• Home
  • News
  • I.N.D.I.A ગઠબંધનમાં મોટા ફેરફારના એંધાણ! મુખ્યમંત્રી નીતિશ કુમારને મળી શકે આ પદ
post

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-01 20:02:47

I.N.D.I.A ગઠબંધન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોંગ્રેસ I.N.D.I.A ગઠબંધનના સંયોજક બનાવી શકે છે. કારણ કે, દિલ્હીમાં જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં નીતિશ કુમારે કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની ચર્ચા કરવામાં આવતી નથી. તેમણે જણાવ્યું હતું કે,તેમના કરેલા કાર્યનું શ્રેય ભાજપ લઈ રહ્યું છે. આ બેઠકમાં નીતિશ કુમારના પ્રહારોને દબાણની રાજનીતિ તરીકે જોવામાં આવે છે.

નીતિશ કુમાર કેમ બની શકે સંયોજક?

સીએમ નીતિશ કુમારને સંયોજક બનાવવાના ઘણાં કારણ છે. ગયા વર્ષે તેમણે દેશના અલગ-અલગ રાજ્યોમાં વિપક્ષી નેતાઓ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જૂન 2023માં 15 પાર્ટીને એક મંચ પર લાવ્યા હતા.

શું નીતિશ કુમાર નારાજ હતા?

દિલ્હીમાં I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનના ચહેરા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું હતું. જેને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  સમર્થન આપ્યું હતું. સૂત્રોના જાણાવ્યા અનુસાર, ત્યારથી નીતિશ કુમાર નારાજ હોવાનું કહેવાય છે. કારણ કે, ન તો તેમને સંયોજક બનાવ્યા અને ન તો પીએમનો ચહેરો જાહેર કરવામાં આવ્યો. જોકે,તેમણે કહ્યું હતું કે, તેને કોઈ પદ જોઈતું નથી.

adv

Related News

post
post
post
post
post
post
post