• Home
  • News
  • કેલિફોર્નિયામાં ચર્ચમાં હુમલો:22 વર્ષીય યુવકે ચાકુથી હુમલો કરતા બેનાં મોત, પોલીસે આરોપી હુમલાખોરની ધરપકડ કરી
post

હુમલા વખતે ચર્ચમાં કોઈ પ્રાર્થના નહોતી થતી, પરંતુ ઠંડીના કારણે ત્યાં અનેક બેઘર લોકોને આશરો અપાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 11:30:44

અમેરિકાના કેલિફોર્નિયામાં સેન જોસ શહેરમાં ચર્ચમાં રવિવારે મોડી રાત્રે એક હુમલાખોરે ચાકુથી હુમલો કરતા બેનાં મોત થયાં, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ગ્રેસ બાપ્ટિસ્ટ ચર્ચની બહાર થઈ હતી. બાદમાં પોલીસે 22 વર્ષીય હુમલાખોરની ચર્ચ નજીકથી ધરપકડ કરી હતી. સેન જોસ પોલીસ અને મેયર સેમ લિકાર્ડોએ કહ્યું હતું કે, આ હુમલામાં કેટલાકને ગંભીર ઈજા પણ થઈ છે. હુમલા વખતે ચર્ચમાં કોઈ પ્રાર્થના નહોતી થતી, પરંતુ ઠંડીના કારણે ત્યાં અનેક બેઘર લોકોને આશરો અપાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post