• Home
  • News
  • કોરોના વિશ્વમાં:ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- દેશ સમયનો બગાડ ન કરે, સખ્તાઈ કરે
post

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 4.73 કરોડને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા 3.40 કરોડથી વધુ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 11:45:51

વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4.73 કરોડથી વધુ થઈ ગયો છે. 3 કરોડ 40 લાખ 12 હજાર 909 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં 12.10 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. ફ્રાન્સમાં સંક્રમણની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. અહીં સોમવારે 52 હજાર નવા સંક્રમિતો પ્રકાશમાં આવ્યા છે. લોકડાઉન છતા કેસ વધવાના કારણે સરકારનો વિરોધ વધ્યો છે.

ફ્રાન્સમાં પ્રતિબંધ નિષ્ફળ સાબિત થયા
ફ્રાન્સમાં લોકડાઉનની અસર થઈ રહી નથી. બીજું લોકડાઉન લાગુ કરવામાં આવ્યુંને લગભગ એક સપ્તાહ પસાર થઈ ચૂક્યું છે. જોકે અત્યાર સુધીમાં સંક્રમણના દરમાં કોઈ ઘટાડો આવ્યો નથી. સોમવારે અહીં 52 હજાર 518 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન એક હજાર લોકોને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બીજી તરફ લોકડાઉન છતા મામલાઓ વધવાના કારણે એમેૈનુઅલ મૈક્રોં સરકાર દબાણમાં છે. લોકોનું કહેવું છે કે લોકડાઉન હટાવી લેવું જોઈએ કારણ કે તેને કોઈ અસર દેખાઈ રહી નથી. પ્રત્યેક દિવસે કેસ વધી રહ્યાં છે. દેશમાં હવે કેસ લગભગ 15 લાખ થઈ ચૂક્યા છે.

WHOએ કહ્યું- કડકાઈ રાખો

WHOએ એક વખત ફરી તે દેશોને ચેતવણી ઈસ્યુ કરી છે જે મહામારીને લઈને કડક નથી. WHOએ ડાયરેક્ટર જનરલ ટેડ્રોલ અડેનહોમ ગ્રેબિયસે કહ્યું- હજી પણ સમય છે જ્યારે દેશોએ સખ્તાઈ બતાવવી જોઈએ. હવે વધુ વાર નથી. જો હવે પગલા ભરવામાં આવશે નહિ તો સ્થિત હાથમાંથી નીકળી શકે છે. હવે વિશ્વના નેતાઓએ આગળ આવવું જોઈએ અને મળીને આ મહામારીનો મુકાબરો કરવો પડશે. હજી આપણી પાસે તક છે.

પોર્ટુગલમાં પણ લોકડાઉનની તૈયારી
પોર્ટુગલ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે સંક્રમણ રોકવા માટે ઈમરજન્સી અને લોકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. જોકે હજી એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી કે લોકડાઉન અગાઉ જેવું જ હશે કે અલગ. રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલોએ કહ્યું- અમે આ અંગે વિચાર કરી રહ્યાં છે, કારણ કે યુરોપીય દેશોમાં સંક્રમણની બીજી લહેર અત્યાર સુધી ખતરનાક સાબિત થઈ રહી છે. વડાપ્રધાન એન્તોનિયો કોસ્ટાએ કહ્યું- દેશમાં મામલાઓ વધી રહ્યાં છે. આપણે બધાએ એ વાત ઝડપથી નક્કી કરવી પડશે કે કઈ રીતે આપણે સંક્રમણ પર કાબુ મેળવી શકીશું. નહિતર સ્થિતિ અગાઉ કરતા પણ વધુ ખરાબ થઈ શકે છે.

સ્પેનમાં ફરી હિંસા
સ્પેનમાં સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવામાં આવ્યું તો ઘણા લોકો રોડ પર આવી ગયા અને તેમણે તેનો વિરોધ કર્યો. તે પછી જ્યારે સુરક્ષા દળોએ તેમને હટાવવાની કોશિશ કરી તો લોકો હિંસા પર ઉતરી આવ્યા. સ્પેનમાં છ મહિનાની સ્ટેટ ઓફ ઈમરજન્સી પહેલાથી જ લાગુ છે. જોકે સંક્રમણની બીજી લહેરને જોતા સરકારે ગત મહિને આપવામાં આવેલી ઢીલને પરત ખેંચી લીધી અને લોકડાઉનની જાહેરાત કરી દીધી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે રબર બુલેટ પણ ચલાવી જેથી ભીડને હટાવી શકાય. આજે સરકાર તરફથી વડાપ્રધાન મીડિયા સાથે વાત કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post