• Home
  • News
  • અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર:900 કરોડના ખર્ચે 16.7 એકરમાં મંદિર નિર્માણ, 3000થી વધુ મજૂરો સહિત શિલ્પકારો ગુજરાત-રાજસ્થાનમાં નકશીકામ કરે છે
post

2023 સુધી એટલે કે બે વર્ષમાં બનીને તૈયાર થવાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-11 10:41:57

શાનીર એન સિદ્દીકી, અબુધાબી | 15 લાખની વસતી ધરાવતો દેશ અબુબાધી યુએઈમાં રહેતા આશરે 33 લાખ ભારતીયો માટે આસ્થાનું કેન્દ્ર બની જશે. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બની રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 16.7 એકરમાં બની રહેલા મંદિર પરિસરમાં 450 મિલિયન દિરહમ(આશરે 900 કરોડ રૂપિયા) ખર્ચ થશે. અંદાજ છે કે 2023 સુધી આ મંદિર નિર્માણકાર્ય પૂરું થઈ જશે. તેમાં 2000થી વધુ કલાકૃતિઓ લગાવાશે. 3000થી વધુ મજૂરો અને શિલ્પકારો તેના માટે કામ કરી રહ્યા છે.

મંદિરમાં આશરે 5000 ટન ઈટાલિયન કેરારા માર્બલનો ઉપયોગ થશે. મંદિરમાં લાગનાર પથ્થર અને કલાકૃતિઓનું નક્શીકામ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહ્યું છે. મંદિરનો બહારનો હિસ્સો આશરે 12,250 ટન ગુલાબી બલુઆ પથ્થરથી બનશે. મનાય છે કે આ પથ્થરોમાં ભીષણ ગરમી સહન કરવાની ક્ષમતા છે અને 50 ડિગ્રીએ પણ તે ગરમ થતો નથી. આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(પીએપીએસ) કરાવી રહી છે. આ મંદિર અક્ષરધામ મંદિરની જેમ બનાવાશે. જોકે આકારમાં તે દિલ્હીના અક્ષરધામ મંદિરથી નાનું હશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં બે મંદિર(શિવ અને કૃષ્ણના) અને એક ગુરદ્વારા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post