• Home
  • News
  • કેન્દ્રનો આકરો નિર્ણય / તબલીઘી જમાત સાથે જોડાયેલા 2200 વિદેશીઓના 10 વર્ષ સુધી ભારત આવવા પર પ્રતિબંધ
post

દિલ્હી હિંસા મામલે પોલીસે નવી ચાર્જશીટ દાખલ કરી હતી, તેમાં હિંસાના તાર તબલીઘી જમાત અને દંવબંદથી જોડાયેલા હોવાનું કહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:11:02

નવી દિલ્હી: તબલીઘી જમાતની ગતિવિધિઓમાં સામેલ 2200 વિદેશીઓના ભારત આવવા પર સરકારે 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી ગુરૂવારે આ જાણકારી આપી હતી. આ પહેલા ઉત્તર દિલ્હીમાં આ વર્ષે 24 ફેબ્રુઆરીએ થયેલી હિંસા મામલે પોલીસે નવી ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં કહ્યું છે કે હિંસાના તાર તબલીઘી જમાત અને ઉત્તરપ્રદેશના દારૂલ ઉલૂમ દેવબંદથી જોડાયેલા છે. 

પોલીસે હિંસા મામલે બે નવી ચાર્જશીટ દાખલ કરી
24
ફેબ્રુઆરીએ પૂર્વ દિલ્હીમાં CAA અને NRCના વિરોધમાં હિંસા થઇ હતી. પહેલો કેસ ચાંદબાગ હિંસા અને બીજો મામલો જાફરાબાદ હિંસાથી જોડાયેલો છે. પોલીસે ચાંદબાગ હિંસા કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસેનને હિંસાનો માસ્ટરમાઇન્ડ દર્શાવ્યો છે. પોલીસે કડકડડૂમા કોર્ટમાં ચાર્જશીટ  દાખલ કરી હતી. તાહિર સિવાય તેના ભાઇ શાહ આલમ સહિત 15 લોકો તેમાં આરોપી છે. ચાર્જશીટમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે હિંસા સમયે તાહિર હુસેન તેના ઘરની છત પર હતો અને તેણે હિંસા ભડકાવવાનું કામ કર્યું હતું. 

રાજધાની સ્કૂલનો માલિક ફૈસલ પણ આરોપી, હિંસા પહેલા દેવબંદ ગયો હતો

·         ઉત્તર-પૂર્વ દિલ્હીના શિવ વિહારમાં રાજધાની સ્કૂલ પાસે ભડકેલી હિંસા મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. તેમા રાજધાની સ્કૂલના માલિક ફૈસલ ફારૂકને આરોપી બનાવ્યો છે. ચાર્જશીટમાં કહ્યું છે કે હિંસા પહેલા તે ઉત્તરપ્રદેશના દારૂલ ઉલૂમ દેવબંદ ગયો હતો.  નિઝામુદ્દીન મરકઝ સાથે પણ તેના સંબંધ છે.

·         ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે- ફૈસલના કોલ ડિટેલ જોતા માહિતી મળે છે કે તેના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, પિંજરાતોડ ગ્રુપ, જામિયા કોઓર્ડિનેશન કમિટી, નિઝામુદ્દીન મરકઝ અને અન્ય મુસ્લિમ સંગઠનો સાથે સંબંધ છે. હિંસાના ષડયંત્રમાં પણ ફૈસલનો હાથ છે. શિવ વિહાર કોલોનીમાં થયેલી હિંસા પહેલા ફૈસલ 23 ફેબ્રુઆરીએ દેવબંદ ગયો હતો. તેણે જ હિંસા ભડકાવવાનું ષડયંત્ર રચ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post