• Home
  • News
  • સેટ પર અકસ્માત:વિજય સેતુપતિની ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્ટંટમેનનું મોત, 20 ફૂટની ઊંચાઈથી પડ્યો હતો
post

વિજય સેતુપતિએ ફિલ્મના સેટની તસવીરો સો.મીડિયામાં શૅર પણ કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-05 18:46:19

સાઉથ સ્ટાર વિજય સેતુપતિની આગામી ફિલ્મ 'વિદુથલાઈ'ના શૂટિંગ દરમિયાન 54 વર્ષીય સ્ટંટ માસ્ટર એસ સુરેશનું મોત થયું હતું. ચેન્નઈના વાંદાલુરમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન માસ્ટર એસ સુરેશ 20 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યો હતો. આ ઘટનાની જાણ સેટ પર આગની જેમ ફેલાઈ ગઈ હતી. આ ફિલ્મને વેત્રી મારન ડિરેક્ટ કરે છે.

ભવ્ય સેટ બનાવવામાં આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુરેશ આસિસ્ટન્ટ તરીકે લીડ સ્ટંટ ડિરેક્ટર સાથે પર્ફોર્મ કરતો હતો. ભવ્ય સેટ હતો અને ટ્રેનનો કાટમાળ પડ્યો હતો. સુરેશ પોતાના સાથી કો-ઓર્ડિનેટર્સ સાથે હાજર હતો. સુરેશે દોરડું બાંધીને કૂદવાનો સ્ટંટ કરવાનો હતો.

દોરડું તૂટી જતાં 20 ફૂટથી નીચે પડ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરેશને દોરડાની મદદથી ક્રેન સાથે બાંધવામાં આવ્યો હતો. સીન શરૂ થયો ત્યારે જ દોરડું તૂટી ગયું હતું અને સ્ટંટમેન સુરેશ 20 ફૂટની ઊંચાઈ પરથી પડ્યો હતો. સુરેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ હાજર ડૉક્ટર્સે મૃત જાહેર કર્યો હતો. અન્ય કો-ઓર્ડિનેટર્સ ઘાયલ થયા છે.

અકસ્માત બાદ તપાસ શરૂ
પોલીસે સેટ પર થયેલા અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. એસ સુરેશ છેલ્લા 25 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તે શરૂઆતથી જ સ્ટંટમેન હતો. તેણે સ્ટંટ કરતા કરતા જ દુનિયાને અલવિદા કહી દીધું. ફિલ્મમાં સાઉથ એક્ટર સૂરી લીડ રોલમાં છે અને વિજય સેતુપતિનો કેમિયો છે. તે આ ફિલ્મમાં સૂરીના મેન્ટોર તરીકે જોવા મળશે. હાલમાં શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. વિજય સેતુપતિએ ફિલ્મના સેટની તસવીરો સો.મીડિયામાં શૅર પણ કરી હતી.

ફિલ્મમાં વિજય ઉપરાંત પ્રકાશ રાજ, ગૌતમ મેનન, કિશોર, ભવાનીશ્રી, રાજીવ મેનન, ચેતન જેવી સ્ટાર-કાસ્ટ છે. ફિલ્મના મોટાભાગના સીન્સ સત્યમંગલમના જંગલમાં શૂટ કરવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post