• Home
  • News
  • આજે PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની વર્ચ્યુઅલ બેઠક, યુક્રેન સહિત અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
post

મોદી સાથેની મુલાકાત દરમિયાન બાઇડન રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-11 11:02:37

નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે આજે વર્ચ્યુઅલ બેઠક યોજાશે. ગયા મહિને જ ક્વાડ નેતાઓની બેઠક દરમિયાન બંને નેતા વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક 2+2 મિનિસ્ટ્રિયલ ડોયલોગ પહેલાં યોજાવાની છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે બંને નેતા વચ્ચેની બેઠક દ્વિપક્ષીય ભાગીદારીને મજબૂત બનાવશે. આ બેઠક બંને દેશ વચ્ચે સતત ઉચ્ચ સ્તરીય જોડાણનો માર્ગ ખોલશે. બંને નેતા દક્ષિણ એશિયામાં હાલના વિકાસ અને સામાન્ય હિતના વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરશે.

આ મુદ્દાઓ પર બંને નેતા વચ્ચે વાતચીત થઈ શકે છે

1. કોરોના મહામારી

2. આબોહવા કટોકટી

3. ગ્લોબલ ઇકોનોમી

4. સુરક્ષા અને લોકશાહીની મજબૂતી

સૌથી મોટો મુદ્દો: રશિયા અને યુક્રેન યુદ્ધ
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, મોદી સાથેની મુલાકાત દરમિયાન બાઈડન રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવશે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે મોદીની સામે રશિયાના આ ભયાનક યુદ્ધનાં પરિણામો બાબતે ચર્ચા થશે. આ સિવાય વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર આ યુદ્ધની અસર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકાએ રશિયા સાથેના સંબંધો અંગે ચેતવણી આપી છે
અમેરિકા પહેલાંથી જ રશિયા અને યુક્રેન વચ્ચે ભારતના વલણ સામે વાંધો ઉઠાવી ચૂક્યું છે. અમેરિકા ઇચ્છે છે કે ભારત રશિયા સાથે તેના સંબંધો મર્યાદિત રાખે. ભારતે હજુ પણ રશિયા સાથે તેલનો વેપાર ચાલુ રાખ્યો છે અને અમેરિકાને એની અસર થઈ રહી છે. તેણે ચેતવણી આપી છે કે જો ભારત આ સંબંધ ચાલુ રાખશે તો એની કિંમત ચૂકવવી પડી શકે છે, સાથે જ અમેરિકાએ ભારતની સામે પ્રસ્તાવ રાખી ચૂક્યું છે કે તે શસ્ત્રો આપશે. શરત એ પણ મૂકવામાં આવી છે કે રશિયા પાસેથી શસ્ત્રો પરની નિર્ભરતા ઘટાડવી પડશે.

રાજનાથ-જયશંકર 2+2 મંત્રણા માટે યુએસ પહોંચ્યા
રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ. જયશંકર 2+2 મંત્રણા માટે અમેરિકા પહોંચ્યા છે. અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન પેન્ટાગોનમાં રાજનાથનું સ્વાગત કરશે. આ પછી બંને દેશોના નેતાઓ વાતચીત કરશે. બંને વચ્ચે સંરક્ષણ ભાગીદારીને મજબૂત અને વધારવા પર ચર્ચા થશે.

લોયડ ઓસ્ટીન ઉપરાંત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન આ મંત્રણામાં ભાગ લેશે. આ સંવાદમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને સહયોગ વધારવા પર ચર્ચા કરવામાં આવશે. યુક્રેન મુદ્દો પણ મહત્ત્વનો રહેશે. વ્યૂહાત્મક ભાગીદારી, શિક્ષણ સહયોગ, ટેકનોલોજી, સપ્લાય ચેઈન, સંરક્ષણ ભાગીદારી પણ ચર્ચાના મુદ્દા હશે.

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં ભાગ લીધો નહોતો

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદનું રશિયાનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું છે. આના પર થયેલા મતદાનમાં 93 દેશે રશિયા વિરુદ્ધ મત આપ્યો હતો, જ્યારે 24 દેશ રશિયાની સાથે હતા. આમાં ચીન પણ સામેલ હતું, પરંતુ ભારતે આ મતદાનમાં ભાગ લીધો નહોતો. 58 દેશે આવું કર્યું. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ ભારતનું સ્ટેન્ડ ન્યૂટન રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post