• Home
  • News
  • 'તારક મહેતા...' ફૅમ હેતલ યાદવનો અકસ્માત: શૂટિંગ કરીને ઘર પરત ફરતા સમયે એક્ટ્રેસની કારને ટ્રકે જોરદાર ટક્કર મારી
post

હેતલ યાદવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં પણ કામ કર્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 18:34:47

મુંબઈ: ટીવી એક્ટ્રેસ હેતલ યાદવ હાલમાં 'ઈમલી'માં શિવાની રાનાનો રોલ પ્લે કરી રહી છે. રવિવાર, ચાર ડિસેમ્બરના રોજ હેતલ યાદવનો અકસ્માત થયો હતો. હેતલ શૂટિંગ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કાર જાતે જ ડ્રાઇવ કરતી હતી અને અકસ્માત થયો હતો. હેતલે અકસ્માત અંગે વિગતે વાત કરી હતી. હેતલ યાદવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં પણ કામ કર્યું છે.

હાઇવે પર અકસ્માત થયો
'
ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, હેતલે કહ્યું હતું, 'મેં રાત્રે 8.45 વાગે પેકઅપ કર્યું અને ફિલ્મસિટીથી ઘર તરફ જવા કારમાં નીકળી હતી. જ્યારે હું JVLR હાઇવે પર પહોંચી ત્યારે પાછળથી એક ટ્રકે મારી કારને ધક્કો માર્યો હતો. આટલું જ નહીં ટ્રકે મારી કારને ધક્કો મારીને ફ્લાય ઓવરની ધાર પર લાવી દીધી હતી. મારી કાર નીચે પડવાની જ હતી, પરંતુ મેં હિંમત રાખીને માંડ માંડ મારી કારને પડતા બચાવી હતી. ત્યારબાદ મેં મારી દીકરાને ફોન કર્યો અને પોલીસને જાણ કરવાનું કહ્યું હતું. આ અકસ્માત બાદ હું ઘણી જ ડરી ગઈ હતી.'

વધુમાં હેતલે કહ્યું હતું, 'સદનસીબે મને કોઈ જ ઈજા થઈ નહોતી અને બીજા દિવસે હું સવારે સેટ પર પણ આવી ગઈ હતી. મેં એક પણ દિવસ શૂટિંગમાંથી રજા લીધી નથી.'

કોણ છે હેતલ યાદવ?
19
જૂન, 1980માં મુંબઈમાં જન્મેલી હેતલ યાદવને ડાન્સ કોરિયોગ્રાફર બનવું હતું. તેણે 'દેવો કે દેવ મહાદેવ'માં ડાન્સ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે બોલિવૂડ ફિલ્મમાં પણ ડાન્સરનો રોલ પ્લે કર્યો છે.

'બાલિકાવધૂ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી
2008
માં 'બાલિકાવધૂ'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી હેતલે 10 જેટલી સિરિયલમાં કામ કર્યું છે, જેમાં 'બારિસ્ટર બાબુ', 'આહટ', 'તૂ સૂરજ મૈં સાંજ પિયાજી', 'દિલ યે જિદ્દી હૈ' સામેલ છે. હેતલે બોલિવૂડ ફિલ્મ 'અપાર્ટમેન્ટ', 'સચ હુએ સપને'માં કામ કર્યું છે.

'તારક મહેતા..'માં પણ જોવા મળી હતી
હેતલે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એડવોકેટ જ્વાલાનો રોલ પ્લે કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post