• Home
  • News
  • ગ્રીનકાર્ડમાં વિલંબ:86,000 ભારતીય બાળકો ગ્રીનકાર્ડ ન મળવાથી ડિપેન્ડન્ટ કેટેગરીમાંથી નીકળી જશે, પરિવારથી વિખૂટા પડવાનું જોખમ
post

8 લાખથી વધુ ભારતીયો ગ્રીનકાર્ડ બેકલોગમાં ફસાયા છે, જેમાં 1.57 લાખ બાળકો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 10:16:06

8 લાખથી વધુ ભારતીયો હાલ ગ્રીનકાર્ડ બેકલોગમાં ફસાયા છે અને તેમનું અમેરિકન બનવાનું સપનું પૂરું થવામાં 84 વર્ષ લાગી શકે છે. વાસ્તવમાં ગ્રીનકાર્ડની પ્રોસેસ જે રીતે અમેરિકા દ્વારા થઈ રહી છે એ મુજબ આ ભારતીયોનો વારો આવતા સુધીમાં 84 વર્ષ થઈ શકે છે. આ આઠ લાખથી વધુ ભારતીયોમાં 1.57 લાખ બાળકો છે.

ગ્રીનકાર્ડ માટે દાયકાઓનાં વેઈટિંગ પિરિયડની સૌથી ખરાબ અસર બાળકો માટે થઈ છે, કેમ કે ગ્રીનકાર્ડની રાહ જોઈ રહેલાં આ બાળકોમાંથી મોટા ભાગનાં એ માટેની વયમર્યાદાની બહાર જતાં રહેશે, જેને કારણે તેઓ ડિપેન્ડન્ટની કેટેગરીમાંથી બહાર નીકળી જશે. આ જ કારણથી તેઓ પરિવારથી વિખૂટા પડી જાય એનું જોખમ વધ્યું છે.

એચ-1બી વિઝા અંગેની અમેરિકન સરકારની નવી નીતિ ભારતીયો માટે પડકારરૂપ
દર વર્ષે અમેરિકા એમ્પ્લોયમેન્ટ આધારિત અરજદારો માટે માત્ર 1.40 લાખ ગ્રીન કાર્ડ ઈસ્યુ કરે છે અને તેમાં પ્રતિ કન્ટ્રી કેપ માત્ર 7% જ ગ્રીનકાર્ડ ઈસ્યુ થાય છે. અમેરિકા જવામાં ભારતીયોનો ધસારો સૌથી વધુ છે તેમાં પણ સૌથી વધુ એચ-1બી વિઝાધારકો હોય છે, પરંતુ અમેરિકામાં આ વિઝાધારકો માટે પણ અમેરિકન સરકારના કેટલાક નીતિગત નિર્ણયોને કારણે મુશ્કેલી સર્જાઈ છે.

એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીનકાર્ડ બેકલોગ ભારતમાંથી છે (ઈબી-2 અને આબી-3 સ્કીલ્ડ કેટેગરી) તે એપ્રિલ 2020માં 7.41 લાખનો આંકડો પાર કરી ગયો હતો. જેમના માટે ગ્રીનકાર્ડ મેળવવા 84 વર્ષની રાહ જોવી પડી શકે છે. આ તારણો હાલમાં જ ઈમિગ્રેશન પોલિસી એનેલિસ્ટ ડેવિડ. જે. બાયર દ્વારા અમેરિકાસ્થિત થિંકટેન્ક કાટો ઈન્સ્ટૂટ્યૂટ સાથે કરાયેલા એક સ્ટડી દ્વારા પ્રાપ્ત થયાં છે.

