• Home
  • News
  • ચીનમાં 2 વર્ષ બાદ કોરોનાના 13 હજારથી વધુ કેસ, નવો વેરિયન્ટ પણ સામે આવ્યો
post

કેસમાં વધારાથી શાંઘાઇના હાલ બેહાલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:15:29

બેઈજિંગ: ચીનમાં કોરોનાની ઝડપ વધી ગઇ છે. ત્યાં 24 કલાકમાં નવા 13 હજારથી વધુ કેસ મળ્યા છે, જે કોરોનાકાળના 2 વર્ષમાં કોઇ એક દિવસમાં સૌથી વધુ છે. નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે લક્ષણોવાળા 1,455 દર્દી હતા જ્યારે લક્ષણો વગરના 11,691 દર્દી સામે આવ્યા છે. જોકે, કોઇ નવું મોત નથી નોંધાયું. નવા વેરિયન્ટના કારણે નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.

શાંઘાઈમાં 8 હજાર કેસ મળ્યાં
ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું કે વાઇરસનો નવો વેરિયન્ટ શાંઘાઇથી 70 કિ.મી. દૂર મળ્યો છે, જે ઓમિક્રોનના BA.1.1 વેરિયન્ટમાંથી ડેવલપ થયો છે. નવો વેરિયન્ટ ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ સાથે મેળ નથી ખાતો. ચીનમાં કુલ નવા કેસ પૈકી 8 હજાર કેસ દેશના ફાયનાન્સિયલ હબ શાંઘાઇમાં મળ્યા, જેના કારણે ત્યાંના 2.5 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ છે. લૉકડાઉનથી ટ્રાન્સપોર્ટને અસર થવાની આશંકા છે, જેના કારણે શહેરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય અવરોધાઇ રહ્યો છે.

અમારી વેક્સિન સુરક્ષિત અને અસરદાર: ભારત બાયોટેક
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) કોવેક્સિન ખામીયુક્ત હોવાનું જણાવી તેને પોતાના કોવેક્સ પ્રોગ્રામમાંથી હટાવી દીધી છે. આ કાર્યવાહી બાદ કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે કહ્યું કે કોવેક્સિન કોવિડ સામે સુરક્ષા પૂરી પાડવા સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે. જેમણે કોવેક્સિનના ડોઝ લીધા છે તેમના વેક્સીનેશન સર્ટિફિકેટ પણ માન્ય છે. બીજી તરફ કંપનીએ હાલ કોવેક્સિનનું પ્રોડક્શન ધીમું કરી દીધું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post