• Home
  • News
  • મ્યાનમારમાં બ્રેક ફેઈલ થયા બાદ બસ સામેથી આવતી કાર સાથે ટકરાઈ, 22 લોકોના મોત
post

મ્યાનમારના કેરાન રાજ્યમાં શુક્રવારે સવારે એક યાત્રી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-04 14:14:02

યંગુનઃમ્યાનમારના કેરાન રાજ્યમાં શુક્રવારે સવારે એક યાત્રી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા હતા અને 10 જેટલાને ઈજા પહોંચી હતી. ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે સ્થાનિક સમય પ્રમાણે આ અકસ્માત સવારે 11 વાગે મ્યાવાડી ટાઉનશિપમાં મ્યાનમાર-થાઈલેન્ડ બોર્ડર પર થઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે બસની બ્રેક ફેઈલ થઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કારમાં સવાર તમામ 7 યાત્રીઓના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે યાત્રી બસમાં સવાર 15 લોકોના મોત થયા હતા. ટક્કર બાદ બસ એક ઊંડી ખાઈમાં પડી ગઈ હતી.

મ્યાનમાર સોશિયલ રેસ્ક્યુ ગ્રુપના વાઈસ ચેરમેન આંગ મ્યિંટે જણાવ્યું હતું કે બસ યંગુનથી થાઈલેન્ડ જઈ રહી હતી. બસની બ્રેક ફેઈલ થયા બાદ સામેથી આવી રહેલી કાર સાથે ટકરાઈ હતી. એવી પણ માહિતી મળી છે કે યાત્રીઓ નોકરીની શોધમાં થાઈલેન્ડ જઈ રહ્યા હતા.

મ્યાવાડી શહેરના મ્યાવાડી-કાવકારીક એશિયા માર્ગ પર આ દુર્ઘટના થઈ હતી. મ્યાનમાર માર્ગ સુરક્ષાના માપદંડમાં પાડોશી દેશોથી પાછળ છે. અહીં માર્ગ અકસ્માત સામાન્ય બાબત છે. પાડોશી રાજ્ય મોનમાં ગયા સપ્તાહે એક અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. બીજીબાજુ ઓક્ટોબરમાં બૌદ્ધ તહેવારમાંથી પાછા ફરતી વખતે 15 લોકોના મોત થયા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post