• Home
  • News
  • આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન કથિત પ્રેમિકા લેખાના હાથોમાં હાથ નાખીને જોવા મળ્યો
post

બંને પરિવારે ઈમરાન તથા અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-06 16:50:01

મુંબઈ: બોલિવૂડ એક્ટર ઈમરાન ખાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હોય છે. હાલમાં જ ઈમરાન ખાન મુંબઈમાં એક્ટ્રેસ લેખા વોશિંગ્ટન સાથે જોવા મળ્યો હતો. બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા છે. લેખાએ તમિલ તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. બંનેએ 2013માં રિલીઝ થયેલી ફિલ્મ 'મટરુ કી બિજલી કા મંડોલા'માં કામ કર્યું હતું.

મુંબઈમાં જોવા મળ્યા
ઈમરાન ખાન રવિવાર, 5 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં લેખા વોશિંગ્ટન સાથે જોવા મળ્યો હતો. બંને હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા. છેલ્લાં ઘણાં સમયથી એવી ચર્ચા છે કે ઈમરાન તથા લેખા એકબીજાને ડેટ કરે છે. જોકે, બંનેમાંથી કોઈએ પોતાના રિલેશનશિપને સ્વીકાર્યા નથી.

પત્નીથી અલગ રહે છે
ઈમરાન ખાને અવંતિકા મલિક સાથે 2011માં લગ્ન કર્યા હતા. તેમને દીકરી ઈમારા છે. જોકે, બંને 2019થી અલગ રહે છે. બંનેએ આ અંગે કોઈ જ વાત કરી નથી. ઈમરાન તથા અવંતિકાએ હજી સુધી ડિવોર્સ લીધા નથી.

ડિવોર્સ ફાઇલ કરે તેવી શક્યતા
આમિર ખાનના ભાણિયા તથા એક્ટર ઈમરાન ખાને પત્ની અવંતિકા મલિકને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું હોવાની ચર્ચા થોડાં સમય પહેલાં થતી હતી. બંને છેલ્લા ઘણા સમયથી અલગ રહે છે. જોકે બંનેએ લગ્ન બચાવવાના પૂરતા પ્રયાસો કર્યાં હતાં, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેએ હવે અલગ થવાનું નક્કી કર્યું છે. ટૂંક સમયમાં જ બંને ડિવોર્સ ફાઇલ કરશે.

પરિવારે સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો
રિપોર્ટ પ્રમાણે, નિકટના સંબંધીઓ તથા મિત્રોએ બંને વચ્ચે સમાધાન કરાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. બંને ફરી મળે અને સાથે રહે એ માટે તમામે ઘણી જ મહેનત કરી હતી. જોકે બંને પર કોઈ અસર થઈ નહોતી. અવંતિકા લગ્ન તથા ઈમરાનને બીજી તક આપવા માગતી નથી, આથી જ કોઈના પણ પ્રયાસો કામ ના આવ્યા.

 

2019માં ઘર છોડ્યું હતું
ઈમરાન તથા અવંતિકા વચ્ચે છેલ્લાં બે વર્ષથી મતભેદ હોવાની વાત સામે આવી રહી છે. 24 મે, 2019ના રોજ અવંતિકાએ ઈમરાનનું ઘર છોડ્યું હતું. તે દીકરી ઈમારા સાથે પેરેન્ટ્સના ઘરે રહે છે. બંને પરિવારે ઈમરાન તથા અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

લગ્ન પહેલાં બંનેએ એકબીજાને ડેટ કર્યા
ઈમરાન તથા અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. 2014માં દીકરી ઈમારાનો જન્મ થયો હતો. ઈમરાન તથા અવંતિકાએ લગ્ન પહેલાં બંનેને ખાસ્સા સમય સુધી ડેટ કર્યા હતા. અલગ થયા બાદ બંને ગયા વર્ષે મુંબઈની એક હોટલમાં એકબીજાને મળ્યાં હતાં. આઈરાની ઈદ પાર્ટીમાં ઈમરાન ખાન (જમણી બાજુ) જોવા મળ્યો હતો.

બોલિવૂડમાં 2015થી જોવા મળ્યો નથી
ઈમરાન ખાન 2015માં 'કટ્ટ બટ્ટી'માં કંગના રનૌત સાથે જોવા મળ્યો હતો. ત્યાર પછી તે એકપણ ફિલ્મમાં જોવા મળ્યો નથી. 2018માં ઈમરાને 'મિશન માર્સઃ કીપ વૉકિંગ ઇન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ઈમરાને 2008માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ઘણી જ હિટ રહી હતી. આ પહેલાં ઈમરાને 'કયામત સે કયામત તક' તથા 'જો જીતા વહી સિકંદર'માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. 2018માં એ વાત સામે આવી હતી કે ઈમરાન ખાને એક્ટિંગને અલવિદા કહી દીધી છે. ઈમરાને સો.મીડિયા એકાઉન્ટ્સ પણ બંધ કરી દીધા છે.

કોણ છે લેખા?
વાત લેખાની કરીએ તો તેનો જન્મ ચેન્નઇમાં થયો છે. તેના પિતા બર્મિસ તથા માતા મહારાષ્ટ્રિયન છે. લેખાએ 1999માં તમિળ ફિલ્મ 'કઢલાર ધીનમ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે હિંદી, તમિળ, તેલુગુ ફિલ્મમાં નાના-મોટી રોલ પ્લે કર્યા છે. છેલ્લે તે 2019માં તેલુગુ ફિલ્મ 'ડાયનામાઇટ'માં કેમિયો રોલમાં જોવા મળી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post