• Home
  • News
  • ઈરાનમાં કોરોના વાઈરસની સારવાર માટે ઝેરી મિથેનોલ પીતા 728ના મોત
post

સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાને પગલે લોકો સારવાર માટે મિથેનોલ પીતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 08:36:18

તહેરાન: ઈરાનમાં કોરોના વાઈરસની સારવાર માટે મિથેનોલ પીવાથી 728 લોકોના મોત થયા છે. આ ઘટના પછી ચોંકી ગયેલી ઈરાન સરકારે કોરોના વાઈરસને લગતી અફવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયે પણ સત્તાવાર કબૂલાત કરી છે કે, કોઈ અફવાના કારણે લોકોએ માની લીધું હતું કે, મિથેનોલથી કોરોના વાઈરસ મરી જાય છે. 


ઝેરી મિથેનોલ પીવાથી 5,011 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા
તસનિમ ન્યૂઝ એજન્સીના અહેવાલો પ્રમાણે, લોકોને એવું વિચારતા હતા કે, આલ્કોહોલથી કોરોના સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. જોકે, આ રીતે આલ્કોહોલ પીવાથી શરીરમાંથી કોરોના નહીં, પરંતુ જીવ ગયો. ઈરાન આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા કિઆનોશ જહાંપોરે કહ્યું હતું કે, અફવાના કારણે આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા એ અત્યંત દુ:ખદ છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી ઝેરી મિથેનોલ પીવાથી 525 લોકોના મૃત્યુ થયા છે, ઝેરી મિથેનોલ પીવાથી 5,011 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા, જેમાંથી 90 લોકોએ દૃષ્ટિ ગુમાવી દીધી છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલી આ અફવાને પગલે અનેક લોકો ઝેરી મિથેનોલ પીતા હતા. ઈરાન આરોગ્ય મંત્રાલયના સલાહકાર હોસેન હસનિયાને કહ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય અને મીડિયાના અહેવાલોના આંકડા જુદા છે કારણ કે, 200થી પણ વધારે લોકો હોસ્પિટલ બહાર મૃત્યુ પામ્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post