• Home
  • News
  • રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના શહડોલમાં જનસભાને કરી સંબોધિત, આદિવાસીઓને દેશના પહેલા માલિક ગણાવ્યા
post

સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડની લોન માફ કરી દીધી; ખેડૂતો MSP માંગે છે, ત્યારે ગોળીઓ વરસાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 19:18:09

શહડોલ: કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી એમપીના સિવની જિલ્લાના ધનૌરામાં સભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ સંબોધન કરતા કહ્યું- આદિવાસી એટલે તમે આ દેશ અને જમીનના પહેલા માલિક છો. સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. જ્યારે ખેડૂતો MSP માંગે છે, ત્યારે પોલીસ ગોળીઓ વરસાવે છે. રાહુલે યુવાઓને 30 લાખ સરકારી નોકરી, એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને બમણી સ્કોલરશિપ, ખેડૂતોને એમએસપી અને ગરીબ મહિલાઓના ખાતામાં એક લાખ રુપિયા આપવાનું વચન આપ્યું છે. રાહુલે આદીવાસી વોટરો પર ફોકસ કર્યું છે.

રાહુલે કહ્યું- આદિવાસી એટલે આ દેશના માલિક
રાહુલ ગાંધીએ કહ્યું- કોંગ્રેસ તમને આદિવાસી કહે છે અને ભાજપ, વડાપ્રધાન, અમિત શાહ અને આરએસએસના લોકો તમને વનવાસી કહે છે. આ શબ્દો પાછળ બે વિચારસરણી છે. આદિવાસી એટલે એ લોકો કે જેઓ આ દેશ અને આ જમીનના પ્રથમ માલિક હતા. જો તમે પહેલા માલિક હતા તો દેશની જમીન, પાણી, જંગલ અને સંપત્તિ પર તમારો અધિકાર છે.\વનવાસીઓ એટલે જંગલમાં રહેનારા લોકો. વનવાસી શબ્દ પાછળ એક વિચારધારા છે. આ શબ્દો તમારા ઇતિહાસ, ભાષા, જીવનશૈલીને ભૂંસી નાખવાનો પ્રયાસ છે.

સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી: રાહુલ
ખેડૂત કહે છે, મારે કોઈ મફત ભેટ નથી જોઈતી, પણ મારા લોહી અને પરસેવાથી હું જે વાવું છું તેની મને યોગ્ય કિંમત જોઈએ છે. મોદી સરકાર કહે છે કે અમે તમને યોગ્ય ભાવ નહીં આપીએ. સરકારે અબજોપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. જ્યારે ખેડૂતો MSP માંગે છે, ત્યારે પોલીસ ગોળીઓ વરસાવે છે. અમારું વચન છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. ખેડૂતોને MSP મળશે. કાયદા મુજબ ડાંગર અને ઘઉંના યોગ્ય ભાવ આપવામાં આવશે. રાહુલે કહ્યું, તમે GST ભરો. પૈસા તમારા છે, દેવું અદાણીનું માફ કરવામાં આવે છે.

કોંગ્રેસ ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, ગરીબો માટે કામ કરે છે- રાહુલ

મોદી ભારતના બે-ત્રણ અબજોપતિઓ માટે કામ કરે છે. બીજી તરફ કોંગ્રેસ ખેડૂતો, દલિતો, આદિવાસીઓ, ગરીબો અને વંચિતો માટે કામ કરે છે. આ બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. મોદીજીના શાસનમાં 22 લોકો અબજોપતિ છે. તેમની પાસે દેશના 70 કરોડ લોકો જેટલા પૈસા છે. મોદીએ તેમને આટલા અમીર બનાવ્યા. આદિવાસી યુવાનોના શિક્ષણ માટે લોન માફ કરવામાં આવી નથી. ખેડૂતોની લોન માફ કરવામાં આવી નથી. પરંતુ સૌથી મોટા અબજોપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા હતા. આટલા પૈસા 24 વર્ષમાં મનરેગા ચલાવવામાં ખર્ચાયા હોત. જ્યારે તમે લોન લેવા જાઓ છો, ત્યારે તેઓ તમને ભગાડી મુકે છે.

પાક વીમાના પૈસા 30 દિવસમાં અપાવીશું
રાહુલે કહ્યું, અમે નવી સ્કીમ લાવીશું અને 30 દિવસમાં ખેડૂતોને પાક વીમાના પૈસા મળી જશે.

પેપર લીક સામે કડક કાર્યવાહી કરવા કાયદો લાવીશું- રાહુલ
યુવકો મને કહેતા કે, અમે ટ્યુશનના પૈસા ચૂકવી દીધા. અમે અભ્યાસ કર્યો અને પરીક્ષાના દિવસે અમને ખબર પડી કે અમે સખત મહેનત કરી અને પૈસાવાળાઓએ પેપર ખરીદી લીધુ. તેમની પસંદગી થઈ ગઈ. રાહુલે કહ્યું, અમે પેપર લીક સામે કાયદો લાવીશું. કડક કાર્યવાહીની જોગવાઈ કરાશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post