• Home
  • News
  • પૈડું, ઉદ્યોગ, એન્ટિબાયોટિક ગર્ભ નિરોધક, રસીકરણ, પોષણ અને સાક્ષરતા સહિતના આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે
post

આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:32:15

નવી દિલ્હી: પૈડું, ઉદ્યોગ, એન્ટિબાયોટિક ગર્ભ નિરોધક, રસીકરણ, પોષણ અને સાક્ષરતા આ 7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે અને તેમાં માનવ વસ્તીની સંખ્યા 776 કરોડ 70 લાખ થઇ છે.

7 પગલાં જેને કારણે વિશ્વ આજે અહીં છે

·         પૈડું જેણે આપણને ગતિ આપી: 2 લાખ વર્ષ પહેલા આફ્રિકામાં હોમોસેપિયન્સ એટલે કે આપણા પૂર્વજો જન્મ્યા. 5500 વર્ષ પહેલાં માણસે પૈડું બનાવ્યું અને વસ્તીને મહાદ્વીપમાં પહોંચાડી.

·         ઉદ્યોગ જેણે શહેર વસાવ્યાં: 17મી અને 18મી સદીમાં બ્રિટનમાં શરૂ થયેલી ઔદ્યોગિક ક્રાંતિ સમગ્ર વિશ્વમાં ફેલાઈ. તેનાથી રોજગારી મળી. માણસે નવા શહેર વસાવ્યાં.

·         એન્ટિબાયોટિક જેણે વય વધારી: 1928માં માણસે એન્ટિબાયોટિકની શોધ કરી. આથી રોગપ્રતિકારક ક્ષમતા વધી. સરેરાશ ઉંમર 40 વર્ષથી વધી આજે 72 વર્ષના સ્તરે પહોંચી.

·         ગર્ભ નિરોધક જેણે જન્મદર ઘટાડ્યો: 1960માં માણસે ગર્ભનિરોધક દવા બનાવી. 60ના દાયકામાં મહિલા 5 બાળકોને જન્મ આપતી હતી. આજે આંકડો 2.1 છે

·         રસીકરણ જેથી બાળકો સુરક્ષિત: વૈશ્વિક રસીકરણ પ્રયાસોને કારણે 1980 પછી બાળમૃત્યુદર પર અંકુશ આવ્યો. 1980-90માં 1 હજારમાંથી 65 બાળકોના મોત થતાં હતાં. હવે આ 29ના સ્તરે છે.

·         પોષણ જેથી માતા સ્વસ્થ: 1990માં 1 લાખ માતાઓમાંથી 400નાં મોત બાળકના જન્મ સમયે જ થઈ જતાં હતાં. 2010માં આ સંખ્યા 210 થઈ ગઈ. દર વર્ષે 3.1 ટકાનો ઘટાડો થયો.

·         સાક્ષરતા જે જાગૃતિ લઈ આવ્યું: લગભગ 50 વર્ષથી દુનિયામાં વસ્તી વૃદ્ધિદર ઘટી રહ્યો છે. તેમાં મોટી ભૂમિકા સાક્ષરતાની છે.

વિશ્વમાં વસ્તી વધારો

·         18મી સદીમાં 100 કરોડ વસ્તી

·         20મી સદીમાં 200 કરોડ વસ્તી

·         1960માં 300 કરોડ વસ્તી

·         1974માં 400 કરોડ વસ્તી

·         1987માં 500 કરોડ વસ્તી

·         1999માં 600 કરોડ વસ્તી

·         2011માં 700 કરોડ વસ્તી 

પોપ્યુલેશન વોચ

·         દુનિયામાં 776 કરોડ 70 લાખ

·         ભારતમાં 138 કરોડ 3 લાખ

·         દુનિયાની વસ્તીમાં ભારતનો હિસ્સો 17.7 ટકા

 

adv

Related News

post
post
post
post
post
post
post