• Home
  • News
  • ગુજરાતની સ્કૂલોને મળેલી બોમ્બની ધમકી મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો મોટો ખુલાસો
post

પાકિસ્તાનથી ઇ-મેઇલ થયા હોવાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દાવો, અગાઉ રશિયન ડોમેનનો દાવો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-10 12:21:55

અમદાવાદ: દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું હતું. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ એજન્સીની મદદ લેવામાં આવશે
દિલ્હી અને ગુજરાતમાં સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી આપનાર ઇ-મેઇલ મળ્યા બાદ અલગ અલગ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં ખાસ કરીને અમદાવાદમાં 28થી વધુ સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ તપાસ પહેલાં પોલીસે કહ્યું હતું કે, આ ઇ-મેઇલ રશિયન ડોમેનથી થયા છે અને હવે આ ઇ-મેઇલ પાકિસ્તાનથી થયા હોવાનું ક્રાઈમ બ્રાન્ચ કહી રહી છે. એક અઠવાડિયામાં આ કેસની તપાસ રશિયાથી પાકિસ્તાન થઈ હોવાની વિગતો સામે આવી છે. હવે આ કેસમાં વધુ મદદ માટે સેન્ટ્રલ એજન્સીની મદદ લેવામાં આવે તેવી પણ વિગતો સામે આવી રહી છે.

અગાઉ પોલીસે રશિયન ડોમેનથી ઇ-મેઇલ થયા હોવાનું કહ્યું હતું
ગુજરાતમાં તાજેતરમાં ચૂંટણીના એક દિવસ પહેલાં ધમકીભર્યા ઇ-મેઇલ અમદાવાદ શહેરની અલગ-અલગ સ્કૂલમાં આવ્યા હતા અને તેની સાથે આ ઇ-મેઇલની સંખ્યા 28થી વધુ થઈ ગઈ હતી. એટલે કે, 28થી વધુ સ્કૂલોમાં ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા અને તેમાં ધમકીભર્યો મેઇલ વિદેશમાંથી થયો હોવાનું ક્રાઈમ બ્રાન્ચ જણાવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, રશિયન ડોમેનથી ઇ-મેઇલ થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post