• Home
  • News
  • લૉકડાઉન ખુલ્યા બાદ 46% લોકો ભીડમાં નહીં જાય, 51%ને હેલ્થકેર સુધરવાની આશા
post

10માંથી 4 લોકોને આશા છે કે કોરોના સંકટ પછી વર્ક ફ્રોમ હોમનું ચલણ વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 09:49:39

વોશિંગ્ટન. કોરોના સંકટને કારણે લૉકડાઉન હોવાથી દુનિયામાં આશરે 400 કરોડ લોકો પોતાનાં ઘરોમાં કેદ છે. અત્યાર સુધી કોરોનાના 31 લાખથી વધુ દર્દી સામે આવ્યા અને બે લાખથી વધુ દર્દી મૃત્યુ પામ્યા હોવા છતાં તેની કોઈ વેક્સિન કે સારવાર મળી શકી નથી. એવામાં લૉકડાઉન ક્યારે અને કેવી રીતે ખૂલશે તે અંગે અનેક આશંકાઓ છે.

એવામાં ગ્લોબલ ડેટા એજન્સી સ્ટેટિસ્ટાએ કોવિડ-19 બેરોમીટર જાહેર કર્યું છે. તેના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે કોરોના સંકટ પછી આપણા જીવન પર શું અસર થશે? રોજિંદા જીવનમાં કયાં કયાં પરિવર્તન આવશે? તેમાં 49 ટકા લોકોએ કહ્યું કે તે ભીડવાળી જગ્યાઓ પણ નહીં જાય, જોકે 51 ટકાએ સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટ મુજબ આ બેરોમીટર અમેરિકાને ધ્યાનમાં રાખી બનાવાયું છે પણ તેને વૈશ્વિક સ્તરે લાગુ કરી શકાય છે. 
10
માંથી 6એ કહ્યું કે આગામી કોઈ સંકટનો સામનો કરવા દુનિયાની તૈયારી શ્રેષ્ઠ હશે 

કોરોના પછી શું થશે

બેરોમીટર સ્કોર

દુનિયાની તૈયારીઓ સારી હશે

60.1%

હેલ્થકેરમાં સુધારો    

51.4%

ભીડવાળી જગ્યાએ નહીં જાય

46.2%

માસ્ક વિના બહાર નહીં જાય

44.9%

વર્ક ફ્રોમ હોમ વધશે

39%

નાના કર્મચારીઓની સ્થિતિ સુધરશે

37.3%

વેલફેર સિસ્ટમ શ્રેષ્ઠ બનશે

36.5%

કર્ફ્યૂની સ્થિતિ બનતી રહેશે

9.6%

બધું પહેલાંની જેમ થઇ જશે

9.4%

સરકાર લોકોનું નિરીક્ષણ કરશે

6.8%

 

adv

Related News

post
post
post
post
post
post
post