• Home
  • News
  • મારિયુપોલમાં અત્યાર સુધીમાં 5000 લોકોનાં મોત; બાઇડન નહીં માગે પુતિન અંગેના નિવેદન માટે માફી
post

યુક્રેન પર ફરી સાયબર એટેક, વિશાળ યુક્રેનિયન ટેલિકોમ પ્રોવાઈડર કંપની બની નિશાન

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-29 11:17:47

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 34મા દિવસે પણ ચાલી રહ્યું છે. રશિયન સેના સતત યુક્રેનના શહેરોમાં મિસાઈલોથી એટેક કરી રહી છે. રહેણાંક વિસ્તારોને નિશાન બનાવાઈ રહ્યા છે. મારિયુપોલ શહેરમાં સૌથી વધુ તબાહી જોવા મળી છે. આ શહેર 90% ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યું છે. મારિયુપોલના મેયરે કહ્યું-હુમલા પછી અત્યાર સુધી લગભગ 5000 લોકો માર્યા ગયા છે. શહેરમાં હજુ પણ 1.6 લાખ ફસાયેલા છે. રશિયન સેનાએ શહેરથી બહાર નીકળવાના તમામ માર્ગો પર કબજો કર્યો છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ પુતિનને સત્તામાંથી હટાવવાના તેમના નિવેદન માટે માફી નહીં માગે. જો કે બાઈડેને કહ્યું-હું નીતિ પરિવર્તનની વાત કરી રહ્યો છું. મેં જે અનુભવ્યું, એ કહ્યું અને હું તેના માટે માફી માગીશ નહીં.

યુક્રેન પર સાયબર એટેક
રશિયા-યુક્રેન યુદ્ધને એક મહિનાથી વધુ સમય થયો. આ યુદ્ધ બંધ થવાના હજુ કોઈ આસાર જણાતા નથી ત્યારે યુક્રેન પર ફરી એકવાર સાયબર એટેક થયો છે. આ અંગે યુક્રેને આશંકા વ્યક્ત કરી છે કે જે લોકોએ ટેલિકોમ પ્રોવાઈડર કંપની પર સાયબર એટેક કર્યો છે એ લોકો રશિયન સંદર્ભ ધરાવે છેયુક્રેનની કદાવર અને અગ્રણી ઈન્ટરનેટ અને ફોન લાઈન પ્રોવાઈડર કંપની યુક્રટેલિકોમ સાયબર એટેકનો ભોગ બની હતી. યુક્રેનિયન અધિકારીઓએ આ માહિતી આપી હતી.

યુક્રેનની સ્ટેટ સર્વિસ ઓફ સ્પેશિયલ કમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન પ્રોટેક્શને ટ્વીટ દ્વારા સાયબર એટેક અંગે જાણકારી આપી હતી. આ એજન્સીએ કહ્યું છે કે સાયબર એટેક કરનારા હેકર્સ રશિયા સાથે નાતો ધરાવે છે. જો કે સાયબર એટેકને ન્યુટ્રલાઈઝ્ડકરી દેવાયો હોવાનું પણ એજન્સીએ જણાવ્યું હતું. એજન્સીના અનુસાર, કમ્યુનિકેશન્સ સેવાઓ પૂર્વવત્ કરવામાં આવી રહી છે અને તેમાં પ્રાથમિકતા યુક્રેનની મિલિટરી માટે કમ્યુનિકેશન્સ સેવાઓમાં અવરોધ ન આવે તેને આપવામાં આવી રહી છે. અગાઉ પણ યુક્રેનની ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની ટ્રાયોલાન પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો હતો.

શાંતિ માટે તટસ્થતાની ઘોષણા કરવા યુક્રેન તૈયાર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં 33 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક દેશોની મધ્યસ્થતા છતાં બેમાંથી એક પણ દેશ ઝૂકવા માટે તૈયાર નથી. આ વચ્ચે ક્રેમલિને કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તાની શરૂઆત મંગળવારે તુર્કીમાં થઈ શકે છે. ક્રેમલિને પુતિનને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના નિવેદનને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. રશિયા સાથેની વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે શાંતિ માટે તટસ્થતાની જાહેરાત કરી શકીએ છીએ.

યુક્રેનનો દાવો છે કે રશિયાની સેનાના હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનના 143 બાળકોના મોત થયા છે. જ્યારે 216થી વધુ ઘાયલ છે. જો કે આ આંકડો હજુ વધી શકે છે. બીજી તરફ, યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર વિભાગના વડાએ દાવો કર્યો છે કે પુતિન યુક્રેનને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની જેમ ભાગલા પાડીને પૂર્વ અને પશ્ચિમ યુક્રેન બનાવવા માંગે છે. આ સાથે રશિયા તેની સરહદથી ક્રિમીઆ સુધી લેન્ડ કોરિડોર બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે.

રશિયાના કબજામાંથી આઝાદ થયું ઇરપિન
ઈરપિન શહેર ઉપર યુક્રેનની સેનાએ ફરી નિયંત્રણ મેળવી લીધુ છે અને રશિયાની સેના સાથે રાજધાની નજીક લડાઈ લડી રહ્યા છે. ઈરપિનના મેયર ઓલેકસાંડર માર્કુશીને જણાવ્યું હતું કે આજે આ અમારા માટે સારા સમાચાર છે-ઈરપિનને મુક્ત કરાવવામાં આવ્યું છે. અમે સ્પષ્ટપણે માની રહ્યા છીએ અમારા શહેર ઉપર વધુ હુમલા થશે અને અમે તેનો બહાદુરીપૂર્વક સામનો કરશું.

યુક્રેને તોડી પાડ્યું રશિયાનું 124મું વિમાન
યુક્રેનની સેનાએ ખાર્કિવમાં રશિયાનું વિમાન અને ડ્રોન તોડી પાડ્યું છે. યુક્રેનના સત્તાવાર આંકડા મુજબ, 24 ફેબ્રુઆરી પછી આ રશિયાનું 124મું વિમાન છે, જેને યુક્રેનની સેનાએ તોડી પાડ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post