• Home
  • News
  • પહેલા દિવસે 532 ફ્લાઈટથી 39,231 યાત્રીએ મુસાફરી કરી, રાજ્યોમાં પ્રતિબંધ હોવાથી 630 કેન્સલ થઈ
post

મહારાષ્ટ્રએ ઘરેલુ ઉડાનો માટે SOP જારી કરી, યાત્રીની સ્ટેપિંગ થશે અને 14 દિવસ ક્વોરન્ટીન જરૂર બનશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 09:11:21

નવી દિલ્હી: દેશમાં 62 દિવસ બાદ ઘરેલુ ઉડાન સોમવારથી શરૂ થઈ ગયું. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 4 વાગે 45 મિનિટે પુણે માટે પહેલી ફ્લાઈટ રવાના થઈ અને તે 7:30 વાગે પુણે પહોંચી. તેમા સવારે યાત્રીઓએ કહ્યું અમે યાત્રા માટે અગાઉ નર્વસ હતા, પણ તમામ યાત્રીઓએ સાવધાની રાખી છે. ફ્લાઈટમાં ઓછા લોકો હતા.નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સોમવારે 532 ફ્લાઈટ્સથી 39 હજાર 231 યાત્રી ઉડાન ભરી. તેમણે કહ્યું કે ભારતીય આકાશમાં રોમાંચ પાછો આવ્યો છે.આંધ્ર પ્રદેશ કાલથી અને બંગાળમાં 28 મેથી ઉડાન સેવા શરૂ થશે. ત્યારબાદ ઉડાન અને યાત્રીઓની સંખ્યામાં વધારો થશે.


મહારાષ્ટ્રએ યાત્રીઓ માટે નવી SOP જારી કરી
મહારાષ્ટ્રએ ઘરેલુ ઉડાનના યાત્રીઓ માટે નવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)જારી કરી. તે હેઠળ તમામ યાત્રીઓ પર સિક્કો લગાવવામાં આવશે. તેમને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું પડશે. એવા યાત્રીઓને છૂટ આપવામાં આવશે કે જે થોડા સમય માટે મુંબઈ આવી રહ્યા છે. તેમણે પોતાની યાત્રા સાથે જોડાયેલા માહિતી આપવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના અને લોકડાઉનને લીધે સરકારે 25 માર્ચથી ઘરેલુ યાત્રી ઉડાનોને રદ્દ કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ઉડાનો 22 માર્ચથી બંધ છે. આ દરમિયાન માલવાહક ઉડાનો અને ખાસ ફ્લાઈટની કામગીરી જારી રહી હતી.

પેસેન્જર ખુશ જોવા મળ્યા, ફ્લાઈટ એટેડેન્ટે કહ્યું- થોડા ચિંતિત છીએ
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારથી યાત્રી ખુશ દેખાતા હતા. દિલ્હી-પુણે પ્લેનની ફ્લાઈટ એટેન્ડેન્ડ અમનદીપ કૌરે કહ્યું-અમે પહેલી વખત કામ પર આવી રહ્યા હોવાથી ચિંતિત છીએ. અમે એરલાઈનથી પહેરવા માટે PPE કિટ મળે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post