• Home
  • News
  • કોરોનાવાઈરસથી બચવા માટે 84% ભારતીયો ઘરમાં, સેલ્ફ આઈસોલેશમાં સ્પેન સૌથી આગળ અને જાપાન સૌથી પાછળ
post

માર્કેટિંગ રિસર્ચ ફર્મ ipsosએ 2થી 4 એપ્રિલ સુધી દુનિયાના 14 દેશોના 28 હજાર લોકો પર સર્વે કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 11:37:27

નવી દિલ્હી: માર્કેટિંગ રિસર્ચ ફર્મ ipsosના એક સર્વે અનુસાર, કોરોનાવાઈરસથી બચવા માટે ભારતમાં 84% લોકો ઘરમાં રહે છે. આંકડો સ્પેનમાં સૌથી વધારે 95% અને જાપાનમાં સૌથી ઓછો 15% છે. આ સર્વે 2થી 4 એપ્રિલ સુધી દુનિયાના 14 દેશોના 28 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો. તે મુજબ, દર 5માંથી 4 વ્યક્તિ ઘરમાં રહે છે.  સેલ્ફ આઈસોલેશનના કેસો વિયતનામ, રશિયા અને ઓસ્ટ્રેલિયામાં વધી રહ્યા છે.

અમેરિકા અને ભારતની સ્થિતિ એક જેવી

આ સર્વે અનુસાર, સેલ્ફ આઈસોલેશન અમેરિકા અને ભારતની સ્થિતિ લગભગ એક જેવી છે. બંને દેશોમાં 84% લોકો સેલ્ફ આઈસોલેશનમાં રહે છે. સર્વે મુજબ, 15માંથી 14 દેશના લોકોએ સેલ્ફ આઈસોલેશને આવકાર્યું છે.

સેલ્ફ આઈસોલેશનનો આંકડો

દેશ

કેટલા લોકો ઘરમાં (%)

સ્પેન

95

વિયતનામ

95

ફ્રાન્સ

90

બ્રાઝિલ

89

મેક્સિકો

88

રશિયા 

85

ભારત

84

અમેરિકા

84

જાપાન

15

લોકડાઉન જ ઉપાય

આ રિસર્ચ ફર્મના CEO અમિત આદરકારના જણાવ્યા અનુસાર, વિવિધ દેશોની સરકાર કોરોનાવાઈરસને અંકુશમાં લેવા માટે કડકાઈથી લોકડાઉન લાગુ કરી રહી છે. મોટા ભાગના ભારતીયો તેને સહયોગ આપી રહ્યા છે. હાલમાં વાઈરસને રોકવા માટે લોકડાઉન જ ઉપાય દેખાઈ રહ્યો છે.

ભારતમાં સેલ્ફ આઈસોલેશનનો આંકડો 3% ઘટ્યો

આ સર્વે મુજબ, કેટલાક દેશોમાં સેલ્ફ આઈસોલેશનનો આંકડો ઘટ્યો છે તો કેટલાક દેશોમાં આંકડો વધ્યો છે. સેલ્ફ આઈસોલેશનમાં ચીનમાં 4%નો ઘટાડો, ભારત અને જર્મનીમાં 3% ઘટાડો આવ્યો છે. જ્યારે રશિયામાં 23%, વિયતનામમાં 16%, ઓસ્ટ્રેલિયામાં 11% અને મેક્સિકોમાં 8%નો વધારો થયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post