આ બેકલોગમાં ભારતીય પરિવારોનાં સવા લાખથી વધુ બાળકો સામેલ છે અને તેમાં ખાસ કરીને 84,675 બાળકો (અથવા 62%) ગ્રીનકાર્ડ મેળવ્યા વિના જ ડિપેન્ડન્ટની કેટેગરીમાંથી પોતાની વય વધી જવાથી બહાર નીકળી જશે

કેટેગરી

બેકલોગ

પ્રોસેસ માટે

સંભવિત વર્ષો

ઈબી-1

74,016

5

ઈબી-2/ઈબી-3

741,209

84

ઈબી-30

453

13

ઈબી-5

146

ભારતીયો માટે કુલ બેકલોગ

815,824

કુલ 2.56 લાખ બાળકો ગ્રીનકાર્ડ માટે કતારમાં છે, જેમાં સ્કિલ્ડ કેટેગરી બેકલોગમાં રહેલાં બાળકો પણ સામેલ છે, જેમાં ઈબી-2 અને ઈબી-3 કેટેગરી બેકલોગમાંનાં બાળકોમાં ભારતનાં જ 1.57 લાખ (62%) બાળકો છે, જ્યારે અન્ય 49,835 (20%) ચીનથી અને 46,394 (18%) અન્ય દેશોમાંથી છે.

પોતે જ ભારત ડિપોર્ટ થવું એકમાત્ર વિકલ્પ બચે છે
આ સંજોગોમાં તેમના માટે ભારત પોતે જ ડિપોર્ટ થઈ જવું એ એકમાત્ર વિકલ્પ બચે છે. હવે સ્થિતિ એ છે કે આમાંનાં મોટા ભાગનાં બાળકો અમેરિકામાં ઊછર્યાં છે, કેમ કે તેઓ પોતાનાં માતા-પિતાના એચ-1બી વિઝાને કારણે અમેરિકા રહી શક્યાં હતાં, પરંતુ તેમને ગ્રીનકાર્ડ ન મળે અને 21 વર્ષની વય થઈ જાય પછી ભારત જવાનો વારો આવે છે. એવામાં હકીકત એ છે કે આ બાળકોને ભારત સાથે નહીંવત્ કનેક્શન હોય છે.

બાળકો 21 વર્ષનાં થાય એટલે ડિપેન્ડન્ટની કેટેગરીમાંથી નીકળી જશે

એકવાર જ્યારે બાળકો 21 વર્ષનાં થઈ જાય પછી તેઓ એચ-4 વિઝા પ્રાપ્ત કરી શકતાં નથી. એચ-4 વિઝા ડિપેન્ડન્ટ કેટેગરી માટે છે અને તે તેમના વાલીઓના એચ-1બી વિઝા સાથે સંકળાયેલા છે, આથી 21 વર્ષની વય થતાં જ તેમની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને તેમને એફ-1 વિઝા મેળવવા પડે છે અને આ વિઝા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે છે. આ વિઝા મેળવવાથી કામ પ્રાપ્ત કરવાની તેમની પાસે જૂજ સંભાવનાઓ રહે છે અને સાથે અનેક પડકારો સામે આવે છે. એટલું જ નહીં, સૌથી મોટી સમસ્યા એ છે કે એફ-1 વિઝા અરજદારોએ નોન-ઈમિગ્રેશન હેતુ સિદ્ધ કરવો પડે છે.

લગભગ 1.04 લાખ બાળકો આગામી બે દાયકામાં જ વય આધારિત પોતાની યોગ્યતામાંથી બહાર નીકળી જશે. જે સમગ્ર ગ્રીનકાર્ડ ચાઈલ્ડ બેકલોગના 40% જેટલા છે, જેમાં પાંચમાંથી ચાર બાળકો ભારતનાં જ છે.

એક ઓહાયોસ્થિત વિદ્યાર્થી કે જેણે હાલમાં જ માસ્ટર્સ ઈન ટેકનોલોજીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે કહ્યું હતું કે તે પોતાનાં માતા-પિતા સાથે અમેરિકા આવ્યો ત્યારે તેની વય માત્ર 7 વર્ષની હતી. મેં જ્યારે ગ્રેજ્યુએટ સ્કૂલ માટે અરજી કરી તો મને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ગણવામાં આવ્યો. મારો અભ્યાસ પૂરો થતાં મને એક એલિયનની જેમ ટ્રીટ કરવામાં આવશે અને કામ કરવાની તક તો જ મળશે, જો હું એચ-1બી વિઝા મેળવી શકીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post