• Home
  • News
  • ભારતમાં કોરોનાથી થયેલા કુલ મોત પૈકીના 23% મુંબઈમાં, ડેથ રેટ 3.68%; અમેરિકાના 22% મોત ન્યુયોર્કમાં, ડેથ રેટ 6.41%
post

ન્યુયોર્ક કરતા મુંબઈમાં વસ્તી ગીચ છે, મુંબઈમાં દર એક કિમીમાં 33 હજારથી વધુ લોકો રહે છે, જ્યારે ન્યુયોર્કની વસ્તી 85 લાખની આસપાસ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 12:10:11

મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોનાથી સૌથી ખરાબ રીત પ્રભાવિત છે. માત્ર મુંબઈમાં 13 જૂન સુધીમાં કોરોનાના 55 હજાર 451 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 1 લાખને વટાવી ગયો છે. મહારાષ્ટ્રમાં 3 હજાર 717 મોત થઈ ચૂક્યા છે, જેમાં 55 ટકા એટલે કે 2 હજાર 44 મોત માત્ર મુંબઈમાં જ થયા છે.

દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 8 હજાર 993 થઈ છે. તેમાંથી 17 ટકા મામલાઓ માત્ર મુંબઈમાં જ છે. જેટલા કેસ છે એટલા જ મોત મુંબઈમાં થયા છે. મુંબઈમાં જેટલા મોત અને કેસ છે એટલા તો દેશના 30 રાજ્યોમાં પણ નથી. દેશમાં 13 જૂન સુધીમાં 8 હજાર 884 મોત થયા છે, તેમાંથી 23 ટકા મોત માત્ર મુંબઈમાં જ થયા છે.

આ બધા કારણોને કારણે એક સવાલ વારંવાર થઈ રહ્યો છે કે શું મુંબઈની સ્થિતિ અમેરિકાના ન્યુયોર્ક જેવી થઈ રહી છે. ન્યુયોર્કમાં 3 લાખ 81 હજાર 714 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે અને 24 હજાર 495 લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાથી જેટલા લોકોના મોત થયા છે, તેમાંથી 22 ટકા મોત ન્યુયોર્કમાં થયા છે. અમેરિકામાં કોરાનાથી મરનારાઓનો આંકડો 1 લાખ 13 હજાર 914 છે.

1) વસ્તી ગીચતાઃ ન્યુયોર્કથી વધુ ગીચ છે મુંબઈ
મુંબઈ વિશ્વનું સોથી ગીચ વસ્તી ધરાવતું શહેર છે. અહીં લગભગ 2 કરોડની વસ્તી 600 સ્કેવર કિમીમાં રહે છે. અહીં દર એક કિમીના વિસ્તારમાં 33 હજારથી વધુ લોકો રહે છે. જ્યારે ન્યુયોર્કની વસ્તી 85 લાખની આસપાસ છે અને અહીં દર એક કિમીના વિસ્તારમાં 10 હજારથી વધુ લોકો રહે છે.

2) કેસની ઝડપઃ ન્યુયોર્કમાં કેસ ઘટ્યા, મુંબઈમાં વધ્યા
કોરોનાવાઈરસના કેસ ન્યુયોર્કમાં તો ઘટવાના શરૂ થયા છે પરંતુ મુંબઈમાં સતત વધી રહ્યાં છે. એક સમય એવા હતો કે જ્યારે ન્યુયોર્કમાં રોજના 8 હજારથી 11 હજારની વચ્ચે નવા કેસો પ્રકાશમાં આવી રહ્યાં હતા.

ન્યુયોર્કના હેલ્થ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર 11 જૂન સુધીના આંકડાઓ ઉપલબ્ધ છે. તેના જણાવ્યા મુજબ છેલ્લા 14 દિવસથી અહીં રોજના 1500થી ઓછા નવા મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે.

જ્યારે મુંબઈમાં 17 મેથી રોજના હજારથી વધુ નવા મામલાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. 17 મેથી 11 જૂનની વચ્ચે મુંબઈમાં 35 હજાર 263 મામલાઓ આવ્યા છે. એટલે કે મુંબઈમાં અત્યાર સુધીમાં જેટલા સંક્રમિત મળ્યા છે, તેમાંથી 65 ટકાથી વધુ દર્દીઓ 17 મે બાદ આવ્યા છે.

 

3) ટેસ્ટિંગઃ જેટલા ટેસ્ટ ન્યુયોર્કમાં થયા, તેના 10 ટકા પણ મુંબઈમાં થયા નથી
ન્યુયોર્કમાં 11 જૂન સુધીમાં 28 લાખ 1 હજાર 400 લોકોના ટેસ્ટ થયા છે. જ્યારે 12 જૂન સુધીમાં મુંબઈમાં 2 લાખ 47 હજાર 696 લોકોના કોરોનાના ટેસ્ટ થયા છે. એટલે કે જેટલા ટેસ્ટ ન્યુયોર્કમાં થયા છે, તેની સરખામણીમાં મુંબઈમાં માત્ર 8.84 ટકા જ ટેસ્ટ થયા છે.

