• Home
  • News
  • UKની 100 કંપનીઓમાં 4 ડે વર્કિંગ:દર અઠવાડિયે સૌથી વધુ કામ ગામ્બિયામાં, ભારતમાં બીજા નંબરે
post

એક્સેટરમાં એક નાની કન્સ્ટ્રકશન રિક્રૂટમેન્ટ કંપની ગર્લિંગ જોન્સે જાન્યુઆરીમાં 4 ડે વીકની શરૂઆત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:50:56

યુનાઇટેડ કિંગડમ (UK)માં 100 કંપનીઓએ વગર સેલરી ઘટાડે બધા એમ્પ્લોઇઝ માટે સ્થાયી 4 ડે વર્કિંગ શરૂ ક્યું છે. તેમાં કુલ 2,600 કર્મચારી છે. કંપનીઓને આશા છે કે આ પગલાથી દેશમાં મોટા ફેરફાર આવશે. આનાથી પ્રોડક્ટિવિટીમાં સુધારો થશે.

ઓછા કલાકોમાં પણ વધુ કામ કરી શકશે. આ પોલિસીને પહેલા અપનાવનારી કંપનીઓએ તેને ઘણી સારી બતાવી છે. તેમનું કહેવું છે કે આનાથી કર્મચારીઓ ખુશ રહેશે. લાંબા સમય સુધી કંપની સાથે જોડાયેલા રહે છે. નોકરીમાં જોડાવવા ઇચ્છે છે.

આમાં બે મોટી કંપનીઓ સામેલ
4
ડે વર્કિંગને અપનાવાવાળી 100 કંપનીઓમાં બે સૌથી મોટી ફર્મ એટમ બેંક અને ગ્લોબલ માર્કેટિંગ કંપની એવિન છે. આમાંથી દરેકના 450 કર્મચારી છે. એવિનના ચીફ એક્ઝિક્યુટિવ એડમ રોસે આને ઇતિહાસના કેટલાંક ટ્રાન્સફોર્મેટિવ ઇનિશિયેટિવમાંથી એક બતાવ્યું.

માઇક્રોસોફ્ટે પણ 2019માં શરૂ કર્યું હતું 4 ડે વર્કિંગ
માઇક્રોસોફ્ટે પણ 2019માં તેની જાપાન ઓફિસમાં પ્રયોગ કરીને સપ્તાહમાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજા શરૂ કર્યું હતું. કંપનીએ કહ્યું કે આનાથી પ્રોડક્ટિવિટી વધી અને કર્મચારીઓની રજા લેવાની બાબતમાં 25% ઘટાડો થયો.

વીજળી વપરાશમાં પણ 23%ની કમી આવી અને 92% કર્મચારીઓએ કહ્યું કે તેમને અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાથી બહુ મજા આવે છે. ત્યાં ફ્રાન્સની કેટલીક કંપનીઓ પણ આને અપનાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની કંપની પરપેચ્યુઅલ ગાર્ડિયને પણ સપ્તાહમાં ચાર દિવસ કામનો પ્રયોગ કર્યો હતો.

છ મહિના પહેલાં UKમાં શરૂ થયો હતો પાઇલટ પ્રોજેક્ટ
આશરે છ મહિના પહેલાં બ્રિટનમાં ફોર ડે વર્કિંગની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. કામ કરવાની પદ્ધતિમાં ચેન્જિસને લઇને દુનિયાનો સૌથી મોટો પાઇલટ પ્રોજેક્ય હતો. આ પ્રોજેક્ટમાં લગભગ 70 કંપનીઓ સામેલ થઇ હતી. ટ્રાયલ દરમિયાન એમ્પ્લોઇઝે ભલે 4 દિવસ કામ કર્યું હોય, પરંતુ તેમને સેલરી પૂરી આપવામાં આવી. આ ટ્રાયલનો હેતુ એમ્પ્લોઇઝને વધુ પ્રોડક્ટિવ બનાવવાનો હતો.

આ એક્સપેરિમેન્ટથી ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્કોલરની સાથે જ અમેરિકામાં બોસ્ટન કોલેજના એક્સપર્ટ થિંક ટેંક ઓટોનોમીની સાથે પાર્ટનરશિપમાં મેનેજ કર્યું. સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીઝથી લઇને લોકલ શોપ આમાં સામેલ થઇ. આ પ્રોજેક્ટના ચીફ રિસર્ચર અને બોસ્ટન કોલેજમાં ઇકોનોમિસ્ટ અને સોશિયોલોજિસ્ટ જૂલિયટ શોરે આ ટ્રાયલને ઐતિહાસિક બતાવી હતી.

