• Home
  • News
  • અલ્લૂ અર્જૂન, પંકજ ત્રિપાઠી, આલિયા-કૃતિ સેનન સહિત કલાકારો નેશનલ એવોર્ડથી સન્માનિત
post

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરીને હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવુ છું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-17 18:17:28

નવી દિલ્હી: નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલ્લૂ અર્જૂન, પંકજ ત્રિપાઠી, આલિયા-કૃતિ સેનન સહિત વિનર્સને ભારતના રાષ્ટ્રપતિ, દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. મહત્વનું છે કે, આ તમામ વિનર્સના નામ સપ્ટેમ્બરમાં જ જાહેર કરવામાં આવ્યા હતા.

એક્ટર અલ્લૂ અર્જૂનને 'પુષ્પા : ધ રાઈઝ' માટે રાષ્ટ્રપતિના હસ્તે બેસ્ટ એક્ટર એવોર્ડ


એક્ટ્રેસ આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ



એક્ટ્રેસ કૃતિ સેનનને ફિલ્મ મિમ માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ

એક્ટર પંકજ ત્રિપાઠીને ફિલ્મ 'મીમી' બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ

દાદા સાહેબ ફાળકે એવોર્ડ લેતા સમયે ઈમોશનલ થયા વહીદા રહેમાન

દિગ્ગજ એક્ટ્રેસ વહીદા રહેમાન આજે એવોર્ડ લેતા સમયે ભાવુક થયા હતા. તેમના નામનું એનાઉન્સમેન્ટ થતા જ હોલમાં હાજર તમામ લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. આ જોઈને વહીદા રહેમાનની આંખોમાં આંસુ આવી ગયા હતા. વહીદા રહેમાને કહ્યું કે, તે ખુબ ખુશ છે અને આભાર વ્યક્ત કરે છે.

રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે જ્યારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં નેશનલ ઈન્ટિગ્રેશન પર બેસ્ટ ફિલ્મ માટે નરગીસ દત્ત એવોર્ડ જીત્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરીને હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવુ છું.

અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન સાથે અભિનેત્રીનું સન્માન કર્યું હતુ. આ દરમિયાન વહીદા ભાવુક જોવા મળી હતી.સમારોહમાં વહીદાની અત્યાર સુધીની કારકિર્દીની સફર બતાવવામાં આવી હતી. વહીદાએ પોતાની સફર વિશે પણ વાત કરી. 

નેશનલ એવોર્ડ વિનરના લિસ્ટ પર એક નજર

  • શ્રેષ્ઠ અભિનેતાઃ અલ્લુ અર્જુન (પુષ્પા ધ રાઇઝ)
  • શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), કૃતિ સેનન (મિમી)
  • બેસ્ટ ફીચર ફિલ્મઃ રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ (આર માધવન મુખ્ય હીરો)
  • શ્રેષ્ઠ દિગ્દર્શન- નિખિલ મહાજન (ગોદાવરી-ધ હોલી વોટર)
  • બેસ્ટ સપોર્ટિંગ એકટ્રસ: પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
  • બેસ્ટ સપોર્ટિંગ એકટર: પંકજ ત્રિપાઠી (મિમી)
  • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર- સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇનર- સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી- સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ એડિટીંગ- ગંગુબાઈ કાઠિયાવાડી
  • બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ- ગંગુબાઈ કાઠિયાવાડી
  • બેસ્ટ હિન્દી ફિલ્મ- સરદાર ઉધમ સિંહ
  • શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ- છેલ્લો શો
  • શ્રેષ્ઠ મલયાલમ મૂવી- હોમ
  • શ્રેષ્ઠ તમિલ ફિલ્મ- Kadaisi Vivasayi
  • શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મ- સમાંતર
  • શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ- ઉપેના
  • શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ- Ekda Kay Zala
  • બેસ્ટ ચિલ્ડ્રન આર્ટિસ્ટ- ભાવિન રબારી (છેલ્લો શો)
  • શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- 777 ચાર્લી
  • સ્પેશિયલ જ્યુરી એવોર્ડ- શેરશાહ
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન - પુષ્પા/RRR
  • બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ- RRR (સ્ટંટ કોરિયોગ્રાફર- કિંગ સોલોમન)
  • શ્રેષ્ઠ કોરિયોગ્રાફી- RRR (કોરિયોગ્રાફર- પ્રેમ રક્ષિત)
  • બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ- RRR (સ્પેશિયલ ઇફેક્ટ્સ ક્રિએટર- વી શ્રીનિવાસ મોહન)
  • બેસ્ટ નરેશન વોઈસ ઓવર આર્ટિસ્ટ- કુલદા કુમાર ભટ્ટાચારજી
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન - ઈશાન દિવેચા
  • શ્રેષ્ઠ એડિટિંગ - અભરો બેનર્જી (If Memory Serves Me Right) નોન ફીચર ફિલ્મ
adv

Related News

post
post
post
post
post
post
post