• Home
  • News
  • બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 35 લોકોનાં મોત
post

પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક આતંકવાદી હુમલામાં 35 લોકોનાં મોત થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-25 10:27:15

અરબિંદાઃ પશ્ચિમ આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક આતંકવાદી હુમલામાં 35 લોકોનાં મોત થયા છે. સુરક્ષાકર્મીઓએ 80 જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ છે. દેશના રાષ્ટ્રપતિ રોચ માર્ક કાબોરે આ હુમલા અંગે જાણકારી આપતા જણાવ્યું છેકે, આતંકી હુમલા બાદ સુરક્ષાકર્મીઓ સાથે થયેલી અથડામણમાં અંદાજે 80 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ આ આતંકી હુમલાની જાણકારી ટ્વિટર પર આપી છે. હુમલામાં મૃતકોમાં સૌથી વધારે મહિલાઓ છે. બુર્કિના ફાસોની સેનાએ કહ્યું કે, અરબિંદા શહેરમાં વહેલી સવારે થયેલા આ આતંકી હુમલામાં 7 જવાનો શહીદ થયા છે. હુમલામાં અનેક નાગરીકો અને 80 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી આપવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં બુર્કિના ફાસોમાં આ સૌથી મોટો આતંકી હુમલો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post