• Home
  • News
  • એક્ટ્રેસનું પહેલાં લગ્ન શંકાને કારણે તૂટ્યાં:50 વર્ષીય ડેલનાઝ ઈરાની ડિવોર્સ બાદ 10 વર્ષ નાના પ્રેમી સાથે લિવ ઇનમાં રહે છે
post

વધુમાં ડેલનાઝે કહ્યું હતું, 'હું અસત્યની મદદથી કોઈ પણ સંબંધમાં રહેવા માગતી નહોતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-06 18:30:26

મુંબઈ: ફિલ્મ 'કલ હો ના હો'ની સ્વીટૂ એટલે ડેલનાઝ ઈરાની હાલમાં ચર્ચામાં છે. 50 વર્ષીય ડેલનાઝે થોડા દિવસ પહેલાં જ ઇન્ડસ્ટ્રીમાં કામ ના મળવા અંગે વાત કરી હતી. હવે તેણે રિલેશનશિપ, લાઇફ પાર્ટનર, પિતાના નિધન અંગે વાત કરી હતી. ડેલનાઝ હાલમાં 10 વર્ષ નાના પર્સી સાથે રિલેશનશિપમાં છે.

યુ ટ્યૂબર સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં ડેલનાઝે લાઇફ પાર્ટનર પર્સી અંગે કહ્યું હતું, 'મને યોગ્ય સમયે સારી વ્યક્તિ મળી હતી. આ વ્યક્તિએ મને તમામ મુસીબતમાંથી બહાર કાઢી અને નવું જીવન આપ્યું. આ વ્યક્તિનું નામ પર્સી છે. અમે છેલ્લા 10 વર્ષથી સાથે છીએ. મને લોકો કહેતા હોય છે કે તમે લગ્ન કરી લો. હજી સુધી કેમ લગ્ન નથી મને લાગે છે કે તે વ્યક્તિએ મને જીવનમાં ઇમોશનલી તથા મેન્ટલી સપોર્ટ કર્યો. તેણે મને હંમેશાં સાંત્વના આપી કે બધું જ ઠીક થઈ જશે. તે બહુ જ સિમ્પલ છે. તે દયાળું ને પ્રેમાળ છે. તેણે મને ઘણી સારી બાબતો શીખવી છે.'

વધુમાં ડેલનાઝે કહ્યું હતું, 'તેમની સાથે મને જે મળ્યું એ મારા લગ્નમાં પણ મળ્યું નહોતું. કોઈ પણ સંબંધમાં, કોઈ પણ લગ્નમાં અને બેઝિક બાબત માન-સન્માન છે. જ્યારે પણ હું કહું કે મને પર્સી પ્રત્યે પ્રેમ છે અથવા પર્સી એમ કહે કે ડેલનાઝ મારી દુનિયા છે. પ્રેમની શરૂઆતમાં એકબીજા પ્રત્યે અલગ જ ફીલિંગ શરૂ થાય છે, પરંતુ અમે આનાથી આગળ વધી ચૂક્યા છીએ. તેના પણ પહેલા લગ્ન સફળ થયા નહોતા અને મારા પણ. અમે બંને મુશ્કેલ સમયમાં એકબીજાની સાથે હતા. મને શરૂઆતમાં ખ્યાલ નહોતો કે આ સંબંધો કેવા વળાંક લાવશે, પરંતુ હું આ સંબંધને નામ આપવા માગતી નથી. મને લાગે છે કે જો હું આ સંબંધને નામ આપીશ તો ખબર નહીં શું થઈ જશે. હું મારા પ્રેમને ગુમાવવા માગતી નથી.'

10 વર્ષ નાના પ્રેમીના પ્રેમમાં પડવું સરળ નહોતું
ડેલનાઝે એમ પણ કહ્યું હતું, 'પર્સીના પ્રેમમાં પડવું સરળ નહોતું. આજે પણ કોઈ મને મળે તો હું પર્સીને મારો પતિ કહીને જ મુલાકાત કરાવું છું. મને આનાથી કોઈ ફરક પડતો નથી. જોકે, પર્સી મારાથી 10 વર્ષ નાનો છે. હું વિચારતી કે 10 વર્ષ નાનો છે તો કેવી રીતે આ બધું થશે. અલબત્ત, અંતે હું પર્સીના પ્રેમમાં પડી જ ગઈ.'

