• Home
  • News
  • દેશમાં 80% રમકડાં ચીનથી આવે છે, દર વર્ષે 12 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ, ભારતમાં બનાવાયેલા રમકડાંનો વેપાર એક હજાર કરોડ કરતા પણ ઓછો
post

મુકેશ અંબાણીએ રમકડાંની દુનિયામાં આવતાની સાથે જ વેપાર સાથે જોડાયેલા કાયદાઓને ઠીક એવી જ રીતે બદલ્યા જેવી રીતે ટેલિકોમમાં આવ્યા પછી બદલ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:47:00

દિલ્હી-હરિયાણા બોર્ડર પર રસ્તા પાસે ઘણી ઝૂંપડીઓ જોવા મળે છે. ઘુમંતૂ જનજાતિના લગભગ બે ડઝન પરિવાર આ ઝૂંપડપટ્ટીમાં રહે છે. મહેન્દ્ર અને તેનો પરિવાર પણ આમાથી એક છે. આ તમામ લોકો રમકડાં વેચવાનું કામ કરે છે. પાસે આવેલું એક ટ્રાફિક સિગ્નલ આ લોકોની કર્મભૂમિ છે.

સિગ્નલ પર લાગેલી જે લાલ બત્તી ટ્રાફિક રોકવાનો ઈશારો કરે છે, એ જ લાલ બત્તી આ લોકોને કામ શરૂ કરવાનો ઈશારો કરે છે. રેડ સિગ્નલ પર જેટલા સમય સુધી ગાડીઓ રોકાય છે, એટલો જ સમય મહેન્દ્ર અને તેના પરિવારને મળે છે તે ગાડીમાં બેસેલા લોકોને રમકડાં વેચવા માટે.

મહેન્દ્રનો છ વર્ષનો દીકરો, જેની ઉંમર રમકડાં રમવાની છે તે પણ તડકામાં ખુલ્લા પગે ગાડીઓ પાછળ દોડે અને તેના પિતાની રમકડાં વેચવામાં મદદ કરે છે. આ રમકડાં પર મહેન્દ્રના પરિવારનું ગુજરાન ચાલે છે અને તેને આત્મનિર્ભર બનાવે છે.

પરંતુ આ એ રમકડાં નથી જેનાથી દેશને આત્મનિર્ભર બનાવવાની વાત તાજેતરમાં વડાપ્રધાને મોદીએ તેમના રેડિયો કાર્યક્રમમાં કહી છે. પણ આ તો ચીનથી આવેલા એવા રમકડાં છે જેનું ભારતીય બજારમાં વર્ચસ્વ છે.

મહેન્દ્રને નથી ખબર કે તે જે રમકડાં વેચે છે, તેનું ઉત્પાદન ક્યાં થાય છે. તેમને નથી ખબર કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાને રેડિયો પ્રોગ્રામમાં શું કહ્યું છે. એમને તો એવી પણ ખબર નથી કે મનકીબાત જેવો કોઈ કાર્યક્રમ પણ છે. એ તો માત્ર એટલું જાણે છે કે રમકડાં જુની દિલ્હીના સદર બજારમાં સસ્તા ભાવે મળે છે અને તેને રસ્તા પર વેચવાથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે.

દિલ્હીનું સદર બજાર એશિયાના સૌથી મોટા જથ્થાબંધ બજારોમાં સામેલ છે. આ બજારનો તેલીવાડા વિસ્તાર રમકડાંના જથ્થાબંધ વેપાર માટે જાણીતો છે. અહીંયા માત્ર રમકડાંના જથ્થાબંધ વેપારી જ નહીં પણ ઘણા ઉત્પાદક અને ઈમ્પોર્ટર પણ છે, જેમની પાસેથી રમકડાં ખરીદવા માટે દેશના ખૂણે ખૂણેથી વેપારી અહીંયા આવે છે. આમા મોટા દુકાનદારો પણ હોય છે અને મહેન્દ્ર જેવા નાના નાના ફેરી વાળા પણ હોય છે. વડાપ્રધાન મોદીએ તેમના કાર્યક્રમના તાજેતરના એપિસોડમાં ભારતીય રમકડાંને પ્રોત્સાહન આપવા માટે જે વાત કહી છે, તેની માહિતી મહેન્દ્ર જેવા લોકોને ભલે ન હોય પણ સદર બજારના વેપારીઓના માથે ભારણ આવ્યું છે.

