• Home
  • News
  • હિન્દુ સંગઠનોનું સમર્થન કરતા ડોક્ટરને USથી મળી ધમકી:ફોન કરીને ધમકી આપનારે કહ્યું- તારું માથું વાઢી નાંખીશું, જ્યાં કનૈયા-ઉમેશ ગયા ત્યાં તને પણ મોકલી દઈશ
post

ધમકીભર્યો ફોન કરનાર શખ્સે કહ્યું- તને તારા મોદી, યોગી, પણ બચાવી શકશે નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-13 18:36:40

યુપીના ગાઝિયાબાદના એક ડોક્ટરને અમેરિકા (US)નાં નંબર પરથી ફોન કરીને માથું વાઢી નાંખવાની ધમકી મળી છે. ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતુ કે, 'જ્યાં કનૈયા કુમાર અને ડો. ઉમેશને મોકલી દેવાયા છે, ત્યાં તને પણ મોકલી દઈશ'

ગાઝિયાબાદના આંબેડકર કોલોનીમાં રહેતા ડોક્ટર અરવિંદ વત્સ 'એકલા'ની સીતારામ હૃદયનાથ હોસ્પિટલ છે. ડોક્ટરે જણાવ્યું હતુ કે એક સપ્ટેમ્બરે 11.28 વાગે તેમને વ્હોટ્સએપ પર મિસ્ડ કોલ આવ્યો હતો. ત્યાર બાદ 2 સપ્ટેમ્બરે ફરીથી ફોન આવ્યો હતો.

ફોન કરનાર શખ્સે મોદી- યોગીનું નામ પણ લીધુ હતુ
ધમકીભર્યો ફોન કરનાર શખ્સે કહ્યું- ડોક્ટર અકેલા બોલી રહ્યો છો. તુ બહુ હિન્દુ સંગઠનની વાત કરી રહ્યો છે. તને તારા મોદી, યોગી, યતિ નરસિંહાનંદ પણ બચાવી શકશે નહીં. ગુસ્તાખ-એ-રસૂલની એક જ સજા, માથું ધડથી જુદુ, અલ્લાહ હૂ અકબર. 2 સપ્ટેમ્બરે ર ડોક્ટર અરવિંદને ફરીથી ફોન આવ્યો હતો. આ વખતે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, મારા માણસો તારી ચારેય તરફ નજર રાખી રહ્યા છે.

એક વ્યક્તિનો પગ કાપેલો ફોટો પણ મોકલ્યો હતો
ફોન કર્યા બાદ ડોક્ટર અરવિંદને વ્હોટ્સએપ પર ત્રણ ફોટો મોકલવામાં આવ્યા હતા. આ ફોટોમાં એક વ્યક્તિનો ઘુંટણથી નીચે પગ કપાયેલો જોવા મળે છે. ડોક્ટર અરવિંદે જમાવ્યું હતુ કે આ ફોટા મળ્યા બાદ તેઓ ખુબ ભયભીત થઈ ગયા. તેમણે તે નંબર પર ફોન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. ડોક્ટરે જણાવ્યું હતુ કે તેઓ અને તેમનો પરિવાર ભયભીત છે. તેમણે 12 સપ્ટેમ્બરે આ બાબતે સિહાની ગેટ પાલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ ભાજપના નેતાને પણ ધમકી મળી હતી
સાહિબાબાદમાં ભાજપ તેના પંકજ ત્યાગીને પણ 30 ઓગસ્ટે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં એવું લખ્યું હતુ કે- તમને સંદેશ મળ્યો છે કે નહીં, કે પછી વધુ એક સંદેશ મોકલું, તારી એક જ સજા છે માથું ધડથી જુદુ. પંકજ ત્યાગીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમણે સુરક્ષાની પણ માંગ કરી છે, જે હજી સુધી મળી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post