• Home
  • News
  • ઝારખંડ:ધોરણ-5માં અભ્યાસ કરતી છોકરી પર 5 છોકરાએ આખી રાત ગેંગરેપ કર્યો, માતા-પિતાને ખબર પડી તો તેમણે 2 આરોપી પર હુમલો કર્યો; હાથ-પગ કાપવાની કોશિશ કરી
post

ગુમલામાં શનિવારની મોડી રાતની ઘટના, સોમવારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:58:00

ઝારખંડના ગુમલામાં ધોરણ 5ની છોકરી સાથે 5 છોકરાએ આખી રાત ગેંગરેપ કર્યો. આરોપી છોકરીને ઘરેથી બંધક બનાવીને લઈ ગયો હતો. ઘટના શનિવારની મોડી રાતની છે. રવિવારે મામલાને દબાવવાની કોશિશ કરવામાં આવી છે. ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પીડિતાનાં માતા-પિતાએ બે આરોપીઓ પર જીવલેણ હુમલો કર્યો. બંને આરોપીઓના હાથ અને પગ કાપવાની કોશિશ કરવામાં આવી. બંને ઘાયલ આરોપીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી લીધી છે.

પીડિતા અને આરોપી અલગ અલગ સમુદાયના છે. ઘટનાની જાણ થતાં બંને સમુદાયો વચ્ચે તણાવનો માહોલ ઊભો થયો છે. ઘટનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને પીડિતાના ગામમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, ઘટનાની જાણ થતાં તેમણે બે આરોપીને પકડી લીધા છે અને તેમના પર જીવલેણ હુમલો કર્યો છે. પીડિતાનાં માતા-પિતાએ ધારદાર હથિયારથી બંને આરોપીઓના હાથ-પગ પર હુમલો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post