• Home
  • News
  • દુનિયાનો એક એવો દેશ જે ઈતિહાસમાં ક્યારેય કોઈનો ગુલામ નથી રહ્યો, જાણો તેની પાછળનું કારણ
post

અંગ્રેજોએ પણ નેપાળ પર રાજ કરવાનો પ્રયાસ કર્યો, આ માટે એક મોટું યુદ્ધ થયું. જે 1814 થી 1816 સુધી અંગ્રેજો અને નેપાળ વચ્ચે યુદ્ધ થયું જેને ગોરખ યુદ્ધ કહેવામાં આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 19:31:39

ભારત 200 વર્ષ સુધી બ્રિટનનું ગુલામ રહ્યું. ભારત ઉપરાંત 56 અન્ય દેશો બ્રિટનના ગુલામ હતા. એક અભ્યાસ મુજબ એવું જાણવા મળે છે કે બ્રિટને વિશ્વના લગભગ 90 ટકા દેશ પર હુમલો કર્યો હતો. તેમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશ્વમાં નેપાળ, ભૂતાન, ઈરાન, સાઉદી અરેબિયા જેવા  દેશ પણ છે જે બ્રિટનના ગુલામ ન હતા. પરંતુ આ બધામાં એક એવો દેશ છે જે ક્યારેય કોઈ દેશનો ગુલામ રહ્યો નથી. 

નેપાળ એવો દેશ છે જેના પર ક્યારેય કોઈએ શાસન નથી કર્યું 

નેપાળ ઈતિહાસમાં ક્યારેય કોઈનું ગુલામ બન્યું નથી. જયારે ભારત પર અંગ્રેજો લૂંટની ચરમસીમા વટાવી ગયા. વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવી સત્તા હશે કે જેણે ભારતને લૂંટ્યું ન હોય કે તેને લૂંટવાનું વિચાર્યું ન હોય. તેમજ તેમાંથી ઘણા શાસકોએ ભારત પર વર્ષો સુધી રાજ કર્યું છે. પરંતુ ભારતનો પડોસી દેશ, નેપાળ પર કોઈ રાજ કરી શક્યું નથી. 

શું છે તેની પાછળનું કારણ?

જયારે ખબર પડે કે નેપાળ ક્યારેય કોઈનું ગુલામ નથી રહ્યું તો પ્રશ્ન એ થાય કે આવું કઈ રીતે બની શકે? બની શકે કે નેપાળમાં એવું કઈ હોય જ નહિ કે તેના પર રાજ કરી શકાય, પરંતુ મોટા પ્રમાણમાં કોઈપણ દેશ પોતાને શક્તિશાળી બતાવવા અન્ય દેશને ગુલામ બનાવે છે જે શક્તિશાળી હોવાની નિશાની છે. પરંતુ તેમ છતાં નેપાળ પર કોઈ રાજ કરી શક્યું નથી. વાસ્તવમાં, એવું નહોતું કે નેપાળ નાનો દેશ કે ગરીબ દેશ હતો, તેથી તેના પર કબજો કરવામાં આવ્યો ન હતો. નેપાળ તિબેટ, ભારત અને ચીન વચ્ચેના વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. તમામ વેપાર આ માર્ગથી થતો હતો. 

મુસ્લિમ શાસકો પણ ન કરી શક્યા શાસન 

એવું નથી કે મુસ્લિમ શાસકોએ નેપાળ પર શાસન કરવાનો પ્રયાસ કર્યો ન હતો. નેપાળ પર 1349માં પ્રથમ હુમલો શમસુદ્દીન ઇલ્યાસ શાહે કર્યો હતો. કાઠમંડુ લૂંટ્યું પણ થોડા સમય પછી ગોરખ સીએ સમસુદ્દીનને પાછો મોકલી દીધો. 18મી સદીમાં મીર કાસિમ દ્વારા નેપાળ પર બીજી વખત હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ મીર કાસિમની સેના નેપાળની ગોરખા સેનાએ પરાસ્ત કર્યો, જેથી તેને  પરત આવવું પડ્યું.

અંગ્રેજોએ પણ કરવું પડ્યું સમાધાન

અંગ્રેજોએ પણ નેપાળ પર રાજ કરવાનો પ્રયાસ કર્યો, આ માટે એક મોટું યુદ્ધ થયું. જે 1814 થી 1816 સુધી અંગ્રેજો અને નેપાળ વચ્ચે યુદ્ધ થયું જેને ગોરખ યુદ્ધ કહેવામાં આવે છે. ગોરખા સામ્રાજ્ય તરીકે ઓળખાતું આજનું નેપાળ અને ઇસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે આ યુદ્ધ થયું હતું, તે સમયે સમગ્ર ભારત પર અંગ્રેજોનું નિયંત્રણ નહોતું. તે સમયે ગોરખા સામ્રાજ્ય પણ ઘણું શક્તિશાળી હતું. ગોરખાઓએ સિક્કા કુમાઉ અને ગઢવાલ પર કબજો કર્યો હતો. તેમજ અવધ કબજે કરવાનું પણ મન હતું. એ સમયે અવધ ઈસ્ટ ઈન્ડિયા કંપની હેઠળ હતું. બંને વચ્ચે યુદ્ધ થયું પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નહિ. અંતે બંને વચ્ચે એક કરાર થયો જેને સુગૌલીની સંધિ કહેવામાં આવે છે. આ પછી, ગોરખાઓએ કુમાઉ અને ગઢવાલ પ્રદેશો અંગ્રેજોને સોંપી દીધા અને અંગ્રેજોએ નેપાળ પર ફરીથી હુમલો નહીં કરવાનું વચન આપ્યું.

adv

Related News

post
post
post
post
post
post
post