• Home
  • News
  • ફ્રાન્સનું એક એવું ગામ જ્યાં બધા લોકો અલ્ઝાઈમર પીડિત પણ સુવિધાઓ એવી કે બધા આત્મનિર્ભર જીવન જીવી રહ્યાં છે
post

અલ્ઝાઇમર પીડિત દર્દીઓ માટે ખાસ લાઈબ્રેરી, મ્યુઝિક રૂમની વ્યવસ્થા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:11:05

ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ ક્ષેત્રમાં ડૉકસ નામનું નાનકડું ગામ છે. વોલિન્ટિયરને સિવાય અહીં ફક્ત 105 લોકો રહે છે. તે બધા જ અલ્ઝાઈમર પીડિત છે. એટલા માટે આ ગામને અલ્ઝાઈમર ગામ કહેવાય છે. યાદશક્તિ ખતમ કરી નાખતા અલ્ઝાઈમર રોગથી પીડાતા ગામના લોકો નિરાશ દેખાતા જ નથી. તેનું કારણ એ છે કે સ્થાનિક તંત્ર અને કેટલાક બહારના લોકોએ મળીને ગામને એવું બનાવી દીધું છે કે જેનાથી ગ્રામીણ ખુદ દર્દી હોય તેવું અનુભવતા જ નથી.

અહીં આ અલ્ઝાઈમર પીડિતો માટે ખાસ કરિયાણા અને ફળોની દુકાનો, કાફેટેરિયા, લાઈબ્રેરી, મ્યુઝિક રૂમ ઉપલબ્ધ છે. દર્દીઓની દેખરેખ માટે નર્સ પણ છે છતાં તે સામાન્ય કપડામાં દેખાય છે. તે કોટ કે યુનિફોર્મ પહેરતી નથી. તેનો ઉદ્દેશ્ય એટલો જ છે કે દર્દી ખુદને હોસ્પિટલની જગ્યાએ મુક્ત વાતાવરણમાં મહેસૂસ કરે. વારંવાર તેમને બીમારીની યાદ ન આવે.

આ ગામની સ્થાપના ચાલુ વર્ષે જૂનમાં જ થઈ હતી. ગામમાં રહેવા આવેલ પ્રથમ મહિલા મેડેલીન એલિસાલ્ડે(82) કહે છે કે આખું ગામ મારા ઘર જેવું છે. અહીં અમારી સારી રીતે સારસંભાળ લેવાય છે. અગાઉ મેડેલીન દીકરીના પરિવાર સાથે રહેતા હતા.

મેડેલીનની દોહિત્રી ઓરોરે કહે છે કે અમારી સાથે રહીને પણ તે અમને ભૂલી ગયા હતા. ખુશીની વાત એ છે કે તેમણે હવે આત્મનિર્ભર થઈને રહેવાનું શીખી લીધું છે. ગામમાં કરિયાણાની દુકાન ચલાવનારા વોલેન્ટિયર ક્રિસ્ટાઈન સુરેલે કહે છે કે અમારો સૌથી મોટો ફાયદો અલ્ઝાઈમર પીડિતોના ચહેરા પર મુસ્કાન જોવાનો છે. અલ્ઝાઈમર પીડિતના પરિવાર અને સરકાર ગામનો ખર્ચ ઉપાડે છે. સરકાર દર વર્ષે અડધો ખર્ચો એટલે કે 60 કરોડ રૂપિયા આપે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post