• Home
  • News
  • ચૂરુમાં 49.6 ડિગ્રી અને શ્રીગંગાનગરમાં 48.9 ડિગ્રી તાપમાન, બન્ને શહેર વિશ્વના સૌથી વધુ ગરમ 5 શહેરોમાં સામેલ
post

હવામાન વિભાગને અનુમાન છે કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં 28 મે બાદથી સતત ગરમીની અસર ઓછી થવાની શરૂઆત થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:05:46

નવી દિલ્હી: દેશમાં અસહ્ય ગરમીનો દોર જારી છે. રાજસ્થાનનું ચૂરુ બુધવારે સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. 49.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 48.9 ડિગ્રી તાપમાન રહ્યું. આ બન્ને શહેર વિશ્વના 5 સૌથી ગરમ શહેરમાં સામેલ છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ગુરુવારે અને મધ્ય ભારતના વિસ્તારોમાં શુક્રવારે ગરમીમાં રાહત મળશે.

વિશ્વના સૌથી ગરમ પાંચ શહેરોમાં ભારતના 2 શહેરનો સમાવેશ

શહેર

દેશ

મહત્તમ તાપમાન

નવાબશાહ

પાકિસ્તાન

50.6

જેકોબાબાદ

પાકિસ્તાન

50

ચૂરુ

ભારત

49.6

પડીદન

પાકિસ્તાન

49

શ્રીગંગાનગર

ભારત

48.9

(આંકડા worldweathertoday અને eldoradoweather પ્રમાણે)


હવામાન વિભાગે કહ્યું- આવતીકાલથી રાહત મળવાની આશા
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં 28 મે બાદથી ગરમીની અસર ઓછી થવાની શરૂઆત થશે. મધ્ય ભારતના વિસ્તારોમાં 29 મેથી તાપમાન થોડુ ઓછું થશે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક નરેશ કુમારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હિમાલયના વિસ્તારોમાં પરિવર્તનને લીધે આ રાહત મળશે. મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

રાજસ્થાનના ચૂરુમાં સતત બીજા દિવસે દેશમાં સૌથી વધારે ગરમી
ચૂરુમાં મંગળવારે તાપમાન 50 ડિગ્રી રહ્યું હતું. બુધવારે અહીં તાપમાન મામુલી ઘટી 49.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.બીજી બાજુ શ્રીગંગાનગરમાં બુધવારે 48.9 ડિગ્રી, બીકાનેરમાં 48 ડિગ્રી અને કોટામાં 47.2 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં લૂ ની સ્થિતિ યથાવત રહી શકે છે.


મહારાષ્ટ્રમાં ચંદ્રપુર સૌથી વધુ ગરમ, પારો 46 ડિગ્રીને થયો
મહારાષ્ટ્રમાં બુધવારે સૌથી વધારે 46.4 ડિગ્રી તાપમાન ચંદ્રપુર જીલ્લામાં નોંધાયું. ચંદ્રપુર બાદ નાગપુર સૌથી વધારે ગરમ રહ્યું.અહીં તાપમાન 46 ડિગ્રી તાપમાન રહ્યું.

 

adv

Related News

post
post
post
post
post
post
post