• Home
  • News
  • 19 વર્ષનો યુવક બન્યો દુનિયાનો સૌથી યુવા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં સામેલ થયું નામ
post

ફોર્બ્સ દ્વારા વર્ષે વિશ્વના અબજોપતિની યાદી જાહેર કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-27 18:19:18

Youngest Billionaire:  દર વર્ષે ફોર્બ્સ અબજોપતિઓની યાદી જાહેર કરે છે. જ્યારે આ વર્ષની યાદી જાહેર કરવામાં આવી ત્યારે લોકોના આકર્ષણનુ કેન્દ્ર ક્લેમેન્ટે ડેલ વેકિયો હતા. કારણ કે માત્ર 19 વર્ષની ઉંમરમાં તેઓ વિશ્વભરના અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગયા છે. જેના કારણે તેઓ વિશ્વના સૌથી યુવા અબજોપતિ બન્યા છે. તેમના પિતા ડેલ વેચીયો Essilorluxotica કમાપાની કે જે વિશ્વની સૌથી મોટી આંખના ચશ્મા બનાવતી કંપની છે તેના ચેરમેન રહી ચૂકયા છે. 

સૌથી યુવા અબજોપતિ ધરાવે છે $4 બિલિયનની સંપત્તિ

અંદાજિત $25.5 બિલિયનની સંપત્તિ ડેલ વેચીયો ધરાવે છે. ગયા વર્ષે 87 વર્ષની વયે તેમનું અવસાન થતાં હાલ આ સંપત્તિ તેમની પત્ની અને 6 બાળકોને વારસામાં મળી છે. જેના કારણે ક્લેમેન્ટે 2022માં વિશ્વના સૌથી યુવા અબજોપતિ બન્યા હતા. તેમજ તેઓ લક્ઝમબર્ગની તેમના પિતાની કંપનીમાં, ડેલ્ફિનમાં 12.5 ટકા હિસ્સાના હકદાર છે. હાલ ફોર્બ્સના રિપોર્ટ અનુસાર તેમની કુલ સંપત્તિ $4 બિલિયનની છે.

આટલી સંપત્તિ હોવા છતાં પણ કરે છે અભ્યાસ

ક્લેમેન્ટે અબજોપતિ હોવા છતાં પણ તેમનો અભ્યાસ શરૂ જ રાખ્યો છે. તેમને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં વધુ રસ હોવાથી તેઓ તેમાં પોતનું કરિયર બનાવવા ઈચ્છે છે.




adv

Related News

post
post
post
post
post
post
post