એ એટલા માટે કારણ કે ભારતમાં રમકડાંનું જે બજાર છે, તેમાં લગભગ 80 ટકાની ભાગીદારી ચીનથી આયાત થનારા રમકડાંની જ છે. છેલ્લા ઘણા વર્ષોથી સદર બજારમાં રમકડાંનો જથ્થાબંધ વેપાર કરનાર પુનીત સૂરીએ જણાવ્યું કે, ભારતીય રમકડાંની હાલ ચીનના રમકડાં સાથે તુલના ન કરી શકાય. ચીનના રમકડાં ક્વોલિટીમાં આપણા રમકડાં કરતા ઘણા સારા છે અને ભાવ પણ ઓછો હોય છે. એવા જ રમકડાં જો ભારતમાં બનવા લાગે તો અમને ભારતીય માલ વેચવાનો આનંદ થશે.

ટોય અસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દર વર્ષે ચીનથી લગભગ ચાર હજાર કરોડ રૂપિયાના રમકડાંની આયાત થાય છે. આ રમકડાંનો બજાર ભાવ જોવામાં આવે તો ત્રણ ગણો વધી જાય છે જેથી ચીનમાંથી આવેલા રમકડાંનો કુલ વેપાર લગભગ 12 હજાર કરોડ રૂપિયા થઈ જાય છે.

જ્યારે ભારતીય રમકડાંની વાત કરવામાં આવે તો તેનો કુલ વેપાર એક હજાર કરોડ રૂપિયાનો પણ નથી. રમકડાં બજારમાં ચીનના વર્ચસ્વને ઓછું કરવા માટે મોદી સરકારે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ આ તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અને આ વખતે તેનું નુકસાન ભારતીય વેપારીઓએ વેઠવું પડી રહ્યું છે.

માઈલ સ્ટોન ઈપેક્સકંપનીના માલિક રમિત સેઠીએ જણાવ્યું કે, ‘2017માં આ સરકાર સર્ટિફિકેશનના નવા નિયમોને લઈને આવી. જેના કારણે અમારા જેવા વેપારીઓને લગભગ દરેક ઉત્પાદન પર એક લાખ રૂપિયાથી વધુનું ભારણ આવ્યું હતું. પછી સરકારે ચીનથી આયાત થતા રમકડાં પર ઈમ્પોર્ટ ડ્યૂટી 20 ટકાથી વધારીને સીધી 60 ટકા કરી દીધી

ત્રણ ગણી વધેલી આ આયાત જકાતનું ભારણ પણ આપણા જેવા ઈમ્પોર્ટર પર જ પડ્યું છે કારણ કે જે માલ અમે ચીન પાસેથી લઈએ છીએ તેનો ભારતમાં કોઈ વિકલ્પ નથી. રમકડાં જ નહીં, ઈલેક્ટ્રોનિકમાં તો લગભગ બધો માલ ચીનથી આવે છે.જે નેતા હવામાં ભાષણ આપીને ચીનને બોયકોટ કરવાની વાત કરે છે સૌથી પહેલા તેમનું માઈક તોડી દેવું જોઈએ જેનાથી તે ભાષણ આપે છે. કારણ કે એ પણ મેડ ઈન ચાઈના જ હોય છે.

હાલની સરકારથી રમિત સેઠી જેવા લગભગ તમામ રમકડાંના વેપારીઓ નારાજ છે. 1951થી રમકડાંનો વેપાર કરી રહેલા સિંધવાની બ્રધર્સના અજય કુમારે જણાવ્યું કે, રમકડાંનો વેપાર સૌથી પહેલા 90ના દાયકામાં પ્રભાવિત થયો હતો, જ્યારે ઉદારવાદી નીતિ અપનાવાઈ હતી અને વિદેશી રમકડાંઓને ભારતીય બજારમાં ઝડપથી આવવાનું શરૂ કરી દીધું. ત્યારપછીથી આ વેપારમાં સૌથી વધુ નુકસાન આ સરકાર દરમિયાન થયું છે.

