• Home
  • News
  • આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીમાં 96% અને આ વખતે 88% સીટો જીતી; 100% સક્સેસનો રેકોર્ડ સિક્કિમની SSP-SDFના નામે
post

આમ આદમી પાર્ટીએ 2015માં 67 અને 2020માં 62 સીટો જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 10:06:12

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ લગાતાર બીજી વખત 88 ટકાથી વધારે સીટ જીતી છે. અરવિંદ કેજરીવાલની આપ આવું કરનારી દેશની પહેલી પાર્ટી બની ગઇ છે. જોકે દેશની ચૂંટણીઓના ઈતિહાસમાં 100 ટકા સક્સેસ રેટનો પણ રેકોર્ડ છે. 1989માં સિક્કિમ સંગ્રામ પરિષદ અને 2009માં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે પણ વિધાનસભા ચૂંટણીમાં 32માંથી 32 સીટ જીતી લીધી હતી.

આપને 2015માં ચોથી અને 2020માં સાતમી સૌથી મોટી જીત મળી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ દિલ્હીની 2015ની વિધાનસભા ચૂંટણીમાં 96 ટકા સીટ જીતી હતી. ત્યારે દેશના ઇતિહાસમાં તે ચોથી સૌથી મોટી જીત મેળવનારી પાર્ટી બની ગઇ હતી. 2020માં આમ આદમી પાર્ટીને 62 સીટ મળી મતલબ કે 88 ટકા સીટ. તે પાર્ટીની દેશની સાતમી સૌથી મોટી જીત છે.

સિક્કિમના મતદારોએ ત્રણ વખત કમાલ કર્યો
વિધાનસભા ચૂંટણીમાં કોઇ વિજેતા પાર્ટીને સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ સિક્કિમમાં બન્યો છે. અહીં 1989માં નરબહાદુર ભંડારીની સિક્કિમ સંગ્રામ પાર્ટીએ દરેક 32 સીટ જીતી હતી. ભંડારી લગાતાર ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા હતા. ત્યારબાદ પવન ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે 2004ની વિધાનસભા ચૂંટણીમાં 32માંથી 31 સીટ જીતી. 2009માં ફરી ફ્રન્ટે દરેક 32 સીટ જીતી લીધી.

તમિલનાડુમાં પણ બે વખત 90 ટકાથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ રહ્યો
1991
માં તમિલનાડુમાં અન્નાદ્રમુકે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. અહીં રાજ્યની 234માંથી 225 સીટ જીતવામાં સફળતા મળી હતી. સીટો પર સક્સેસ રેટ 96 ટકા રહ્યો. ત્યારબાદ 1996માં કોંગ્રેસે દ્રમુક સાથે ચૂંટણી લડી. બન્ને પાર્ટીએ વખતે 221 સીટ જીતી. મતલબ કે 94 ટકા સક્સેસ રેટ.

બિહારમાં JDU-BJP પણ 85 ટકા સીટ જીતી હતી
2010
માં થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં JDU અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું હતું. બન્ને પાર્ટીએ 243માંથી 206 સીટ જીતી હતી મલતલકે 85 ટકા સક્સેસ રેટ રહ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીના નામે રેકોર્ડ
લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે સીટ જીતવાનો રેકોર્ડ રાજીવ ગાંધીના નામે છે. પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 1984માં રાજીવના નેતૃત્વમાં કોંગ્રેસે 545માંથી 415 સીટ જીતી હતી. તેમનો સક્સેસ રેટ 76 ટકા હતો.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post