એટલું જ નહિ ન્યુયોર્કની સરખામણીમાં મુંબઈનો પોઝિટિવ રેટ પણ વધુ છે. ન્યુયોર્કનો પોઝિટિવ રેટ 13.6 ટકા અને મુંબઈનો 21.79 ટકા છે.

આ સિવાય 12 જૂન સુધીમાં મુંબઈમાં 10 લાખની વસ્તીએ 19 હજાર 42 લોકોનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ન્યુયોર્કમાં આ આંકડો 1 લાખ 44 હજાર 14નો છે.

 

4) મોતઃ મુંબઈમાં 77 ટકા અને ન્યુયોર્કમાં 95 ટકા મોત 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓના થાય છે
ઘણા સ્ટડીમાં એ વાત પ્રકાશમાં આવી છે કે કોરોનાવાઈરસથી સૌથી વધુ ભય 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને છે. આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરે છે.

મુંબઈમાં 12 જૂન સુધીમાં 2 હજાર 42 લોકોના મોત થયા છે. જેમાંથી 77 ટકા એટલે કે 1 હજાર 588 લોકોની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધુ હતી. આ રીતે ન્યુયોર્કમાં 24 હજાર 495 મોતોમાંથી 23 હજાર 216 મોત 50 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓના થયા છે. તે કુલ મોતના 95 ટકા છે.

 

5) હોસ્પિટલઃ મુંબઈમાં 17,847 બેડ, તેમાંથી હવે 26 ટકા જ ખાલી
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓની સારવાર માટે હેલ્થ ફેસિલિટીને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. પ્રથમ કેટેગરીમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ છે, જ્યાં ગંભીર દર્દીઓની સારવાર થશે. બીજી કેટેગરીમાં કોવિડ હેલ્થ સેન્ટર છે, જ્યાં ઓછા ગંભીર દર્દીઓને દાખલ કરવામાં આવશે. ત્રીજી કેટેગરીમાં કોવિડ કેર સેન્ટર છે, જ્યાં લક્ષણ વગરના કે ઓછા લક્ષણવાળા દર્દીઓને રાખવામાં આવશે.

બીએમસીના આંકડાઓ મુજબ 12 જૂન સુધીમાં ત્રણ કેટેગરીમાં 17 હજાર 848 બેડ છે, જેમાંથી 13 હજાર 256 એટલે કે 76 બેડ પર દર્દીઓ છે. તેમાંથી 1 હજાર 197 આઈસીયુ બેડ પણ છે, જેમાંથી હવે માત્ર 20 બેડ જ ખાલી છે.

જ્યારે 5 હજાર 325 ઓક્સિજન બેડમાંથી 4 હજાર 80 અને 538 વેન્ટીલેટરમાંથી 515 બેડ પર હાલ દર્દીઓ છે.

 

બંન જગ્યાએ સંક્રમણ શાં માટે ફેલાયું, તેના 3 કારણ
પ્રથમ કારણઃ મુંબઈ અને ન્યુયોર્ક બંને ગીચ વસ્તીવાળા શહેર છે. મુંબઈમાં દર એક કિમીમાં 33 હજાર અને ન્યુયોર્કમાં 10 હજારથી વધુ લોકો રહે છે.
બીજું કારણઃ મુંબઈમાં લોકલ ટ્રેન અને ન્યુયોર્કમાં મેટ્રો ટ્રેન જ અહીંના લોકોની પ્રથમ પસંદગી છે. ન્યુયોર્ક અને મુંબઈમાં દરેક દિવસે લાખો લોકો તેનાથી મુસાફરી કરે છે. બંને જગ્યાએ મામલાઓ વધ્યા બાદ પણ લોકો તેમાં મુસાફરી કરતા રહ્યાં.
ત્રીજું કારણઃ મુંબઈ અને ન્યુયોર્ક બંને પોતપાતાના દેશોની આર્થિક રાજધાની છે. તેના કારણે આ બંને શહેરોમાં લોકોની વિદેશોમાં અવર-જવર ચાલુ રહે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ માર્ચ-એપ્રિલમાં મુંબઈ એરપોર્ટ પર 4.79 લાખ આંતરરાષ્ટ્રીય અને 16.71 લાખ ઘરેલું મુસાફરોની અવર-જવર રહી હતી. ન્યુયોર્કમાં દર વર્ષે 6 કરોડથી વધુ પર્યટકો આવે છે. ન્યુયોર્કમાં સૌથી વધુ ચીનના નાગરિકો પણ રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post