અજયે જણાવ્યું કે, પહેલા નોટબંધીએ રમકડાંના વેપાર અસર કરી. નોટબંધી નવેમ્બરમાં થઈ હતી જ્યારે સોફ્ટ ટોયની સિઝન શરૂ થાય છે અને વેલેન્ટાઈન સુધી ચાલે છે. એ વર્ષે આખી સિઝન ફેઈલ ગઈ. પછી GSTએ રમકડાં પર લાગતા ટેક્સને પાંચ ટકાથી વધારીને 12 ટકા અને ઈલેક્ટ્રોનિક રમકડાંમાં તો 18% સુધી કરી દીધું. ત્યારપછી રમકડાં પર આયાત જકાત બસો ટકા વધારી દીધી અને હવે BIS સર્ટિફિકેશન રમકડાં વેપારીઓની કમર તોડવા જઈ રહ્યું છે. BIS એટલે કે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડઝ.

આ એક સર્ટિફિકેશન છે, જે ભારતીય રમકડાં વેપારીઓ માટે નવી મુસીબત સાહિત થઈ રહ્યું છે. મોદી સરકારે દેશમાં વેચાતા તમામ રમકડાં માટે BIS સર્ટિફિકેશન ફરજીયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી માત્ર એવા વેપારી જ પરેશાન નથી જે ચીનથી રમકડાંની આયાત કરે છે પણ ભારતમાં રમકડાંનું ઉત્પાદન કરતા વેપારી પણ નાખુશ છે.

કેકે પ્લાસ્ટિક્સના માલિક કૃષ્મ કુમાર પાહવાએ કહ્યું કે, એક બાજુ મોદીજી ભારતીય રમકડાં અને ભારતીય વેપારીઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને બીજી બાજુ BIS જેવી શરતો કરીને વેપારીઓ પર ભારણ કરે છે. ભારતમાં રમકડાં બનાવતા મોટાભાગના નાના વેપારી જ છે.તેમના માટે BISની શરતો પુરી કરવી શક્ય નથી કારણ કે આના માટે દરેક વેપારીએ એક અલગ લેબ બનાવવી પડશે.

ભારતીય રમકડાંના કારખાના ઘણા નાની નાની જગ્યાઓ પર ચાલે છે, જેમાં લેબની જગ્યા ક્યાંથી થશે અને તેનો ખર્ચ પણ નાના વેપારી ઉઠાવી નહીં શકે. કેન્દ્ર સરકારે રમકડાંના વેપારીઓ માટે BIS સર્ટિફિકેશનને આ પહેલી સપ્ટેમ્બરથી ફરજીયાત કરી દીધું હતું. પરંતુ વેપારીઓના ભારે વિરોધને કારણે હાલ તેને એક મહિના માટે ટાળી દેવાયું છે.

રમકડાંના વેપારી આનો વિરોધ એટલા માટે પણ કરી રહ્યા છે કારણ કે આનાથી રમકડાંનો ખર્ચ ઘણો વધી જશે. સાથે જ તેમનો એ પણ સવાલ છે કે સર્ટિફિકેશન માત્ર રમકડાં માટે જ કેમ લાગુ કરવામાં આવે છે, અન્ય ઉત્પાદન માટે કેમ નથી કરાતું?

ભારતીય ઉત્પાદકોની ફરિયાદ છે કે સરકારે છેલ્લા ઘણા વર્ષોમાં એવા કોઈ પગલા લીધા નથી જેનાથી ભારતીય રમકડાંને પ્રોસ્તાહન મળી શકે. જો આવું થયું હોત તો ભારતીય બજાર પર ચીનની પકડ નબળી કરી શકાત. પરંતુ આપણી જ પકડ મજબૂત કર્યા વગર ચીનની આયાત રોકવા અથવા મુશ્કેલ કરવાનું નુકસાન ભારતીય વેપારીઓએ ભોગવવું પડી રહ્યું છે. BISને પણ આવું જ પગલું ગણવામાં આવી રહ્યું જે ચીનને નુકસાન કરવાની જગ્યાએ ભારતીય વેપારીઓને નુકસાન કરી રહ્યું છે.

