુ જેકલિને પોતાની અંગત તસવીરો શૅર ન કરવા હાથ જોડીને વિનંતિ પણ કરી હતી.

ડાયમંડ રિંગ આપીને કર્યું હતું પ્રપોઝ
ED
ની પૂછપરછ દરમિયાન જેકલિને ખુલાસો કર્યો હતો કે સુકેશ અને હું રિલેશનશિપમાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે મેં સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ગિફ્ટ્સ લીધી હતી, કારણ કે અમે રિલેશનશિપમાં હતાં. સુકેશે મને ડાયમંડની વીંટી આપીને પ્રપોઝ કર્યું હતું.

10 કરોડથી વધુની ગિફ્ટ આપી
ચાર્જશીટ પ્રમાણે, સુકેશે જેકલિનને 10 કરોડ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આ ઉપરાંત ગુચીની ત્રણ ડિઝાઇનર બેગ, ‘ગુચીનાં બે જિમ વેર, ‘લુઈ વિત્તોંનાં જૂતાં, બે જોડી હીરાનાં ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, ‘હેમિઝનાં બે બ્રેસલેટ અને એક મિનિ કૂપર કાર જેવી મોંઘીદાટ ગિફ્ટ્સનો સમાવેશ થાય છે. સુકેશે જેકલિન ફર્નાન્ડિઝનાં ભાઈ-બહેનને પણ પૈસા આપ્યા હતા. EDએ જેકલિનના નિકટના સાથીઓ તથા સ્ટાફની પૂછપરછ કરી હતી.

કોણ છે સુકેશ?
17 વર્ષની ઉંમરથી સુકેશ ચંદ્રશેખર અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. થોડા મહિના પહેલાં સુકેશે તિહાર જેલની અંદરથી એક મોટા બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી, જેમાં RBL બેંક (ધ રત્નાકર બેંક)ના અધિકારીઓ સહિત તિહાર જેલના કેટલાક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેના ચેન્નઇ સ્થિત બંગલામાં EDએ દરોડા પાડ્યા હતા. ED ઇસ્ટે કોસ્ટ રોડ પર આવેલા સુકેશના બંગલામાં દરોડા પાડ્યા ત્યારે મોટી માત્રામાં રોકડ રકમ તથા 15 લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે. આટલું જ નહીં, આ બંગલાની કિંમત કરોડોમાં હોવાનું અનુમાન છે. સુકેશની પત્ની લીનાની પણ EDએ પૂછપરછ કરી હતી. સુકેશની સ્પેશિયલ સેલે ખંડણી કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તે EOW (ઇકોનોમિક્સ અફેન્સ વિંગ)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે સુકેશ રાજકીય નેતા સિંબલના કેસનો આરોપી છે અને લાંબા સમયથી જેલમાં છે.

આ પહેલાં પોલીસસૂત્રોએ કહ્યું હતું કે હાઇ પ્રોફાઇલ ચીટર સુકેશ જેલમાં પણ મોટા મોટા બિઝનેસમેનના કોન્ટેક્ટમાં હતો અને ફોન કરીને સુપ્રીમ તથા હાઇકોર્ટમાં કેસનો ઉકેલ લાવવાનો દાવો કરીને પૈસા વસૂલ કરતો હતો. જેલમાં મોબાઈલ ફોન મળ્યા બાદ જેલતંત્ર સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ રડાર પર આવ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post