• Home
  • News
  • ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને નોમિનેશન મળ્યું
post

10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલાં બિલ્ડિંગ્સ પૈકી બેસ્ટ બિલ્ડિંગનો અવોર્ડ લંડનમાં અપાશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-07 14:23:03

ઇંગ્લેન્ડ ખાતે બ્રિક ડેવલપમેન્ટ એસોસિયેશનમાં સુરતના આર્કિટેક્ટ આશિષ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેકટને ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ કેટેગરીમાં 8 દેશના બ્રિક વર્કના નિર્માણકાર્યની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રિયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણકાર્યમાં બ્રીક વર્ક માટે ઇનોવેટિવ બ્રીક વર્ક કરનારને બ્રિક અવોર્ડ એનાયત કરવામાં આવે છે. આગામી 10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલાં બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડિંગનો અવોર્ડ લંડન ખાતે યોજનારા અવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે.

ભારતમાંથી સુરતના આર્કિટેક્ટનો પ્રોજેક્ટ મોકલાયો
ઇંગ્લેન્ડ ખાતે બ્રિક ડેવલપમેન્ટ એસો. દ્વારા બાંધકામ વ્યવસાયમાં વાપરવામાં આવતી ઈંટ (બ્રિક)નો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વના વિવિધ આર્કિટેક્ચરો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવતા હોય છે. સ્પર્ધાના માપદંડ મુજબ, યોગ્ય રીતે રહેણાક કે પછી એનો વ્યાવસાયિક ઉપયોગ કરી શકાય તેવા નિર્માણકાર્યને પસંદ કરવામાં આવે છે. વ્યાવસાયિક બાંધકામ, નાના કદના બાંધકામ તેમજ ઇન્ડસ્ટ્રિયલ બાંધકામમાં કરવામાં આવતા નિર્માણકાર્યમાં ઇનોવેટિવ બ્રિક વર્ક કરનારને બ્રિક અવોર્ડ એનાયત કરવામાં આવે છે. એની વર્લ્ડવાઇડ કેટેગરીમાં દુનિયાભરના દેશોના આર્કિટેક્ચરો દ્વારા તેમના દ્વારા તૈયાર થતા બાંધકામના પ્રોજેકટ મોકલવામાં આવે છે. આ કેટેગરીમાં 8 દેશના બ્રિક વર્કના નિર્માણકાર્યની પસંદગી કરવામાં આવી છે, જેમાં ભારત તરફથી નેતૃત્વ કરતા સુરતના આર્કિટેક્ટ આશિષ પંકજભાઈ પટેલ દ્વારા સુરતના અમરોલી-કોસાડ નજીક એક નિર્માણકાર્યને પ્રોજેકટ તરીકે મોકલવામાં આવ્યો હતો, જેની પસંદગી કરવામાં આવી છે.

સુરતનું મકાન શોર્ટ લિસ્ટ થયું
આ કેટેગરીમાં ભારત સહિત બેલ્જિયમના ત્રણ પ્રોજેકટ, યુકે અને સ્વિટ્ઝર્લેન્ડ તેમજ ઇરાનના પ્રોજેકટની પણ પસંદગી કરવામાં આવી છે. હવે આગામી 10 ઓગસ્ટના રોજ પસંદગી પામેલાં બિલ્ડિંગો પૈકી બેસ્ટ બિલ્ડિંગનો અવોર્ડ લંડન ખાતે યોજનારા અવોર્ડ સેરેમનીમાં આપવામાં આવશે. હકીકતમાં જોવા જઇએ તો સુરતનું મકાન યુકેના બ્રિક અવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થતાં સુરતના આર્કિટેક્ટોમાં ખુશીની સાથે ગૌરવની લાગણી ફેલાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post