પહેલા લગ્ન અંગે પણ વાત કરી
ડેલનાઝે ટીવી એક્ટર રાજીવ પોલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 14 વર્ષના લગ્નજીવન બાદ ડિવોર્સ લીધા હતા. બંનેએ 1998માં લગ્ન કર્યા હતા અને 2012માં બંને અલગ થયા હતા. ડેલનાઝે કહ્યું હતું, 'મારા પહેલા લગ્નની શરૂઆત ઘણી જ સારી હતી, પરંતુ પછી બધુ ખરાબ થઈ ગયું હતું. મારું જીવન વેરવિખેર થઈ ગયું હતું. તે પ્રેમ, માન-સન્માન રહ્યું નહોતું. અમારી લગ્નજીવનમાં શંકા આવી ગઈ હતી. 14 વર્ષ અમે સાથે રહ્યા હતા. અમારું લગ્નજીવન ખાડે ગયું હતું અને તેની સીધી અસર મારા સ્વાસ્થ્ય પર પડી હતી. જોકે, આજે બધું જ નોર્મલ છે. હું મારા પૂર્વ પતિને જ્યારે પણ મળું તો અમારી વચ્ચે હાય-હેલ્લો થાય છે. અમે સારા મિત્રો નથી, પરંતુ અમને એકબીજા પ્રત્યે નફરત નથી.

પિતાના અવસાન બાદ ડેલનાઝ ભાંગી પડી હતી
જીવનની ભાવુક ક્ષણો અંગે વાત કરતા ડેલનાઝે કહ્યું હતું, 'મારા પિતાનું અવસાન થયું તે ક્ષણ મારા જીવનની સૌથી ખરાબ ક્ષણ હતી. ભગવાન ક્યારેક છપ્પર ફાડીને આપી છે અને ક્યારેક બધું જ છીનવી લે છે. જ્યારે હું ડિવોર્સના ફેઝમાંથી પસાર થતી હતી ત્યારે જ મારા પિતાનું અવસાન થયું હતું. મને ક્યાંકને ક્યાંક એ ગિલ્ટ ફીલ થાય છે કે મારા પિતાએ દીકરીને લગ્નમાં સ્ટ્રગલ કરતી જોઈ. અનેકવાર એવું હોય છે કે પેરેન્ટ્સ પોતાની દીકરીને લગ્નજીવન નિભાવી લેવાની વાત કરતા હોય છે. તેમના જીવનમાં ડિવોર્સ કે સેપરેશન જેવા શબ્દો હોતા નથી. હું દેખાડો કરીને જીવન જીવવા માગતી નહોતી.'

વધુમાં ડેલનાઝે કહ્યું હતું, 'હું અસત્યની મદદથી કોઈ પણ સંબંધમાં રહેવા માગતી નહોતી. પોતાની જાત પ્રત્યે ખોટું બોલનારા કાયર હોય છે. અરીસામાં જુઓ અને પોતાની જાતને કહો કે બસ હવે બહુ થઈ ગયું. લગ્નજીવન ના ચાલ્યું તો ના ચાલ્યું. હા મેં મારા પિતાને ગુમાવ્યા. તે સમય ઘણો જ કઠીન હતો. પછી એવું ફેઝ આવ્યો કે પર્સી મારા જીવનનો ભાગ બની ગયો. હું વિચારું છું કે મારા પિતાએ જ પર્સીને મારી પાસે મોકલ્યો છે.'

કોણ છે ડેલનાઝ ઈરાની?
ડેલનાઝ ઈરાનીએ 90ના દાયકામાં બાબા સહગલના ગીતો 'ગા ગા ગા ગોરી ગોરી..' મ્યૂઝિક વીડિયોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 1999માં સિરિયલ 'યસ બોસ'માં ડેલનાઝે કવિતા વિનોદ વર્માનો રોલ પ્લે કર્યો હતો. ડેલનાઝે બોલિવૂડ ફિલ્મમાં પણ કામ કર્યું છે, જેમાં 'કલ હો ના હો', 'દિલ ને જિસે અપના કહા', 'ક્યા સુપર હૂલ હૈ હમ', 'રા વન' સામેલ છે. આ ઉપરાંત ડેલનાઝે પતિ રાજીવ પોલ સાથે 'બિગ બોસ 6'માં ભાગ લીધો હતો. અહીંયા તે 93 દિવસ ઘરમાં રહી હતી. રાજીવ પોલ તથા ડેલનાઝે 'નચ બલિયે'માં પણ પાર્ટિસિપેટ કર્યું હતું. ડિવોર્સ બાદ ડેલનાઝ પ્રેમી પર્સી સાથે 'પાવર કપલ'માં જોવા મળી હતી. ડેલનાઝ છેલ્લે ટીવી સિરિયલ 'કભી કભી ઇત્તેફાક સે'માં જોવા મળી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post