• Home
  • News
  • એક્ટ્રેસ તેજસ્વિની પંડિતનું વર્ષો બાદ દુઃખ છલકાયું:કહ્યું, જ્યારે ભાડું આપવા ગઈ ત્યારે મકાનમાલિકે સેક્સ્યુઅલ ફેવર માગી હતી
post

36 વર્ષીય તેજસ્વિની મરાઠી ફિલ્મ તથા ટીવી એક્ટ્રેસ છે. તેણે એક્ટિંગ ડેબ્યૂ 'અગા બાઇ અરેચા' ફિલ્મથી કર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 19:18:41

મુંબઈ: લોકપ્રિય મરાઠી એક્ટ્રેસ તેજસ્વિની પંડિતે હાલમાં જ પોતાની સાથે બનેલી દુર્ઘટના અંગે વાત કરી હતી. તેજસ્વિનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે પુણેમાં મકાન ભાડે રાખીને રહેતી હતી. સ્થાનિક કોર્પોરેટર તેનો મકાન માલિક હતો. જ્યારે તે ભાડું આપવા ગઈ ત્યારે કોર્પોરેટરે તેને સેક્સ્યુઅલ ફેવરની ઑફર કરી હતી.

શું કહ્યું તેજસ્વિનીએ?
તેજસ્વિનીએ વધુમાં કહ્યું હતું, 'આ વાત વર્ષ 2009-10ની છે અને તે સમયે હું પુણેના સિંહાગડ અપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. તે સમયે મારી માંડ એકાદ-બે ફિલ્મ રિલીઝ થઈ હતી. અપાર્ટમેન્ટ કોર્પોરેટરનું હતું. હું જ્યારે ભાડું આપવા તેની ઓફિસે ગઈ ત્યારે તેણે મને સીધી રીતે સેક્સ્યુઅલ ઑફર આપી હતી. ટેબલ પર પાણી ભરેલો ગ્લાસ હતો અને મેં પાણી સીધું તેના મોં પર ફેંક્યું હતું.'

તેજસ્વિનીએ આગળ કહ્યું હતું, 'મેં તેને ચોખ્ખા શબ્દોમાં સંભળાવ્યું હતું કે હું આ ઇન્ડસ્ટ્રીમાં આ માટે આવી નથી નહીંતર હું આ ફ્લેટમાં રહેત પણ નહીં ને મારી પાસે ઘર, કાર ને બીજું શું શું ના હોત.'

તેજસ્વિનીએ આગળ ઉમેર્યું હતું, 'મને લાગે છે કે તેણે બે બાબતોને કારણે મને આવી ઑફર આપી હશે. એક તો તેણે મને મારા પ્રોફેશનને કારણે જજ કરી અને બીજું એ કે મારી નાણાકીય સ્થિતિ નબળી હતી. આ મારા માટે લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો હતો.'

કોણ છે તેજસ્વિની પંડિત?
36
વર્ષીય તેજસ્વિની મરાઠી ફિલ્મ તથા ટીવી એક્ટ્રેસ છે. તેણે એક્ટિંગ ડેબ્યૂ 'અગા બાઇ અરેચા' ફિલ્મથી કર્યું હતું. આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં હતી. તેણે ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે. તેજસ્વિનીની માતા જાણીતી એક્ટ્રેસ જ્યોતિ ચાંદેકર છે. તેજસ્વિનીએ 2012માં નાનપણના મિત્ર ભૂષણ બોપ્ચે સાથે લગ્ન કર્યાં હતાં. ભૂષણ ઉદ્યોગપતિ રામેશ્વર રૂપચંદનો દીકરો છે. જોકે, હવે બંને અલગ થઈ ગયા છે. થોડાં સમય પહેલાં જ તેજસ્વિનીએ મિત્ર સંતોષ ખેર સાથે પાર્ટનરશિપમાં પ્રોડક્શન હાઉસ 'ક્રિએટિવ વાઇબ' લૉન્ચ કર્યું છે. આ પ્રોડક્શનની પહેલી ફિલ્મ 'બમ્બૂ' છે. આ ફિલ્મને વિશાલ દેવરુખકર ડિરેક્ટ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post