• Home
  • News
  • મોરબીના માળીયા ફાટક પાસે ગમખ્વાર અકસ્માત, અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બે સગાભાઈ સહિત 4ના મોત
post

પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 12:32:00

મોરબી નજીક માળીયા ફાટક ચોકડી પાસે આજે સવારના ચારેક વાગ્યાના અરસામાં પાંચ સવારી બાઇકને અજાણ્યા વાહને અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે મળતી માહિતી મુજબ રાજસ્થાનથી રોજગારી માટે મોરબીમાં ચારેય યુવાનો આવેલ હતા અને આજે વહેલી સવારે પીપળી રોડ ઉપરથી એક યુવાન બાઇક લઈને લેવા માટે આવ્યો હતો ત્યારે તેના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા ચાર યુવાનોના મોત નિપજ્યા છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન પકડવા માટે અને ફરિયાદ લેવા માટે તેને તજવીજ હાથ ધરી છે.

આ ગોઝારા બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં મોરબી માળિયા ફાટક ચોકડી પાસેથી એક જ બાઈકમાં પાંચ સવારીમાં યુવાનો પસાર થઈ રહેલા હતા ત્યારે આ યુવાનોના બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધૂ હતું જેથી કરીને પાંચ પૈકીના ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને અન્ય એક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી હાલમાં તેને મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી માળિયા ફાટક ચોકડી પાસે આજે સવારે જ્યારે એક જ બાઇક લઈને પાંચ યુવાનો જતા હતા ત્યારે તેના બાઇકને અજાણ્યા વાહન દ્વારા હડફેટ લેવામાં આવ્યું હતું તેથી કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જેમાં બે સગા ભાઈ શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉંમર 19), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉંમર 18), તેજારામ વક્તરામ ગામેતી (ઉંમર 17), અને શિવાજી પ્રતાપભાઇ ગામેતીનો સાળો જેની (ઉંમર 19) આમ કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ, મૃતક ચારેય રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઘોઘુંદા તાલુકાના મૌખી ગામના રહેવાસી છે અને ત્યથી રોજગારી મેળવવા માટે આજે સવારે જ રાજસ્થાનથી આવેલ એસટીની બસમાં મોરબી આવ્યા હતા અને તેને લેવા માટે મોરબીના પીપળી રોડ ઉપર આવેલ યમુના હોટલમાં કામ કરતો દિનેશ નામનો વ્યક્તિ આવ્યો હતો જેને ઇજા થઈ હોવાથી તેને પ્રથમ મોરબીમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યથી હાલમાં તેને મોરબીની ખાનગી આયુષ હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસે હાલમાં અકસ્માતના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તેમજ અકસ્માત સર્જીને નાશી ગયેલા વાહન ચાલકને શોધવ માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતનો ભોગ બનનાર મૃતકો

નામ

ઉંમર

શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી

19

સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી

18

તેજારામ વખતારામ ગામેતી

17

મનાલાલ ઉમેંદજી કળાવા

19

 

adv

Related News

post
post
post
post
post
post
post