1942થી ભારતમાં રમકડાંનો વેપાર કરનારી માસૂમ પ્લેમેટ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિક કાર્તિક જૈને જણાવ્યું કે, BIS પાછળ સારો હેતું હોઈ શકે છે. રમકડાં સુરક્ષિત હોય એ કોણ ન ઈચ્છે? પરંતુ BIS એ ઉતાવળમાં લાગુ ન કરવો જોઈએ જે ઉતાવળમાં સરકારે અન્ય નિર્ણય કર્યા છે. નોટબંધીથી માંડી GST સુધી, સૌનો હેતું સારો હતો પણ દરેકે નુકસાન જ કર્યું છે. આવું જ BISના કેસમાં પણ જોવા મળી રહ્યું છે.આ ઉતાવળમાં લાગુ થવાથી ઘણા નાના વેપારી આ ધંધો છોડવા માટે મજબૂર બની જશે.

કાર્તિક જૈન BISના આ પ્રકારના લાગુ થવાથી કહે છે કે, આ કમાલનો સંયોગ છે કે ગત વર્ષે જ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રીટેલે રમકડાંની જાણીતી બ્રાન્ડ હેમલેજને ખરીદી અને ત્યારપછીથી જ આવી નીતિઓ બનવા લાગી કે રમકડાંના વેપારીઓમાં બીજા લોકોનું ટકવું મુશ્કેલ થવા લાગ્યું. આવો જ સંયોગ ટેલિકોમમાં પણ થયો હતો. અંબાણી જી આવ્યા તો એરટેલ, વોડાફોન કોઈનું પણ ટકવું મુશ્કેલ થઈ ગયું. હેમલેજ બ્રિટનની એક મલ્ટીનેશનલ કંપની છે જેને દુનિયાની સૌથી જૂની અને સૌથી મોટી રકમડાંની કંપની ગણવામાં આવે છે. મે 2019માં મુકેશ અંબાણીની રિલાયન્સ રીટેલે આને 620 કરોડ રૂપિયામાં ખરીદી હતી. રમિત સેઠીએ કહ્યું કે, હેમલેજ જે પણ રમકડાં બનાવી રહી છે, તે બધા ચીનના માલમાંથી બની રહ્યા છે. હવે હેમલેજને અંબાણી જીએ ખરીદી લીધી તો આનાથી ચીનનો માલ સ્વદેશી તો નહીં બની જાયને.

મુકેશ અંબાણીની રમકડાં બજારમાં એન્ટ્રી, રમકડાં પર BISની શરતો લાગુ થવી અને વડાપ્રધાનની મનકીબાતમાં રમકડાંના વેપારનો ઉલ્લેખ કરવો, આ બધુ એક સાથે થવાથી ટોય એસોસિએશન સાથે જોડાયેલા એક વેપારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, ભારતમાં રમકડાંનું મોટું બજાર છે અને આમા 80 ટકાથી ઉપર ચીનનો માલ વેચાય છે. આવા બજારમાં સરકારની મદદથી અંબાણી જેવા મોટા વેપારીઓ માટે તો ઈજારો રચવાની તક છે.

સરકારના નિર્ણયોથી ઈશારો પણ એ જ મળી રહ્યો છે કે રમકડાંનો વેપાર આખી રમત એક માણસના ઈશારા પર રમાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ મનકીબાતમાં ભારતીય રમકડાઓને પ્રોત્સાહન આપવાની જે વાત કહી, એનાથી ભારતીય ઉત્પાદક ખુશ શા માટે નથી? આ સવાલના જવાબમાં છેલ્લા 25 વર્ષોથી ભારતીય રમકડાં બનાવી રહેલા તનેજાએ કહ્યું કે, મોદીજીના કહેવા અને કરવામાં ઘણું અંતર છે. વાત તો એ પ્રોસ્તાહિત કરવાની કરે છે પણ નિર્ણય તેમના બધા આપણે નીચે પાડવાના જ હોય છે. આગળ હવે આવી કોઈ યોજના નથી જેનાથી ભારતીય રમકડાંના ઉત્પાદકોને કોઈ રહાત અથવા પ્રોત્સાહન મળતું જોવા મળે.બાકી મનકીબાતમાં કંઈ પણ કહી દેવું એ અલગ વાત છે. મોદીજી બોલે તો સારું સારું જ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post