જૂની પદ્ધતિથી જોડાઇ રહેવાનો કોઇ મતલબ નથી
જૂલિયટે કહ્યું હતું કે, 5 ડે વીકની સાથે સમસ્યા એ છે કે કોઇ ઉપલબ્ધ સમયના હિસાબે કામને એક્સપાન્ડ કરી શકાય છે. સદીઓ જૂની આ ટાઇમ-બેસ્ડ સિસ્ટમ સાથે જોડાઇ રહેવાનો કોઇ મતલબ નથી. તેમણે કહ્યું હતું, તમે કોઇ વર્કપ્લેસમાં 80% ટાઇમમાં 100% પ્રોડક્ટિવિટી કરી શકો છો, અને દુનિયાભરમાં આને અપનાવાવાળી કંપનીઓએ એ દેખાડ્યું છે. જોકે રિસર્ચરે એ પણ માન્યું છે કે આ આઇડિયા હેલ્થ કેર જેવા ધંધા માટે શક્ય નથી.

4 ડે વીક પછી પ્રોડક્ટિવિટીમાં ફાયદો
એક્સેટરમાં એક નાની કન્સ્ટ્રકશન રિક્રૂટમેન્ટ કંપની ગર્લિંગ જોન્સે જાન્યુઆરીમાં 4 ડે વીકની શરૂઆત કરી હતી. આ ફર્મ આ પાઇલટ પ્રોજેક્ટમાં પણ સામેલ થઇ હતી. કંપનીના ફાઉન્ડર સાઇમન ગર્લિંગે કહ્યું હતું કે 4 ડે વીક પછી પ્રોડક્ટિવિટીમાં ફાયદો થયો છે, જેનાથી પ્રોફિટ પણ વધ્યો છે. તેમણે કહ્યું હતું, 'અમારા બધા ઇનપુટ-કોલ, મિટિંગ, ઇન્ટરવ્યૂ ઉપર છે... ઘણી સરળતાથી દરેક ઓછા સમયમાં વધુ કામ કરી રહ્યો છે.'

4 ડે વીકથી કર્મચારીઓ ઘણા ખુશ
4
ડે વીકથી એમ્પ્લોઇઢ પણ ખુશ છે. કંપનીના એક એમ્પ્લોઇ એલન એન્ડ્રિયાસને કહ્યું હતું કે તે પોતાના ઓફનો ઉપયોગ આરામ કરવા માટે કરે છે. તેમણે કહ્યું હતું કે, 'હું નિશ્ચિત રૂપે વધુ મોટિવેટેડ છું. આનાથી મારી ઊંઘમાં પણ વધિ સુધારો જોવા આવ્યો છે.'

તેના કલીગ કોકરીલે કહ્યું કે તે પોતાની દીકરીની સાથે વધુ સમય વિતાવી શકે છે. તેનાથી તેને નર્સરીની ફી પર પૈસા બચાવવામાં મદદ મળી રહી છે.

ભારત કર્મચારીઓ પાસેથી વધુ કામ લેવાના મામલામાં આગળ
એવું જોવામાં આવે કે સૌથી વધુ કામ ક્યાં કરાવવામાં આવે છે તો ભારત આમાં બીજા સ્થાને છે. આપણે ત્યાં 1 સપ્તાહમાં કર્મચારી પાસે અંદાજે 50 કલાક કરાવવામાં આવે છે. કામ કરાવના મામલામાં ગામ્બિયા ટોપ પર છે, અહીં 1 સપ્તાહમાં 51 કલાક કામ કરાવવામાં આવે છે. જો પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીએ તો અહીં અંદાજે 47 કલાક છે.

ભારતમાં પણ 4 ડે વર્કિંગ પર વાત
ભારતમાં લાંબા સમયથી 4 ડે વર્કિંગને લઇને વાત ચાલી રહી છે. સરકાર કંપનાઓને ફ્લેક્સિબિલિટીની સાથે વીકમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની યોજનાને મંજૂરી આપી શકે છે. જોકે આના માટે લાંબી શિફ્ટમાં કામ કરવું પડી શકે છે. 12 કલાકની શિફ્ટવાળાને વીકમાં 4 દિવસ કામ. આવી રીતે 10 કલાકની શિફ્ટવાળાને 5 દિવસ અને 8 કલાકની શિફ્ટવાળાને વીકમાં 6 દિવસ કરવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post