• Home
  • News
  • દેશમાં દરરોજ કેન્સરથી 2100 લોકોના મોત, WHOની આ નાની વાત માની લેશો તો નહીં થાય કેન્સર
post

ભારત દેશની વાત કરીએ તો કેન્સરના મામલે ટાઈમ બોમ્બ પર ઉભો છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-29 19:52:13

વર્તમાન સમયમાં દુનિયા ખૂબ ઝડપી વિકાસ કરી રહી છે, પરંતુ તેના કરતાં વધારે ઝડપી કેન્સરનો રોગ ફેલાઈ રહ્યો છે. WHOના કહેવા પ્રમાણે આશરે પોણા બે અબજ લોકો કેન્સરના રોગથી પીડાઈ રહ્યા છે, તેમાંથી દર વર્ષે લગભગ 96 લાખ લોકોના મોત થાય છે. 

ભારત દેશની વાત કરીએ તો કેન્સરના મામલે ટાઈમ બોમ્બ પર ઉભો છે. તેથી જો ભારતનો દરેક નાગરિક કેન્સર પ્રત્યે જાગૃત નહીં થાય તો આવનારા સમયમાં મોટી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે વર્તમાન સમયમાં જ ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે માત્ર એકલા ઉત્તર ભારતમાં જ દર વર્ષે 1 લાખથી વધુ લોકોના મોત કેન્સરના કારણે થાય છે. 2022ના આંકડા જોઈએ તો ભારતમાં રોજ સરેરાશ 2191 લોકોના મોત કેન્સરના કારણે થાય છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવા પ્રમાણે, તેમાંથી અડધાના મોત તો તેમની ખરાબ આદતો છોડાવીને હજુ પણ બચાવી શકાય તેમ છે. જો થોડી પણ જાગૃતિ લાવવામાં આવે તો તેમને આ ખરાબ આદતોથી છોડાવી શકાય તેમ છે. અને તેના માટે વધારે ત્યાગ અને કઠિન તપસ્યા કરવાની જરુર પણ નથી. બસ માત્ર મન મજબૂત કરવાની જરુર છે. આવો જાણીએ કે, આ નાની-નાની કઈ આદતો છોડવાથી કેન્સર સામે આપણો જીવ બચાવી શકાય છે. 

આ વસ્તુઓ તમને કેન્સરથી બચાવશે

1. તમાકુ

વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ તમાકુ છે, તમાકુ એટલી ખરાબ વસ્તુ છે કે, જો તમે તેના વિશે જાણો તો તમારો આત્મા કંપી ઉઠશે. તમાકુમાં 7 હજારથી વધારે કેમિકલ હોય છે. તેમાંથી 98 પ્રકારના કેમિકલ સીધા કેન્સર માટે જવાબદાર છે. દર વર્ષે 80 લાખથી વધુ લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. અને આટલું જાણ્યા પછી પણ લોકો તમાકુનું સેવન કરે છે. જેનું વળગણ તાત્કાલિક છોડવું પરિવાર અને સમાજ માટે લાભદાયક છે. 

2. આલ્કોહોલ

આલ્કોહોલના કારણે દર વર્ષે કેન્સરના 7. 40 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. આલ્કોહોલ 7 પ્રકારે કેન્સર માટે સીધો જવાબદાર ગણાય છે. તેનાથી ગળામાં, લીવર, ગુદામાર્ગ અને સ્તન કેન્સર થવાની શક્યતા રહે છે. દર 20માંથી 1 કેસ સ્તન કેન્સર માટે આલ્કોહોલ જવાબદાર ગણાય છે. તેથી આજે તમે દારૂ છોડી દો.

3. શારિરીક પ્રવૃતિ 

સ્થૂળ શરીરનું મુખ્ય કારણ શારીરિક આળસ છે. એટલે જે લોકો ફિઝિકલ એક્ટિવિટી નથી કરતાં તે લોકો વારંવાર બીમાર પડે છે. મોટાપા અને શારીરિક એક્ટિવિટી ન કરવાથી તે અનેક પ્રકારે કેન્સર માટે જવાબદાર છે. તેથી દરરોજ નાની-મોટી કસરત કરો, યોગ કરો, ધ્યાન કરો અને આનંદમાં રહો. શારીરિક પ્રવૃત્તિ તમને માત્ર કેન્સરથી જ નહીં, પરંતુ અન્ય ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ આપશે. 

4. સ્વસ્થ આહાર-

આજે બજારમાં મળતા ખોરાક અનેક પ્રકારના કેમિકલથી ભરપુર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. એટલા માટે બિનઆરોગ્યપ્રદ આહાર  લેવાનું ટાળો. તમે પ્રોસેસ્ડ ફૂડ, રેડ મીટ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પેકેજ્ડ ફૂડ, તળેલા ખાદ્યપદાર્થો વગેરે જેટલા ઓછું ખાશો તેટલા તમે કેન્સર સામે સુરક્ષિત રહેશો. એટલે એવી સલાહ આપવામાં આવે છે કે કુદરતી, ઘરે બનાવેલ ખોરાક લેવાનું રાખો. તમારા ખોરાકનો અડધો હિસ્સો પ્લાન્ટ આધારિત હોવો જોઈએ. આ સાથે લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ભવિષ્યમાં કેન્સર જેવા રોગ સામે રક્ષણ મળે છે. 

5. ચેપથી બચવા માટે વેક્સિન લો

કેટલાક ચેપી રોગોથી બચવા તેમજ કેન્સર જેવા જોખમ ટાળવા માટે વેક્સિન લેવી જરુરી છે. જેમ કે માનવ પેપિલોમાવાયરસ, હેપેટાઈટીસ વગેરે જેવા રોગોથી બચવા માટે રસી લેવી જોઈએ. 

6. રેડિએશનથી દુર રહો  

રેડિયેશનને કારણે કેન્સર થવાનું જોખમ રહેલું છે. એટલે શક્ય હોય ત્યાં સુધી રેડિયેશન આવતાં હોય ત્યાંથી દુર રહો. 

7. નિયમિત સ્તનપાન 

જે મહિલાઓ માં બને છે તેમણે તેમના બાળકોને નિયમિત રીતે તેમનું દૂધ પીવડાવવું જોઈએ. તેનાથી મહિલાઓમાં કેન્સરનું જોખમ બિલકુલ ઓછુ થઈ જાય છે. 

adv

Related News

post
post
post
post
post
post
post